________________
જેથી આબાલ વૃદ્ધો સૌને ભાવનાની કંઈક પ્રેરણા મળે પરંતુ ધર્મ ઉત્સવની કોટડી પૂરતો નથી. પરંતુ ભાવનાની ઉદીપના માટે છે.
ધર્મધ્યાનનું મૂળ આવરાઈ ગયું અને અનેક પ્રકારની બાહ્યક્રિયા બની ગઈ. જેમાં સળંગસૂત્રતા કે એક પદ્ધતિનો સાધના વિકાસ જણાતો નથી. વિવિધ જગાએ ચપટી ચોખા મૂકવા જેવો ક્ષુલ્લક બની ગયો છે. એટલે ધર્મધ્યાનના નામે અનેક પ્રવૃત્તિઓ યોજાવા છતાં સાધક કોરો રહી જાય છે. તેનો ભાવ ધર્મધ્યાન સુધી પહોંચી શક્તો નથી. | ધર્મધ્યાન એટલે આત્માના ગુણોની શુદ્ધિમાં સ્થિર થવું તેમાં કોઈ વિધાનોની જરૂર નથી. ધ્યાન પૂર્વે જાપની યોગ્યતા કેળવવી છે તેમાં કેટલા વિકલ્પો જોડી દીધા ? આવા વેશમાં જાપ કરવો, આવા રંગની માળા લેવી, અમુક જાપ સજોડે કરવા. તેની બોલી-ચઢાવો લેવો. અરે ! ચિત્તને એકાગ્ર કરવું છે તેને બદલે કેટલું ભમાવો છો પછી ધ્યાન તો બાજુ પર રહી જાય. અમુક ક્રિયા થઈ સ્વામીવાત્સલ્યમાં જમ્યા અને એક કાર્યક્રમ પૂરો થયો. જીવ કોરો રહી ગયો.
અનુષ્ઠાનો થાય અને પૂર્ણતાનો માહોલ રચાય પણ જીવનું શું ? આત્મશાંતિ મળી ! આનંદ મળ્યો ? પ્રેમ-મૈત્રી જેવા ભાવ વિસ્તાર પામ્યા ? ચિત્ત શુદ્ધિ થઈ ? તો પછી તે તે અનુષ્ઠાનો પણ રાગ દ્વેષના ભાવોનું મેદાન થયા. જીવની આવી અજ્ઞાનતા મુક્તિની યાત્રા કેવી રીતે કરશે ?
સાધકની મોટી સમસ્યા એ છે કે મન-ચિત્તને શાંત-સ્થિર કરવું છે. પણ વિકલ્પોની હારમાળા એવી ચાલે છે કે નિર્વિકલ્પતા દૂર રહે છે. ઘણીવાર વિકલ્પો અકારણ જ આવતા હોય છે. અનાદિના સંસ્કાર એવા જામીને રહ્યા છે કે ચિત્તને ઠરવા દેતા નથી. તેનો ઉપાય એ છે કે તમે વિકલ્પોને જોતા શીખો તેમાં ભળી ન જાવ. વિકલ્પો સાથે જોડાણ થવાથી રાગ-દ્વેષના પરિણામ ઉદ્ભવે છે. સંસ્કારિત મન પદાર્થો શોધે છે, ત્યારે બુદ્ધિમાં રાગ-દ્વેષના ભાવોનો ઉદ્ભવ થાય છે, પછી કાયા વડે તેનો ઉપભોગ થાય છે. સ્વરૂપવાન સાધક વિકલ્પો સાથે જોડાતો નથી તો વિકલ્પો શમી જાય છે. તે માટે હું શુદ્ધાત્મા છું તે ભાવને સ્થાયી કરવાનો છે. યદ્યપિ વિકલ્પોનું શમવું સહેલું,
સરળ નથી, તે માટે ગુરુશરણ-બોધ જરૂરી છે.
માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.'
- શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુની ચેતનામાં શુદ્ધતાનો આવિર્ભાવ છે. જે સાધકમાં સદ્દગુરુ તરફ નિર્મળ અર્પણતા છે. તેમાં ગુરુના જ્ઞાનનું અવતરણ થાય છે. એકલવ્યમાં અર્પણતા-શ્રદ્ધા હતી તેથી તેની ચેતનામાં ગુરુની વિદ્યાનું ગુરુ અપ્રત્યક્ષ છતાં અવતરણ થયું. તેની શ્રદ્ધામાં-માટીમાં મૂર્તિમંત ગુરુ સાક્ષાત્ હતા.
શ્રી આનંદધનજીએ પણ કહ્યું છે કે “આતમ અર્પણ દાવ વિચારતા ટળે ભરમ મતિ દોષ.” (સુપાર્શ્વજિન સ્તવન) અર્પણતામાં રહેલી નિર્મળતા જ ગુરુ ચેતનાને મેળવી લે છે. જે આત્મશક્તિરૂપે પ્રગટ થાય છે.
જેને ગુરુ ચેતનાનો આ સ્પર્શ નથી થયો તેને અનાદિના પરભાવના સંસ્કારવશ પરમાં જવું ખટકતું નથી. પછી તેને સ્વનો આનંદ કેવી રીતે મળે ? મનને પરમાં જતું અટકાવા કંઈક અવલંબન જોઈએ પ્રાથમિક ભૂમિકાએ સ્વાધ્યાય, તપ, જપ, ભક્તિ જેવા અનુષ્ઠાનોમાં ઉપયોગ રાખે તો પરમાં જતું કંઈક અંશે અટકશે.
આ આલંબનો સદ્ગુરુ દ્વારા મળ્યા હશે તો તેની મન પર છાપ ઉઠશે, મન પરમાં જતું અટકશે. સાધક સ્વગુણોની દુનિયામાં પ્રવેશ કરશે, ત્યારે તેને આત્મિક ગુણોજ દેખાશે. પરમાં પણ ગુણોજ જોશે. કયારેક દોષ દેખાશે ત્યારે સદગુરુના બોધે પ્રમોદ જેવી ભાવનાના બળે દોષદર્શન અટકી જશે અને અંતે સ્વગુણવૃદ્ધિ દ્વારા શુદ્ધિનો ઉદ્ભવ થશે. હવે તે દોષ-દર્શનમાં નહિ જાય. મોક્ષમાર્ગનો પ્રવાસી થઈ ગંતવ્ય સ્થાને પહોંચી જશે.
પરમતત્ત્વ છે, પરમાત્મા છે એવું આપણા પ્રત્યક્ષ અનુભવથી જાણવું તે જ્ઞાન છે. જેટલી તન્મયતાથી સ્વરૂપ રમણતા રહે છે તેટલી સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ દિવ્યજ્ઞાનથી ઘોર અંધકાર ભર્યા જીવનમાં પણ માર્ગ મળી જાય છે. ગુરુકૃપા કે નિશ્રા
૧૯૨
૧૯૩