________________
અને અપરિગ્રહ વગેરેનું મર્યાદાયુક્ત પંચાચારનું આચરણ જણાવ્યું છે. સાદું અને સંયમી જીવન આ આચારોનું લક્ષણ છે. તે આચારોનું પાલન આત્માની જાગૃતિ, પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને જગત પ્રત્યે મૈત્રી રાખવાથી સરળ બને છે.
૭ અહિંસાનું પાલન :
દરેક ધર્મમાં અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતભૂમિમાં અહિંસા એ જાણે ભૂતકાળની વાતો હોય તેમ વિસરાતી જાય છે. અને ભૌતિક સુખ મેળવવા યેનકેન પ્રકારેણ સંપત્તિ મેળવવાની દોડમાં અહિંસા એ યુગ બહારની વાત મનાતી જાય છે. છતાં અહિંસા તત્ત્વમાં જ એવું સામર્થ્ય છે કે અલ્પસંખ્ય જન તેનું આચરણ કરશે તો પણ તેની છાયામાં સૌને જીવનનું મૂલ્ય સમજાશે. જ્ઞાની જનોનું કથન છે કે :
‘અહિંસા પરમો ધર્મ:'
અહિંસાનું આચરણ તે શ્રેષ્ઠ ધર્મ છે. તેમાં અન્ય આચારો સમાહિત થાય છે. અહિંસક એવો ઉત્તમ માનવ સત્ય, અચૌર્ય, બ્રહ્મ કે અપરિગ્રહને સહેજે આચરે છે.
અહિંસાનો સામાન્ય અર્થ એ છે કે જીવોને મારવા નહિ. તેનો સૂક્ષ્મ અર્થ વિચારવા જેવો છે. મનુષ્ય કે પશુ કોઈ જીવને હણવો નહિ તેના મન વચન કાયાના યોગને દુભવવા નહિ. તેમની પાસેથી અધિક કામ લેવું નહિ તેના પ્રત્યે પ્રેમ અને મૈત્રી ભાવ રાખવો તે સૂક્ષ્મ અહિંસા છે.
નાના જીવો પ્રત્યે અનુકંપા રાખી જાગૃતિપૂર્વક દિનચર્યા કરવી, ઓછી જરૂરિયાત રાખવી, અતિ હિંસક વસ્તુઓ વાપરવી નહિ, અભક્ષ્યાહાર કરવો નહિ, હિંસક પ્રવૃત્તિઓમાં કે વ્યાપારમાં સાથ આપવો નહિ, કે પોતે તેમ કરવું નહિ. વળી પૌદ્ગલિક વિભાવજનિતભાવોથી વિરામ પામવો, તે ભાવ અહિંસા છે.
. સત્ય :
મન, વચન, કાયાથી સત્યને પાળવું. કોઈ ને દુઃખ થાય તેવી કડવી, કર્કશ, કુવાણી બોલવી નહિ, ખોટી સાક્ષી પૂરવી નહિ. સૌનું
EE
હિત સચવાય તેવી મધુર વાણી બોલવી. નિરર્થક વાણીનો ઉપયોગ ન કરવો. અતિશયોક્તિ કે અલ્પોક્તિ ન કરવી. જેટલી સમજ અને જાણ હોય તેટલું જ કહેવું. મૌન દ્વારા સત્યને પ્રગટ થવા દેવું. સત્ય વડે જગત ટકયું છે. તેવા સત્યમાં શ્રદ્ધા રાખવી. કસોટી થાય છે પણ સાચને આંચ આવતી નથી. વ્યવહારમાં સત્યને શકય તેટલું આચરવા પ્રયત્ન કરવો.
♦ દૃષ્ટાંત :
સંત કબીરજી એકવાર પોતાનું વણકરીનું અને કાંતવાનું કામ કરતા હતા. તેમની પાસે રૂનો ઢગલો પડયો હતો, તેવામાં એક માણસ ખૂબ ગભરાટમાં ત્યાં આવ્યો અને તેણે કબીરજીને કહ્યું કે તેની પાછળ તેને પકડવા પોલીસ ફરે છે, માટે મને જલ્દી સંતાડી દો, કબીરજીએ તેને કહ્યું કે તું રૂના ઢગલામાં સંતાઈ જા, પેલા માણસે તે પ્રમાણે કર્યું.
થોડીવારમાં પોલિસ આવી પહોંચી, તેમણે દૂર ઊભા રહીને કબીરજીને પૂછ્યું કે અહીં કોઈ ચોર ભાગીને આવ્યો છે ? કે તમે તેને જોયો છે ? કબીરજી નીચા મુખે પોતાનું કામ કરતાં કરતાં બોલ્યા કે આ રૂના ઢગલામાં છે. પોલિસની ટુકડી આ વાત સાંભળીને હસીને ત્યાંથી જતી રહી. રૂના ઢગલામાં સંતાયેલો માણસ ધ્રૂજતા ધ્રૂજતા બહાર નીકળ્યો, અને કબીરજી પર ગુસ્સે થઈ કહેવા લાગ્યો કે તમારે ભરોસે હું સંતાઈ ગયો અને તમે મને બતાવી દીધો. સારું થયું કે પોલિસે રૂનો ઢગલો જોયો નહિ, તમારા પર કોણ વિશ્વાસ રાખશે ? પોતે બચ્યો તેનો ઉપકાર માનવાને બદલે તેણે તો સંત ઉપર ગુસ્સો
ઠાલવ્યો.
છતાં કબીરજીએ એ જ શાંત મુદ્રામાં જવાબ આપ્યો કે ભાઈ, તું બચ્યો તેનું કારણ જ ‘સત્ય’ છે. સાચી વાત કહેવાથી તને આંચ
ના આવી એટલે સાચને આંચ નથી. તેનો વિચાર કર. ભકતોની વાણીના સત્યની આવી સિદ્ધિ છે કે પોતે તો નિર્ભય રહે છે પણ તેમની છાયા અન્યને પણ નિર્ભય કરે છે.
૭ અચૌર્ય :
અસ્તેય, અદત્ત અર્થાત્ ચોરી ન કરવી. કોઈની વસ્તુ લેવાની
૬૭