________________
કષ્ટના અનુભવથી પુષ્ટ બનેલ સાધુ-સાધકનું જ્ઞાન નષ્ટ થતું નથી તેઓ ચલાયમાન થતા નથી. અગ્નિમાં વજ્રને કે સોનાને નાંખો તે નષ્ટ ન થાય તેમ મુનિની સાધના કષ્ટ આવતા નષ્ટ ન થાય. - સમાધિશતક. સાધનાની વાતો સાંભળી જાણી અનેક પ્રાયોગિકરૂપમાં ખેડાણ ન થયું તો ચારિત્ર સ્થિરતા નહિ આવે.
સાધકને સહજ તકલીફ આવી, રોગ કે પીડા આવી, મન એ વખતે સાધનામાં નહિ લાગે. મન પીડામાં રોકાઈ જશે, હવે શું થશે? મુનિ અભ્યસ્ત છે તો પીડામાં નહિ જોડાય. દેહથી ભિન્નતા અનુભવશે.
પરિષહ સહન એ વ્યવહાર છે, નિજગુણમાં, સમાધિમાં, સ્થિરતામાં નિશ્ચય સાધના છે. દેહ પીડાથી, તડકો, ઠંડી બધાથી અભ્યસ્ત છે. તેથી કષ્ટ વખતે સાધના ટકાવવી સરળ છે.
જીવનું લક્ષ્ય છે મોક્ષ. રાગ, દ્વેષ, અહંકાર આદિનો સંપૂર્ણ ક્ષય. સાધનાકાળે રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા છે. સાધક આગળ વધે છે. શિથિલતામાં જે રાગાદિના અંશો છે તેનો ક્ષય કરે છે.
ઉદાસીનતા છે કલ્પવેલડી. તે વેલડી પર ફળ બેઠું છે સમતાનું. એટલે સાધકની ગુણ શુદ્ધિ થાય છે. ઉદાસીનતા એટલે પરમા ન જવું. વિભાવદશાનો સંપૂર્ણ વિરામ.
રાગ દ્વેષ આદિનો ત્યાગ થયો છે. સ્વાનુભૂતિ દ્વારા પરમયોગની ભૂમિ સાંપડી છે. સંન્યાસ-ત્યાગ છે, પરમનો અનુભવ છે.
અનાદિ કાળથી જીવ પરભાવરૂપ દોષો કરતો આવ્યો છે. આ જન્મમાં દોષો ખટકે તે પ્રભુભક્તિથી મળેલી કૃપા છે. એ દોષો ખટકે એટલે જાય. માન અપમાન બધું જ સ્વીકાર, સાક્ષીભાવ.
વસ્ત્ર શરીરથી ભિન્ન છે તેટલું, શરીર આત્માથી ભિન્ન છે. વસ્ત્રો બદલો છો, શરીરે બદલાય છે, તો પછી શરીર પરમોહ કેવો ? હું આનંદધન છું. દેહાતીત છું.
જો સાધકમાં અર્પણતા નથી તો સદ્ગુરુનો બોધ-શબ્દો શું અસર કરશે ? સદ્ગુરુનું કાર્ય અર્જુનના રાધાવેધ કરતાં અઘરું છે. પૂતળીની આસ-પાસ ચાર ચક્રો હોય છે. શ્રોતાના મનના ઉંડાણને સદ્ગુરુએ
૧૯૮
ચીંધવું છે. ત્યાં શબ્દ પહોંચતા પહેલા કેટલા ચક્ર વીંધવા પડે ? જાગૃત મન, અ-જાગૃત મન, પૂર્વના સંસ્કારથી સંસ્કારિત મન આવા કેટલાય ચક્રોને સમાન્તર મન આવે ત્યારે સદ્ગુરુના શબ્દ તેજ સમયે શ્રવણ થાય કે સ્મરણ થાય તો કથંચિત મનોવેધ થાય. મનને ઓચ્છવ થાય. પણ તમે ક્યાં હતા ? મન ક્યાં હતું ?
કર્મકૃત વિષમતાને એક બાજુએ રાખવાની અને ચેતનાની નિર્મળદશાને માત્ર જોઈને દોષી આત્માને વિશુદ્ધિરૂપે જોવાનો તેની દૃષ્ટિની નિર્મળતા જ સાધકનો મોક્ષ થવા પર્યાપ્ત છે.
પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે સાધના. રાગ દ્વેષ અને અહંકારની શિથિલતાવાળું ચિત્ત તે સાધના. વૈરાગ્ય ક્ષમા અને નમ્રતાવાળું ચિત્ત તે સાધના.
પંચવિધ આચાર અનુભૂતિ પ્રત્યે વિસ્તર્યા કરે. જેમકે જ્ઞાનાચારજ્ઞાતાભાવ, દર્શનાચાર એટલે દૃષ્ટાભાવ, ચારિત્રાચાર એટલે ઉદાસીન ભાવ, સમ્યક્ તપભાવ ધ્યાન કે કાર્યોત્સર્ગની લીનતા, સમ્યગ્ વિર્યાચાર એટલે ચારે આચારનું વહેણ આત્મ શક્તિ પ્રત્યે જવું. સ્વનો આશ્રય કરવો.
પૌદ્ગલિક-જડ પદાર્થોનો સંયોગ થાય પણ રાગાદિભાવ ન થાય તે જ્ઞાતાભાવ, તે તે પદાર્થોમાં સારા ખોટાની મૂલવણી નથી.
દરેક આત્મા અનંત ગુણોથી ભરેલો છે તે જણાય છે. સ્વરૂપમાં રહેલા દોષો જણાશે, અને નિર્મલ પર્યાયને પણ જાણશે. પોતાની જ્ઞાન શક્તિ વડે આત્માને અનંતગુણો અને પર્યાયોથી યુક્ત જાણશે.
કોઈ ઘટના ઘટી રહી છે. તમને નથી રાગ કે દ્વેષ કે અહં. તમે ફકત દેષ્ટા છો. ઘટનાને જોવાનો વિશિષ્ટ દૃષ્ટિકોણ, ચોથા ગુણસ્થાને આ ક્રમ હોય છે.
પાંચમે ગુણસ્થાને કંઈક ચારિત્રાચાર આવે છે તે છટ્ટે અને સાતમે વિસ્તાર પામે છે. ઉદાસીનતાનું ઉંડાણ વૃદ્ધિ પામે છે. તપાચારપોતાના નિજગુણ ભોગ, તે ધ્યાન અને કાયોત્સર્ગમાં સાધક અનુભવે છે. બાહ્ય તપનું પરિણામ પોતાના જ ગુણોમાં સ્થાયીપણું છે, હવે બાહ્ય ક્યાં જવાનું છે ?
૧૯૯