________________
• માનયુક્ત કષાયનાં પરિબળો :
“માન મૂકે તો અહીં મોક્ષ લે.” માન કહો, અહંકાર કરો, અભિમાન કહો, “હું” કહો-આ સર્વે જીવની અંધકારરૂપી અજ્ઞાન દશા છે. માનપ્રેરિત બુદ્ધિ જીવને છેતરે છે અને દિનદિન મહત્ત્વાકાંક્ષા વિસ્તરતી જાય છે. આવા તેની લીલાના અનેક પ્રવાહો છે. ધન વડે, પરિવાર વડે ઐશ્વર્ય વડે, સત્તા વડે, જ્ઞાન વડે, હિનપુણ્યયોગ વડે આમ અનેક સ્થાનો વડે જીવ માન મેળવવા માટે ઉત્સુક રહે છે. માની સ્વભાવનો માનવી અન્યને પોતાથી ઊતરતા જ જાણે છે અને જો કોઈને તેનાથી વધુ માન મળે તો પોતે ઈર્ષાથી પીડાય છે, અને અન્યોન્ય તુલના કરી દુઃખી થાય છે. માની કોઈને ગુણી માનવા જેટલી ઉદારતા રાખી શકતો નથી, છતાં માની પોતે એમ મનાવવા પ્રયત્ન કરે છે કે પોતે અમાની છે, નિરહંકારી છે અને સ્વાર્થ હોય ત્યાં લળી લળીને વિનય બતાવે છે. આવા છળપ્રપંચ કરી માની કાદવમાં વધુ ઝૂંપતો જાય છે.
માનનો સહોદર બંધુ મદ છે. જ્ઞાનીઓએ તેના મુખ્ય આઠ પ્રકાર જણાવ્યા છે. તેના જન્માંતરે કેવાં પરિણામ આવે છે તે પણ વિચારવા જેવું છે.
૧. કુળમદ ૫. ઐશ્વર્યમદ ૨. જાતિમદ ૬. રિદ્ધિમદ ૩. રૂપમદ ૭. ધનમદ ૪. બળમદ ૮. જ્ઞાનમદ
આ સર્વ પ્રકારના મદ ખસની ખુજલી જેવાં છે. સત્તાના મદવાળાને છ ખંડની પૃથ્વી નાની જણાય છે. રૂપવાન રૂપ કેમ વધે અને જળવાય તેની ચિંતા સેવ્યા કરે છે. ઊંચા કુળના મદવાળો મૂછના કાતરાને વળ ચઢાવી કે નસકોરા ફૂલાવીને ફરે છે. કોઈ રૂપનો, ધનનો, બળનો કે જ્ઞાનનો કે કોઈ પ્રકારનો મદ કરે તો તે ક્ષણિક નીવડે છે. ધનીને નિર્ધન બનતાં જોઈએ છીએ, બળવાન પહેલવાનો ખાટલે પડી મૃત્યુ પામતા જોઈએ છીએ. જ્ઞાનમાં અહંકાર ભળવાથી અજ્ઞાનરૂપે પરિણમે છે. રૂપ યુવાની જતાં ક્ષીણ થતું જાય છે.
આમ દરેક પ્રકારના મદ વડે માનવ સરળતા, નમ્રતા જેવા સંતોષ અને સુખ આપનારા ગુણોને વિસરી જાય છે અને અપયશ મેળવે છે.
કોઈ પણ પ્રકારે મદનાં જે સ્થાનો છે તે અંતે ક્ષણજીવી નીવડે છે. આ વાત સમજીને જીવે ક્ષણિક વસ્તુની અપેક્ષા ત્યજી નિત્ય એવા આત્મપદની સન્મુખ થવું તેમાં શ્રેય છે. • માનકષાયનું દૃષ્ટાંત :
એક રાજ્યમાં એક રાજપુરોહિત હતો. તેનું શરીર બેઢંગુ હતું, રંગ પીતવર્ણ હતો, દાંત લાંબા હતા, પણ વિચક્ષણ બુદ્ધિને કારણે રાજના પુરોહિત થવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. તેમાં વળી એક-બે
જ્યોતિષ વિધાનો સાચાં પડયાં, એટલે રાજદરબારમાં માન વધી ગયાં. રાજના માન, પાન, તાન અને ધાન મેળવીને પુરોહિત તો ફૂલ્યા સમાય નહિ. જેને રાજનાં માન મળે તેને પ્રજા પણ માન આપે. પુરોહિત હવે માન સાથે સત્તાની શેખી પણ કરવા લાગ્યા. ગરીબ પ્રજા તેમના બોલનું માન રાખતી અને પુરોહિત કેટલીયે વસ્તુઓ મફતમાં ઘરભેગી કરતા.
કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. એ નગરમાં રાજપુરોહિતને સૌ સલામ કરે પણ ગામનો એક પુરોહિત તેને કોઈ દિવસ નમન કરતો નહિ. તે પ્રજાપુરોહિત હતો, દેખાવે જાણે એક જ માના ઉદરથી જન્મેલા જોડિયા ભાઈ જેવા લાગે, પ્રજાપુરોહિત પણ પીતવર્ણો અને બેઢંગા શરીરવાળો હતો. રાજપુરોહિતને રાજનાં માન હતાં. અને પ્રજા તો લાચારીથી માન આપતી પણ પ્રજાપુરોહિત તો પ્રજાને મળેલો હતો, એટલે પોતાનું ગુજરાન સુખેથી નભતું. પણ સંતોષી હોવાથી સુખી હતો. તેને કોઈની સ્પર્ધા કે ઈર્ષા નહોતી. રાત પડે નિરાંતે નીંદ લેતો. - રાજપુરોહિત, માનનો ભૂખ્યો, ધનનો ભૂખ્યો. તેને નીંદ નિરાંતે કેમ આવે ? તેમાંય આ પુરોહિત તેને સલામ ન કરે, માનનું મોટું કેવું છે? આખું ગામ સલામ ભરતું તેમાં એક માણસની સલામ ન મળવાથી તે રાજપુરોહિત દુઃખી થતાં. આમ આ વિકલ્પ તો પુષ્ટ થવા લાગ્યો,
૧૪૮
૧૪૯