________________
રસો વૈસઃ
નીકળેલો કંઈ વિધિ વિધાનો, મંત્ર, તંત્ર એવા અનેક વિધાનોમાં અટવાઈ જાય છે. બહારની દોડ વધે છે અને ભ્રમ પેદા થાય છે, જીવે માન્યું કે આ જ જીવનની સાર્થકતા છે. જ્યાં સ્વરૂપની વિસ્મૃતિ છે ત્યાં ધ્યાન દશા નથી. આત્માની નિરંતર સ્મૃતિ સત્યની શોધ છે. ત્યાં અનંત શાંતિ છે. તે જ સ્વ સંપત્તિનો સ્વામી છે, સ્વતંત્ર છે.
- વિવેકાનંદને મળેલું શિક્ષણ-પ્રદાન શ્રીરમણ મહર્ષિ દ્વારા થયેલું હતું તેમાં પૂરી આધ્યાત્મિકતાની પ્રણાલિ હતી. તે “વિવેકાનંદ વાણી' ના ગ્રંથથી જળવાઈ છે. તેઓ તેમાં જણાવે છે કે દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે. (ભલે સર્વ જીવો થઈ ન શકે પણ દરેકમાં આ શક્તિ છે.) પ્રત્યેક જીવ તે સ્થિતિએ પહોંચી શકવાને શક્તિમાન છે.
આજે આપણે જે સ્થિતિમાં છીએ તે માત્ર આપણે પૂર્વે જેવા હતા કે જે પ્રકારના વિચારો ભૂતકાળમાં કર્યા હતા તેનું પરિણામ છે. અને વર્તમાનમાં આપણે જે કરીએ અને જેવી રીતે વિચારીએ તેવા આપણે ભવિષ્યમાં થઈશું. પણ તેનો અર્થ એવો નથી કે આપણને (એવા મહામાનવોની) બહારની કોઈ સહાય ન મળી શકે. આત્મામાં રહેલી શકયતાઓને બહારની સહાયથી વેગ મળે છે. એ એટલે સુધી કે આ દુનિયાના મોટા ભાગના લોકોને બાહ્ય સહાયની અનિવાર્ય જરૂર છે. વેગ આપનારા મહામાનવોનો યોગ આપણી અંદરની શકયતાઓ ઉપર કામ કરે છે, જેથી માનવની શક્તિઓનો વિકાસ થાય છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. જેથી આખરે તે માનવ પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
બહારથી આવતી આ ઉત્તેજક પ્રેરણા પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી નથી. આત્મા અન્યોન્ય પાસેથી આવી પ્રેરણા મેળવે છે. (જે આત્માઓ સ્વયં પૂર્ણ પવિત્રતા પામ્યા હોય છે.) આખુંય જીવન આપણે પુસ્તકો વાંચવામાં વીતાવીએ તેથી ભલે મહાબુદ્ધિશાળી કહેવાઈએ, તો પણ અંતે ભાન થાય છે કે આપણો આધ્યાત્મિક વિકાસ થયો નથી.
આપણે ભૌતિક જગતમાં મહાન હોઈએ કે ક્ષુદ્ર હોઈએ. બંનેને પૂર્ણ થવાનો આધાર તો અનંત બ્રહ્મ (મુક્તામા-પરમતત્ત્વ) છે. તે માટે પ્રથમ પોતામાં શ્રદ્ધા રાખવી. હું તો શક્તિરૂપે મહાન અને પૂર્ણ છું, તે સગુયોગે પ્રકાશિત થાય છે. (વિવેકાનંદ વાણીમાંથી)
પૂ. આ. શ્રી યશોવિજ્યજી “રસો વૈ સઃ ગ્રંથમાં જણાવે છે કે સ્વની દુનિયાનો આંશિક અનુભવ પણ પરના રસને ઉડાડી મૂકે છે. આ ભેદજ્ઞાનને હજી ઉંડાણમાં લઈ જવું, તે અનુભવના સ્તર સુધી ભેદજ્ઞાન જવું જોઈએ. જેથી પરના સંયોગમાં સાધક જોડાતો નથી, સંયોગ તો આવવાના છે. સાધકે સ્વભણી ટકવાનું છું. એ જ ધ્યાન છે, આનંદ છે. પરનો ભોગ છૂટો પરમના ભોગનો એ આનંદ સ્થાયી છે. દેહ છે, ઈદ્રિયો છે, પણ સાધક તેનાથી પર છે.
ભક્તયોગી ઈદ્રિયોને પ્રભુમય રાખે છે. ચક્ષુ વડે પ્રભુને નીરખે છે. કાન દ્વારા પ્રભુના નામને સાંભળે છે. નાક દ્વારા પ્રભુના દેહ સુગંધનો ઓચ્છવ માણે છે. જીભ વડે પ્રભુની સ્તવના કરે છે. પ્રભુની પૂજા વડે સ્પર્શન્દ્રિય રોમાંચ અનુભવે છે. અંતમાં પ્રભુમનમાં પધારે છે. પછી મન જ મોક્ષમાં મહાલે છે, દેહ છે, ઈદ્રિયો છે, સાધક સજાગ છે, પરમાં જતાં પહેલા ભક્તિ વડે સ્વમાં પ્રવેશ કરે છે. છેવટે ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એ કે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેઠે તુમ શું મળશું, વાચકયશ કહે હેજે હળશું.
- શ્રી વાસુપૂજ્ય સ્તવન આ ભક્તિયોગ દ્વારા સ્વરૂપમાં જવાની આધાર શીલા થઈ. પ્રભુ ક્યાં દૂર છે? અરે આત્મા જ પરમાત્મા છે, તું શોધે છે? જડમાં સ્થિત થઈ શોધે પરમાત્મા નહિ પ્રગટે. પરમાત્મામાં સ્થિત રહી તેવી આચરણા કરી, આત્મ શ્રદ્ધાવાન થઈ ઉપાસના કર. સ્વરૂપનું ચિંતન, મનન કરવાથી વિરૂપ છૂટે છે.
કર્મના ઉદયે સંઘર્ષ આવે ત્યારે પણ અંતઃકરણના ભાવે જીવવું છે. સદ્ગુરુના સમર્પણ ભાવથી જીવવું છે. પછી બાહ્ય સંઘર્ષો, ઈન્દ્રિય કામનાઓ, ક્રોધાદિ કષાયોનું શમન થઈ જશે. શરીર એક સાધન છે, તે ભૂમિમાં જો પરમતત્ત્વનું ચિંતન રોપાશે તો સ્વરૂપદર્શન સહજ છે. તે માટે દેહની વિવેકપૂર્વક ભલે સંભાળ લે તેમાં સહુવિવેક રાખજે તો તું આ યોગમાર્ગનો અધિકારી છે.
૧૯૬
૧૯૭