________________
“મત % મોહ , હરિ ભજનો માન રે, નયન દિયે દરસન ને કો, શ્રવણ દિયે સુન જ્ઞાન રે, વચન દિયા હરિગુણ ગાને કો, હાથ દિયે જ દાન રે, કહત ક્બીર સુનો ભાઈ સાધો, કંચન નિપજત ખાન રે." ૭. ઉત્તમ તપ :
તપ એ કુકર્મને નષ્ટ કરવા અગ્નિનું કાર્ય કરે છે. તે તપ કેવળ ઉપવાસ વગેરેમાં સમાઈ જતું નથી. તપના અનેક પ્રકાર છે. શક્તિ સંસ્કાર અનુસાર તપ વડે જીવન ઉજ્જવળ થાય છે. જ્ઞાનયુક્ત ત્યાગ વિરાગ્ય તપ સહિત હોય તો જીવનમુક્તિ શીઘતાએ થાય છે. કેવળ લાંઘણ કરવી કે આહારાદિમાં તુચ્છતા કેળવવી, કે કાયાનું દમન કરવું તે તપ નથી. તેમાં જો જ્ઞાન અને જાગૃતિ ન હોય તો તે તપ બાળપ બને છે, જેનું પરિણામ પણ આંશિક આવે છે. યથાર્થ બોધસહિતનું તપ આત્મશક્તિને જાગૃત કરે છે.
આ તપના શાસ્ત્રકારોએ ઘણા ભેદો દર્શાવ્યા છે. સામાન્ય રીતે તપના બાર પ્રકાર છે તેમાં આહારાદિની શુદ્ધતા, સાત્વિકતા, સમતા, અલ્પતા જાળવવાં જરૂરી છે. શરીરશુદ્ધિ માટે ઉપવાસાદિ કરવા તે ખોટી શ્રદ્ધા કે લાંઘણ નથી. વળી તે દિવસે સત્સંગ, એકાંતનું સેવન કરવાથી આત્મ-અવલોકનને અવકાશ રહે છે.
દોષોનું પ્રાયશ્ચિત, ગુરુજનો પ્રત્યે વિનય, સ્વાધ્યાય, ધ્યાન વગેરે તપના પ્રકાર છે. જે કરવાથી આત્મા શુદ્ધ થાય, રાગાદિ ઘટે, ક્લેશની મંદતા થાય તે વ્રત છે, તે તપ છે. ૦ હિતશિક્ષા :
કોઈને એમ લાગતું હોય છે કે તપ દમન છે, દમન કરવાથી વૃત્તિઓ દબાય છે, ને પછી ઊછળે છે. દમન એટલે મનને સંયમમાં રાખવું. વાહનને બ્રેક વડે કાબૂમાં રખાય છે તેમ તપ વડે મનના સ્વચ્છંદ એવા બહિર્ભાવને કાબૂમાં રાખી શકાય છે.
નાનું બાળક સળગતી સગડીમાં હાથ નાંખે તો તેને રોકવો પડે છે. અથવા તે એકવાર દાઝે પછી તેમાં હાથ નાંખતો નથી તેમ અબોધ એવા બાળજીવને ભોગો અને વિષયોથી રોકવા, પાછો વાળવા તપ
એક ઉત્તમ સાધન છે. જો એકવાર તે વિષયોથી દાઝે તો તે પ્રત્યેથી જાતે જ દૂર રહે છે. માટે તપ નામથી દૂર ભાગવાને બદલે તપના ઘણા પ્રકાર પૈકી કોઈ પ્રકારનું સેવન કરીને તપ વડે ભવરૂપી ભયનું નિકંદન કરવા યથાશક્તિ આરાધન કરવું. ૮. ઉત્તમ ત્યાગ :
ભૌતિક સુખ પાછળ દોડતા જગતના માનવીને ત્યાગ શબ્દથી સૂગ ચડે છે, અને કહેવાતા કે માન્યતા પામેલા ધર્મીજનો આગળના બારણેથી કંઈક ધર્મક્રિયાઓ કરે છે ખરા, પણ પુરુષાર્થની ઓછપને કારણે કેટલીક વાસનાઓ, વીડીયો જેવાં સાધનોની સ્પૃહા, પાછળના બારણેથી પ્રવેશ કરે છે. જીવ ધર્મ કરે છે તેવું જાણે છે છતાં તે ધર્મને પામતો નથી અને ભ્રમને સેવે છે.
ત્યાગના મહિમાને અનેક સંતો અને ભક્તોએ ગાયો છે, પ્રરૂપ્યો છે, આચર્યો છે અને અનુભવ્યો છે.
તે શા માટે ?
નીતિકારોએ કહ્યું કે આ સચરાચર સૃષ્ટિમાં સૌ સુખની આશાએ જીવે છે. ચેતનતત્ત્વ પરમ તત્ત્વ છે. તે પ્રભુમય છે. એવા જગતમાં જીવોને જો કાંઈ જીવનનિર્વાહ અર્થે ભોગવવું પડે તો પણ તે ત્યાગીને કે પ્રભુને અર્પણ કરીને ભોગવે. જેથી ભોગો તેને ભોગવીને જગતમાં દીનહીન કરી ન શકે. અતિ ભોગ પ્રાપ્ત કરવામાં કોઈનું પડાવી લેવાનું કે ચૌર્યનું કુશીલ સેવાઈ જ જાય છે. તેથી ત્યાગભાવને સેવવો.
આત્મજ્ઞાનની અને નિરાબાધ નિજ સુખની પ્રાપ્તિનો માર્ગ ત્યાગ, વિરાગ વગર પ્રાપ્ત થવો સંભવ નથી. ભોગો એ સંસારનો કાદવ છે. કાદવને ફેંદવાથી કમળનું રહસ્ય સમજાતું નથી. પરંતુ કમળના અલિપ્ત પણાને નિહાળીએ તો તેનું રહસ્ય હાથ આવે છે. ત્યાગ કરીને પણ જો જીવ વિચારે કે મેં કેવો ત્યાગ કર્યો, લોકો મારા ત્યાગની કેવી પ્રશંસા કરે છે, અને તેમાં જો ત્યાગી મધુરપ અનુભવે છે, તો ત્યાગનાં મૂલ્યને તુચ્છ કરી ભ્રમિત થઈને ભટકે છે.
ધનીએ ધનનો, માનીએ માનનો, જ્ઞાનીએ ગર્વનો એમ જ્યાં જ્યાં ત્યાગ કરવા જેવો છે તેનો વારંવાર વિચાર કરવો; અને ચેતન