________________
કે અચેતન દરેક પદાર્થ પ્રત્યેથી આસક્તિ મંદ કરવી; જે મળે તેમાં સંતોષ અને સુખ માનવાં. તું સુખી છો તેમ માની અન્યના સુખનો વિચાર કરી પ્રસન્ન રહેવું.
૭ હિતશિક્ષા :
“જે શલ્ય વિનાનો હોય તે વ્રતી સંભવે.
“અહિંસા, સત્ય આદિ વ્રતો લેવા માત્રથી કોઈ ખરો વ્રતી નથી બની શકતો, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત છે જે અહીં બતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યનો ત્યાગ કરવો. શલ્ય ટૂંકામાં ત્રણ છે. ૧. દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભોગોની લાલસા. ૩. સત્ય ઉપર શ્રદ્ધા ન ચોંટવી અથવા અસત્યનો આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કોતરી ખાય છે અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી. તેથી શલ્યવાળો આત્મા કોઈ કારણસર વ્રત લઈ પણ લે, છતાં તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જેમ શરીરના કોઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીક્ષ્ણ વસ્તુ ભોંકાઈ હોય તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કોઈ પણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉકત માનસિક દોષો પણ તેવા જ વ્યગ્રતાકારી હોવાથી, તેમનો ત્યાગ વ્રતી બનવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યો છે.’
(ભગવાન ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થસૂત્ર માંથી અનુવાદક પંડિત શ્રી સુખલાલજી.)
૯. ઉત્તમ આકિંચન્ય :
સાધક જ્યારે આ ધર્મોનું ઉત્તમ પ્રકારે આરાધન કરે છે ત્યારે તે સહજ ભાવે સાધુતામાં પ્રવેશ કરે છે. એટલે આરંભ પરિગ્રહની કે કોઈ પદાર્થો મેળવવાની મમતા એને છૂટી જાય છે. અંતરંગ સમૃદ્ધિમાં કે આત્માના ઐશ્વર્યમાં લીન રહેવાથી અપરિગ્રહ તે તેનો સહેજે ધર્મ થઈ પડે છે.
૭ દૃષ્ટાંત :
એક અધ્યાત્મપ્રેમી યુગલ હતું. અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ
૪
અને અપરિગ્રહના આચારયુક્ત તેમનું જીવન હતું. પતિ અને પત્ની બન્ને એક બીજાને ભગત નામથી સંબોધન કરતાં. સાદું-સંયમી જીવન, કાલ માટેનો કોઈ પરિગ્રહ નહિ, આજની ક્ષણમાં જીવવું તે તેમના જીવનનું રહસ્ય હતું.
એકવાર તે બન્ને અન્યત્ર ગામે સત્સંગકથા માટે જતાં હતાં.
પતિ આગળ અને પત્ની પાછળ ચાલતાં હતાં. માર્ગમાં પતિએ જોયું કે એક સોનાનો હાર પડયો છે. તેણે વાંકા વળીને તેના પર ધૂળ નાંખી દીધી. તેના મનમાં કે સ્ત્રીને હારમાં વૃત્તિ થાય તે સ્વાભાવિક છે. વળી તેમની સ્ત્રીએ ઘરમાં આવીને એક વાલ સોનું પણ જોયું ન હતું. આથી તેમને શંકા ગઈ કે જો પત્નીની નજરે હાર પડશે તો તેને કદાચ લોભ થશે આથી તેમણે તેના પર ધૂળ નાંખી. પાછળ આવતી પત્નીએ આ જોયું. તેણે પૂછયું ભગત પગે કંઈ અસુખ છે ? વાંકાં કેમ વળ્યા ? પતિ પ્રથમ તો સંકોચ પામ્યા. પછી જે હકીકત હતી તે જણાવી. પત્ની કહે અરે ! ભગત તમે ધૂળ પર ધૂળ ઢાંકી. સોનું ધૂળની જાતિનું છે ને ! આવું છે આર્કિચન્યનું માહાત્મ્ય અને બળ. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય :
આત્મશુદ્ધિ કે વિકાસની ચરમ સીમાએ પહોંચવા માટે બ્રહ્મચર્ય તે ઉત્તમ વ્રત છે. પાંચે ઈંદ્રિયોના વિષયોના સંયમ, મનનો સંયમ અને આત્મભાવમાં લીનતા તે બ્રહ્મચર્ય છે. સ્ત્રી-પુરુષના અન્યોન્ય સંગનો ત્યાગ તે તેનો એક ભાગ છે, નિયમરૂપ છે. આ વ્રતને કઠિન વ્રત કહેવામાં આવ્યું છે. કામને જીતવો દુષ્કર મનાયો છે. કોઈ પ્રકારનો અસંયમ તે કામને ઉત્તેજે છે.
જીવમાત્રે અનંતકાળ દેહાધ્યાસમાં જ ગાળ્યો છે. આવી વૃત્તિઓ જન્મ સાથે રહે છે અને મૃત્યુ થયે સૂક્ષ્મદેહે સાથે આવે છે. તેને કુદરતી વૃત્તિ ગણી પોષવાથી કયારેય બ્રહ્મ પ્રત્યે જવાતું નથી. પણ તે વૃત્તિનું શમન થાય તેવા પ્રયોગો કરવાથી તે સહજપણે શાંત થાય છે. તે માટે સાદો આહાર લેવો. દૃષ્ટિ કે મનના વિકાર થાય તેવા દૃશ્યોથી દૂર રહેવું, તેવા સંજોગોથી દૂર રહેવું અને સત્સંગ-ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરવું.
૮૫