________________
પ્રાપ્ત થાય છે. જીવ નિર્વાણ અવસ્થા સુધી પહોંચી જાય છે.
રાગાદિ અજ્ઞાનથી જે પણ વિકૃતિઓ અનાદિકાલથી જીવની સાથે જોડાયેલી છે તેનાથી મુક્ત થવા પ્રથમ સાધન યમ, નિયમ, સંયમ, વ્રત, તપ, ધ્યાન આદિ આવશ્યક છે. પરંતુ સાધનમાં ફળાકાંક્ષા કે કતભાવ થયો તો તે બંધનરૂપ થશે. ત્યાં વિવેક જરૂરી છે. અજ્ઞાન નિવારણના એ સાધન છે.
શુભાશુભ પ્રવૃત્તિઓનું વારંવાર સ્મરણ થવું, તેની સ્મૃતિમાં વ્યગ્ર રહેવું તે અજ્ઞાનતા છે.
ભેદજ્ઞાનથી વારંવાર તેની અનુપ્રેક્ષાથી બાહ્ય વિકલ્પોનો નાશ થાય છે. પર પર જ છે તેનો રાગ શા માટે ? તેની તૃષ્ણા શા માટે ? એની ભ્રાંતિ શા માટે ! ભેદજ્ઞાનથી દઢ નિર્ણય કરવો. શોક સંતાપ ટળી જશે. મોહ જાળથી બહાર નીકળવું છે. સર્વ પ્રપંચોથી મુક્ત થવું છે. એવા વૈરાગ્યથી જીત મુક્ત થાય છે. શુભાશુભ વર્તમાન ક્ષણ અતીત સાથે સંબંધ ધરાવે છે. તે સમયે જાગૃત રહો. સમભાવમાં રહો આ જ્ઞાન અને ધ્યાન છે.
રાગાદિ વંદને સમાપ્ત કરવા છે. તે પતનનો માર્ગ છે. ઉત્થાન અને પતનનું તંદ્ર શા માટે ? કેવળ ઉપર જ ઉઠવું છે. ભેદજ્ઞાન આ વંદ્વથી મુક્ત કરશે. આત્મા સર્વથી સર્વથા ભિન્ન છે. આવું તંદ્ર શા માટે? જે કંઈ કરો સાવધાનીથી કરો. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત રહો, આંતરિક પરમાત્મા જાગૃત છે તો સર્વત્ર શાંતિ છે, તંદ્રનું દુઃખ નથી, તમે મુક્ત જ છો.
સૂર્યના ઉદયથી પ્રકાશ અને અસ્તથી અંધકાર તો દુન્યવી ક્રમ છે, પરમતત્ત્વ તો સદા પ્રકાશિત છે. મારા જ્ઞાન વડે હું જ્ઞાતા છું. તે વડે આત્માને જાણું છું, એમ આત્મવત્ થવું તે જ મૈત્રી ભાવના છે. તેનું સન્માન એ પ્રમોદભાવના છે અને અન્ય પ્રાણીઓની રક્ષા એ કરૂણા છે. સંપૂર્ણ જગત પ્રત્યે આત્મવતું ભાવના તે માધ્યસ્થ ભાવ છે. પછી તેને સર્વત્ર શાંતિ જ છે.
કસ્તુરી મૃગ નાભિમાં કસ્તુરી છતાં જંગલમાં શોધવા ભટકે છે તેમ જીવ પોતાના સ્વભાવમાં પરમતત્ત્વ છતાં વિભાવમાં અનેક પ્રકારના
બાહ્ય અનુષ્ઠાનમાં શોધે છે. પરમતત્ત્વ વૈરાગ્ય અને સમરસ જેવા સ્વસાધન વડે પ્રાપ્ત થાય છે. તું તેને બહાર ક્યાં શોધે છે ? મારા પવિત્ર જીવનનો હું પોતે જ જ્ઞાતા છું, મારા આનંદનો હું પોતે જ ભોકતા છું. પરમાં જ્ઞાતા ભોક્તા જ તારું બંધન છે. મુક્ત એવો ગગન વિહારી વિભાવની ધરતી-વનમાં ક્યાં ભટકે છે ? વિભાવ દશાને પલટીને સ્વભાવદશામાં, સ્થિર થા, તું પરમ ઐશ્વર્યનો સ્વામી, આનંદનું ધામ છું.
સંપૂર્ણ જગતના જીવોની કર્મભૂત ભેદમય અવસ્થા વિભાવદશાનોજ ખેલ છે, તેનો જ વિસ્તાર છે. અનંત જન્મોની આ દશાનો ભોગ થયેલો છું. છતાં પરમાત્મદશા, તો શાશ્વત રહી છે. અંતરમાં સંયમની ધારાનું સાતત્ય સહજધ્યાનમાં રહેવું જોઈએ. સ્વરૂપ એક અખંડ તત્ત્વ છે. તેમાં થતાં ભાવો અનિત્ય છે, બદલાતા છે. રાગ તો રાગ છે, મોહ તો મોહ છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે તો રાગ જ વીતરાગ થઈ ગયો. મોહ મૈત્રીરૂપે થયો, જગતના ચૈતન્ય સાથે ભેદ ટળી ગયો, સર્વત્ર ચૈતન્ય જ વિલસી રહ્યું છે.
અનંત કાળથી જન્મ મરણ થવા છતાં તું અજર અને અમર રહ્યો તે જ મહા આશ્ચર્ય છે. પૂરો દેહ ચિતામાં બળી જવા છતાં તેમાં કોઈ પ્રતિભાવ ઉઠતો નથી. ચૈતન્યની હાજરીમાં તેના પર કેવો મોહ રાખી રહ્યો છે? માટે એટલું પાદ રાખો કે હું દેહાદિથી યોગોથી હું દેહ છું એ માન્યતા ચાલી આવી છે, તે એક મોટું વટવૃક્ષ બની ગયું છે. તો વિભાવ દશાએ જ દેહ, ઈન્દ્રિયો, મન, અહં, વિષય, કષાય આદિનો વિસ્તાર કર્યો છે અને અજ્ઞાન દશામાં જીવે માન્યું કે એ મારું છે, પણ જો મારા પણાનું અજ્ઞાન ટળે, તો શરીરની ક્રિયા થવા છતાં તું કર્તા નથી ભોક્તા નથી. શરીર છે, ઉપયોગ છે, ઉપભોગ નથી, કર્મક્ષેત્રને કર્તવ્યથી નિભાવો, કર્તાપણું ન કરો, તો માર્ગ સરળ છે. સહજ છે. સમતાથી કર્તાભાવ શાંત થઈ જાય છે. પછી અહં ન રહ્યો તે સ્વયં અહં બની જાય છે.
બંધનની સમસ્યા સદ્ગુરુ દ્વારા બોધની પ્રાપ્તિ થતાં ટળે છે. યદ્યપિ સદ્ગુરુની ઓળખાણનું સૌભાગ્ય બહુ વિરલ થાય છે. સદ્ગુરુ શોધમાં
૧૯૪
૧૯૫