________________
સ્વાધ્યાય શ્રુતમ
mmmm
જીવનની હરેક પળે સંસારથી વિમુખ થવાની તત્પરતા તે જ ધર્મસત્તાનો સ્વીકાર છે, શ્રદ્ધા છે.
દેહ, ઈન્દ્રિયો, મન, ભાવ, અહંમને આત્મ-ધર્મગુણોના માધ્યમથી કે તરાજુમાં તોળીને જીવવું, જાગૃત રહેવું તે જીવનનું શ્રેય છે, તે જ ધર્મ ચેતના છે.
શરીરની બાહ્ય રચના કાળા કે ધોળાપણું જોવું તે વ્યવહાર છે, તેનું બહુમૂલ્ય નથી. તે જ શરીરમાં રોગ થયો, ડોકટર પાસે જશો ત્યારે તે શરીરની બાહ્ય રચના નહિ જૂએ કે આ માણસ કાળો કે ધોળો છે તે શરીરની અંદરની ધાતુ જોશે રોગ પારખશે, સાધક એ જ શરીરની રચનામાં ક્ષણિકતા જોશે, યોગી એ જ શરીરને સાધન બનાવી દેહનો નેહ ત્યજી સદા માટે દેહ મુક્ત થશે.
વિષયોથી-કામનોઓની વિરક્તિ થવામાં ભગવંત ભક્તિ આદિ. સાધન છે. તેમાંથી સાધક સ્વરૂપ બોધ પામી આત્મ શક્તિ જાગૃત કરે છે. જેથી કામનાઓ વૃત્તિઓ નાશ પામી જાય છે. પૂર્વ સંસ્કાર ઉદયમાં આવે તો પણ તે નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે.
મનના માધ્યમથી ઈન્દ્રિયોનો ઉપભોગ થાય છે. પરમાત્માની ભક્તિથી ઈન્દ્રિયોનો ઉપયોગ થાય છે. આખરે યોગ અને ઉપભોગ
છૂટી જતાં જ્ઞાન ઉપયોગ સહજ રહે છે.
પરમાર્થ દૃષ્ટિથી દેશ્ય જગતનું અવલોકન કરો.
“જગતકાયા સ્વભવૌચ નિર્વેદ વૈરાગ્યાર્થમ્”. તત્ત્વાર્થ સૂત્રકારે આ રહસ્ય સમજાવ્યું છે. માટે ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપદર્શન કરો કે આ સૌ દશ્યોથી હું ભિન્ન છું, જાણનારો છું, ભોગવનારો નથી.
ભવસાગર બંને ભૂજાઓથી તરવાનો છે. ત્યાગ અને વૈરાગ્ય બંને સાધન છે. ભવસાગરથી પાર ઉતરવા જન્મ અને મૃત્યુના દ્વંદ્રથી મુક્ત થવા શુદ્ધભાવ મુખ્ય સાધન છે. જે આત્માની સહજતાથી કાર્યકારી બને છે. ત્યાગ વૈરાગ્યથી સાધકને આગળની દિશામાં પ્રેરે છે.
૧૯૦
“રાગાત્મક ભાવથી પદાર્થ સાથે જોડાવું તે કામના છે, નાશવાન પદાર્થો મેળવવા પ્રયત્ન તે ઈચ્છા છે. અંતઃકરણમાં છૂપાયેલી ઈચછાની માંગ તે વાસના છે. જીવન માટે આવશ્યક તે ઈચ્છાઓ સ્પૃહા છે.''
પદાર્થોનું આકર્ષણ, તે પ્રાપ્ત કરવાની ઝંખના છે આસક્તિ છે. તે પ્રાપ્ત પદાર્થો કે અપ્રાપ્ત પદાર્થોની અપેક્ષા તે લોભ છે. તે પદાર્થો મળવા છતાં અસંતોષ રહેવો તે તૃષ્ણા છે. તે તૃષ્ણા લાંબી છે અને જીંદગી ટૂંકી છે, જીવે તારે શું કરવું છે ?
તૃષ્ણા ટૂંકી કર તો જંજાળ ટૂંકી થશે જિંદગી સાર્થક થશે. તેનો ઉપાય માત્ર સ્વસ્વરૂપમાં રહેવું તે છે.
શરીર મળ્યું છે તે બૂઝતી જ્યોત છે. જવલંત જ્યોત તારું સ્વરૂપ છે. દેહભાવ છોડવાથી સ્વરૂપદર્શન શક્ય છે. તે અસીમ છે તેનું રૂપાંતરણ થતું જ નથી. જીવ તું ક્યાં મૂંઝાય છે ?
જડ, ચેતન બંને પોતાના સ્વભાવથી દ્યૂત થતાં નથી. પાણી અગ્નિ પર વરાળ થાય, ફ્રીજરમાં ઠરી જાય. રંગ આપવાથી પાણી રંગમય થાય ત્યારે પણ પાણી પાણી જ રહે છે તેમ ગમે તે ગતિમાં, જાતિમાં, વિભાવદશામાં સંયોગાધીન રૂપાંતરણ થશે છતાં સ્વરૂપ વિરૂપ નહિ બને. તે નિર્મળદશામાં પ્રગટ થશે જ થશે. તે નિર્મળ દશા પ્રત્યે ઝૂકી જા.
આત્મા સ્વરૂપ-પરમ સાથે સંયુક્ત થઈ પરમાત્મા થઈ જાય છે. રાગદ્વેષથી પર થવું તે પરમ છે. ભયથી અભય થવું, ભોગ ત્યજી યોગમાં જવું, બહિરાત્મ મટી અંતરાત્મ થવું, અનિત્યથી ભિન્ન નિત્યની અનુભૂતિમાં રહેવું, આવી દશા પરમાત્મસ્વરૂપ છે, જીવ તું ક્યાં પરમાં ખોવાઈ ગયો છું ? અજ્ઞાનના વાદળને ત્યાગ વિરાગથી વિખેરી નાંખ. સ્વસ્વરૂપ પ્રકાશ સહજ અને સંપૂર્ણપણે આત્મામાં છે. અન્ય પ્રકાશ શોધવાની દોડ બંધ કર અને સ્વરૂપમાં જો, ત્યાં જ સ્થિર થા આ તારી અંતર યાત્રા છે, જ્યાં સહજ ધ્યાન છે, સુખ છે, આનંદ છે. મહ્દ અંશે ધર્મનું સ્વરૂપ વર્તમાનમાં માન, પ્રતિષ્ઠા અને ઉત્સવમાં રૂંધાઈ ગયું છે. ઉત્સવ જેવા પ્રસંગોની અમુક અંશે જરૂરિયાત છે.
૧૯૧