________________
ચેતનાની ભીતરમાં ખંડ-ર
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં; રસ રહી જતો તેમાં તે ટળે પેખતાં પરમ.”
- શ્રી ગીતાજી. અંતર્મુખ વૃત્તિ થતાં વિકારોનું જોર ઘટે છે અને પરમતત્ત્વની શ્રદ્ધા વડે, તેની લીનતા વડે વિકારો પોતે જ દૂર રહે છે અને આત્મશક્તિનું રક્ષણ થાય છે.
આ કાળના વિનોબાજી જેવા સંતોએ આજીવન બ્રહ્મવ્રતમાં લીન રહી આપણને આ પાઠ શીખવ્યા છે. બાપુજીએ દેશના ભગીરથ કામને પાર પાડવા આત્મશક્તિના રક્ષણ માટે તથા પવિત્ર જીવન માટે પ્રથમ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો હતો. જેને આ વ્રતમાં શ્રદ્ધા નથી તેને આત્મશ્રદ્ધા હોઈ શકતી નથી. ગૃહસ્થ જીવનમાં પૂર્ણ બ્રહ્મવ્રત સ્વાભાવિક નથી, પરંતુ મર્યાદા, નિયમ તથા સ્વપત્નીમાં સંતોષ જેવા આચારો પણ અનુક્રમે આ વ્રત પ્રત્યે પ્રેરણાદાયી બને છે. બ્રહ્મચર્યનો ગૂઢાર્થ છે આત્મભાવમાં રમણ કરવું. ઈદ્રિયો અને મનનું વારણ કરી તેને પ્રભુના ચરણમાં સમર્પ લેવાં. અર્થાત્ મહાન ચૈતન્ય એવા મહાપ્રભુને ચરણે તેમનું સ્થાપન કરવું, જેથી અબ્રહ્મ ફરકી શકતું નથી. તે માટે સાચી દૃષ્ટિ, નિષ્ઠા અને શુદ્ધતાની આવશ્યકતા છે. સર્વ ઈદ્રિયો પર જીત અને મનનું નિર્વિકારીપણું તે સાચું બ્રહ્મચર્ય છે. પંચેન્દ્રિયના વિષયો અનેક છે, તેમાં રતિ ન કરવી તે બ્રહ્માચરણ છે. • હિતશિક્ષા :
તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજું કંઈ ઈચ્છતો નથી; અને જો ઈચ્છે છે તો અન્ય જીવોનું પણ સાચું સુખ જ ઈચ્છે છે. આવો આત્માનો આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે. તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષો પાસેથી સત્ય તત્ત્વનો બોધ પામવો તે છે, અને પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે પોતાના જીવનને એક નવીન, દિવ્ય, સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થમય રહેવું તે છે. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવું તે આ જગતનું સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે તેમ કરી શકનાર પુરુષ સર્વોત્તમ પદને પામે છે. જીવનમુક્ત થઈ, પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે.
કર્મસત્તા કર્મસત્તા એ વિશ્વનું ગૂઢ રહસ્ય છે. પ્રગટ રીતે જોઈએ તો પ્રાણીમાત્ર સુખની અપેક્ષાવાળા છતાં મહદ્અંશે દુઃખમાં જ જીવે છે. ધનિક હો કે રાંક હો એકને વસ્તુનો સભાવ છે છતાં તનાવ અને દુઃખથી ઘેરાયેલો છે બીજાને વસ્તુનો અભાવ છે તે મેળવવા માટે દુઃખી છે. આવા બંને તંદ્રથી જે મુક્ત છે તે સુખી છે તે આપણે ધર્મસત્તાના સંદર્ભમાં જોયું.
કર્મસત્તા જૈનદર્શનના જ્ઞાતાઓના નિરૂપણથી તેનું ઉંડુ રહસ્ય જાણવા મળે છે. આ વિશ્વમાં ઘણા પદાર્થો દષ્ટિગોચર નથી છતાં છે તેનો સ્વીકાર કરવો પડે છે. બીજમાં વડનું વૃક્ષ દેખાતું નથી છતાં યોગ્ય સંવર્ધનથી બીજમાંથી વટવૃક્ષ પેદા થાય છે.
કર્મએ વિશ્વવ્યાપી સૂમ પદાર્થ છે, જેને જૈન પરિભાષામાં કાર્મણવર્ગણા કે કર્મયજ કહેવામાં આવે છે. ધર્મસત્તા એ જીવનું ચેતન તત્ત્વ છે. કર્મસત્તા જડ-અચેતન છે. કર્મવર્ગણા સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિ ગોચર નથી. પરંતુ અનુભવથી જણાય છે.
વિશ્વમાં ઘણી અજાયબીમાં આ એક અજાયબી છે કે ચેતન એટલે જીવ-આત્મા. આત્મા મૂળ સ્વરૂપે રાગાદિ કષાય, આહારાદિ સંજ્ઞા, વિષયાદિ આસક્તિ જેવા તુચ્છ પરિબળોથી રહિત છે, તે સ્વગુણ, જ્ઞાનાદિથી જ્યાં સુધી પોતાના પ્રદેશમાં રહે છે, શુદ્ધભાવે રહે છે ત્યાં સુધી સ્વયં પરમતત્ત્વરૂપે છે.
પરંતુ એ જ આત્મા જીવ રાગાદિ ઠંદ્રમાં, વિષયની આસક્તિમાં, ભૌતિક કે પૌલિક પદાર્થોમાં સુખની અપેક્ષા એ કેવળ બાહ્યસ્વરૂપે જીવે છે ત્યારે પેલી કર્મવર્ગણાની જાળમાં ફસાય છે. જો કે જીવ સત્કાર્ય દ્વારા, ધર્મ દ્વારા શુભભાવમાં રહે છે તો શુભભાવ વડે ભૌતિક સુખનો કર્તા બને છે. અને જો રાગાદિભાવો વડે, વાસનાઓ વડે અશુભભાવ કરે છે ત્યારે પાપનો કર્તા બની દુઃખ ભોગવે છે.