________________
થાય છે કે મારું શરીર તો પગ મૂકતાં ધરણી ધ્રુજે એવું છે. મને નખમાં રોગ નથી. આ પરિણામો એ કર્મચેતના છે.
જે ચક્ષુ વડે તું વન-ઉપવન જુએ છે. તે જીવોનાં દુઃખો તું જાણતો નથી. વળી તેમાં ઊપજવા છતાં તે દુઃખો વિસ્મૃત થઈ જવાથી સુંદર વન ઉપવન ફળ-ફૂલ જોઈ રાજી થાય છે. પણ આજે ખીલેલા ફળફૂલ કાલે તો કરમાઈ જવાનાં છે. તેમ તું પણ આ દૃશ્ય જગત છોડી ચાલ્યો જવાનો છે. આમ જગતના સકલ પદાર્થો ક્ષણે ક્ષણે પરિવર્તન પામી રહ્યા છે. અને જીવ તે સર્વને જોઈને રાજી થાય છે.
શાશ્વત સુખનો અભિલાષી સર્વ પદાર્થોને તત્ત્વદૃષ્ટિથી જુએ છે. ગૃહસ્થ હોય તો પોતાની સ્ત્રીમાં સંતોષ માને છે. અન્ય પ્રત્યે પોતાની દૃષ્ટિને નિર્મળ રાખે છે. આહારાદિના પદાર્થોમાં તત્ત્વદેષ્ટિ રાખી સમ્યગુ, ઉપયોગ કરે છે. વન-ઉપવનમાં જાય ત્યાં સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખી તેનો ઉપભોગ કરવા લોભાતો નથી. આવી તત્ત્વદૃષ્ટિ તે આત્મચેતના છે. વળી, આ ચર્મચક્ષુ વડે વીતરાગદેવનાં દર્શનથી તેનું હૈયું પણ ભીંજાય છે અને અંતરદૃષ્ટિ ખૂલે છે. એ જ તત્ત્વદૃષ્ટિ છે.
આત્માની ચેતના ઈદ્રિયો અને મન દ્વારા વ્યકત થાય છે. તે ચેતના પર્યાયરૂપે વહે છે. પર્યાય એ પરિણામ છે. આ પર્યાય જો અંતર્મુખ થઈ સ્વરૂપને જાણે તો આત્મા શુદ્ધ થતો જાય છે અને પર્યાય વિષયરસમાં પ્રવૃત્ત થાય છે ત્યારે મલિનતા ઉત્પન્ન થાય છે, તે કર્મચેતના છે. • શ્રવણેદ્રિયમાં વિવશતા :
હવે પાંચમી ઈદ્રિય શ્રવણ વિષે વિચારીશું. મોક્ષનો અભિલાષી આત્મા અક્ષય સુખની પ્રાપ્તિ માટે ધર્મનાં સાધનો સેવે છે.
જીવને જો શ્રવણ દ્વારા સબોધ પ્રાપ્ત થયો ન હોય અને આ ઈદ્રિયોનો ઉપયોગ કેવળ કર્ણપ્રિય વાદ્યો કે ગાયનો સાંભળવામાં, વિકથા સાંભળવામાં, પ્રશંસા સુણવામાં વગેરે પ્રકારે કર્યો હોય તો તે જીવ તેવા પ્રકારના વિષયો પાછળ આસક્ત બની તેમાં સુખની કલ્પના કરે છે તે કર્મચેતના છે. કર્મચેતનાને આધીન સુખની કલ્પના કરવાથી
અક્ષય સુખની પ્રાપ્તિ થતી નથી. તે સુખ માંગવામાત્રથી મળતું નથી. પરંતુ સમ્યગુદર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના વડે જ પ્રાપ્ત થાય છે. સાધક શ્રવણનો ઉપયોગ કથા-કીર્તનના શ્રવણમાં કે ધર્મકથામાં કરે છે. માનવાચક કે અપમાનવાચક શબ્દોનો સ્પર્શ થાય તો ય ઉપયોગની જાગૃતિ વડે, ચેતનાની સક્રિયતા વડે સુખી કે દુઃખી થતો નથી. તે આત્મચેતના છે.
આમ પાંચે ઈદ્રિયોના વિષયરૂપ ચેતનાનું સ્વરૂપ જાણવાથી ખ્યાલ આવશે કે કોઈપણ વિષયનું આકર્ષણ થયું તે ભાવકર્મ અર્થાત્ રાગમોહ છે. તે તે પદાર્થો મેળવવાની વૃત્તિ થઈ તે ભાવકર્મ છે. તે પદાર્થો મળતાં જીવને સુખની લાગણી થવી તે, અને ન મળતાં દુઃખની લાગણી થવી તે કર્મચેતના છે.
જેમ જેમ વિષયોની પ્રાપ્તિ વધુ, સંજ્ઞાબળ વધુ, આશા,-અપેક્ષા વધુ, તૃષ્ણા વધુ તેમ તેમ આત્મવિસ્મરણ વધુ થતું રહે છે અને કર્મચેતના પોતાનું રાજ્ય ફેલાવી દે છે. જીવ કર્મસંજ્ઞા વડે અને લોકસંજ્ઞા વડે જીવનરથને ચલાવે છે, વીજળીથી ચાલતા પંખાના જેવી તેની દશા છે. બટન ચાલુ કરીને પંખો ફરે તેમ જીવ કર્મસંજ્ઞા અને લોકસંજ્ઞાના બટન વડે પરિણામોને ભમાવે છે. એ પરિણામો તે કર્મચેતના છે. • હિતશિક્ષા:
જીવનનો ભૂતકાળ તે તો સ્મશાનમાં રાખ રૂપે થયો છે. ભાવિ કલ્પના હવાઈ કિલ્લા કે શેખચલ્લીના તરંગ જેવી છે. એક વર્તમાનનો સમય જ જીવનને નિશ્ચિત રૂપ આપી શકે છે. પણ મોહ, અજ્ઞાન, અનાદિનો સંસ્કાર, જીવને ભૂતકાળમાં ખેંચી જાય છે.
હું યુવાનીમાં દુનિયા ડોલાવતો હતો, મારા સ્ત્રી-પુત્રાદિનાં સુખ માટે શું શું કર્યું ? મેં બાગ-બગીચા જોયા, દેશવિદેશ ફર્યો, કેટલીયે વાર કેટલાય પદાર્થો આરોગ્યા, સૂંધ્યા, કર્ણપ્રિય ગીત-વાજિંત્રોનું શ્રવણ કર્યું. આમ જીવ ભૂતકાળમાં સેવેલા પંચેન્દ્રિયના વિષયોને વાગોળીને રાજી થાય છે, અને ભવિષ્યમાં તે તે પદાર્થો મળે તો સુખ ઊપજે તેવી કલ્પનામાં વર્તમાનનો સમય વહ્યો જાય છે. વર્તમાનના સમયનો જે આ જ ઉપયોગ
૧૨૮
૧૨૯