________________
કે ઉઠાવવાની બુદ્ધિ ન કરવી. ખોટા હિસાબો લખી ચોરી ન કરવી. વધુ પડતો સંગ્રહ ન કરવો. ભાવના શુદ્ધ રાખવી. અન્યના સુખમાં રાજી થવું. લેખન જેવી પ્રવૃત્તિમાં પણ આ નિયમ જાળવવો.
. બ્રહ્મચર્ય :
સ્વરૂપમાં ચર્યા તે ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય છે. સ્વદારા સંતોષ જેવા નિયમથી પાલન કરવું તે ગૃહસ્થની એક ભૂમિકા છે. તેનું પૂર્ણ રક્ષણ નવ વાડ યુક્ત છે.
૭ અપરિગ્રહ :
નિરર્થક વસ્તુનો સંગ્રહ ન કરવો. સંતોષથી જીવવું. ઘર માલ મિલકત પર મૂર્છા-મોહ ન રાખવો. સંપત્તિનો સુયોગ હોય તો અમુક મર્યાદા કરીને તેનો સુકૃત્યમાં સદ્ઉપયોગ કરવો. ભિક્ષુકને તેના ફૂટેલા માટીના પાત્રમાં મૂર્છા-મોહ હોય છે અને ધનપતિને પોતાની સંપત્તિમાં મૂર્છા-મોહ હોય છે બંનેની દશા અજ્ઞાનમય છે. ભિક્ષુક હો કે ધનપતિ હો કોઈ મૃત્યુસમયે એક રજકણ લઈ જઈ શકયું નથી. જેવી કરણી કરી હોય છે તેવી સાથે આવે છે. માટે મૂર્છા મોહ ઘટાડવા સન્માર્ગમાં પ્રવર્તવું.
જેમ હાથીના પગલામાં પાદથી ચાલનારા સર્વ પ્રાણીનાં પગલાં અંતર્ભાવને પામે છે તે જ પ્રમાણે સત્ય અસ્તેય દાન યજ્ઞાદિ સર્વ અહિંસામાં જ અંતર્ભાવને પામે છે. આથી એ સિદ્ધ થાય છે કે અહિંસા
મુખ્ય છે અને અન્ય ચાર અંગો આ શુદ્ધિને માટે આવશ્યક છે. અહિંસા ચારેનું મૂળ છે. યોગના સાધકે નિત્યકર્મ કરવાના છે. દરેક સાધકે નિત્યકર્મના અવિરોધે કરીને સર્વકાલે, સર્વ અવસ્થામાં તથા સર્વદેશમાં સર્વ પ્રાણીને મન વાણી અને કાયાએ કરીને દુઃખની ઉત્પત્તિ ન કરવી. ક્રિયામાત્રથી ક્ષુદ્ર જંતુનો નાશ થાય છે, અથવા પીડા થાય છે. તે અનિચ્છા છતાં થવાની જ તેથી તે હિંસાની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરવું.
“કર્મણા મનસા વાચા સર્વભૂતેષુ સર્વદા, અક્લેશજનનં પ્રોક્તે હિંસાત્વેન યોગિભિઃ ' શરીરથી થતાં કર્મ કરીને, મન વડે તથા વાણી વડે સર્વ પ્રાણી
૬૮
વિષે સર્વ કાલે કલેશની ઉત્પત્તિ ન કરવી તેને જ યોગી લોકો અહિંસા કહે છે.'' શ્રી પાતંજલ યોગદર્શન દ્વિતીય પાદ ૭ હિતશિક્ષા :
જેની મતિ સારી, તેની ગતિ ન્યારી.
પંખી આકાશમાં ગમે તેટલું ઊંચે ઊડે. કિન્તુ ચણ ચણવા તો એણે ધરતી પર ઊતરવું જ પડે છે.
સચ્ચાઈનો સ્પર્શ પામવો હોય તો અહમ્ના આવરણથી અળગા થવું અનિવાર્ય છે.
વાતવાતમાં સામેની વ્યક્તિને તુચ્છ સમજીને આપણે ઉતારી પાડીએ એ ઘટના આપણી જ તુચ્છતાની દ્યોતક છે. વાસ્તવમાં સામેની વ્યક્તિ તુચ્છ કે વામન નથી. આપણા જેવી આપણા સમાન જ છે; તેમ છતાં જો એ વ્યક્તિ આપણને તુચ્છ કે વામન લાગે તો એનો અર્થ એ જ થયો કે આપણી નજરમાં કંઈક ખામી છે. આપણી ફૂટપટ્ટી જ ખોટી છે. જેની મતિ મદથી ઘેરાઈને નઠારી બની છે, તેને જગત નઠારું જ લાગે છે. એનું મન સતત આત્મકેન્દ્રી બને છે. પરંતુ જેની મતિ સારી છે, તેની ગતિ ન્યારી છે. જગત તેને વંદે છે.
“આપણો એક વૈદિક મંત્ર કહે છે; “અમને દરેક દિશાઓમાંથી શુભ અને સુન્દર વિચાર પ્રાપ્ત થાઓ'' ? અંતે તો જીવનનો ચરમ અને પરમ ઉદ્દેશ્ય સત્ય, શિવમ્, સુન્દરમ્ની આરાધના જ છે. સત્યના માર્ગે ચાલવાની દૃષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ એટલે જ શિવત્વ આપણાથી દૂર રહે છે. સૌંન્દર્યને નિર્મળ અને નિષ્કપટ ભાવે જોવાની દૃષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ, એટલે જ જીવનમાં કલેશ, કટુતા, દ્વેષ અને સંકુચિતતા વધી ગઈ છે. જ્યાં સુધી પ્રજ્ઞા સ્થિરત્વને પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી આપણે જીવન-સાગરના કિનારે છબછબિયાં કરનારા નામર્દ જ રહેવાના. શૂર જ જીવનમાં નૂર પ્રગટાવી શકે.' - (ગુ. સમાચારમાંથી સાભાર) -‘શશીન’
૬૯