________________
૪. ઈંદ્રિયવશ કર્મચેતનાનું સ્વરૂપ
૦ ઇંદ્રિયવિષયવશ કર્મચેતના :
ઈદ્રિયોના પાંચ પ્રકાર છે. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ. આ પાંચે ઈદ્રિયોના વિવિધ વિષયો અને પ્રકારો છે. ૧. સ્પર્શ : સુંવાળો-ખરબચડો, ઠંડો-ગરમ, હલકો-ભારે, ચીકણો
લૂખો મુખ્ય આઠ પ્રકાર છે. ૨. રસ : કડવો, તીખો, તૂરો, ખારો, મધુર મુખ્ય પાંચ પ્રકાર છે. ૩. ઘાણ : સુગંધ, દુર્ગધ મુખ્ય બે પ્રકાર છે. ૪. ચક્ષુ : કાળો, લીલો, પીળો, સફેદ, લાલ મુખ્ય પાંચ પ્રકાર
૫. શ્રવણ : દુઃસ્વર અને સુસ્વર મુખ્ય બે પ્રકાર છે.
આ સર્વ વિષયોનો સ્વામી મન છે. મનને વશ વિષયો અને વિષયોને વશ મન એમ પરસ્પર બંને સંલગ્ન છે. બંનેની નાગચૂડમાં ચેતના ફસાયેલી છે. તેમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય તે આત્મજ્ઞાન, સંયમ કે સત્શાસ્ત્રબોધ છે અને તેની સવિશેષ શક્તિ માનવ દેહમાં છે. મન, ઈદ્રિયો કેવળ શરૂપે નથી. આસક્તિ તે વિપરીતપણું છે અને સ્વસમ્મુખતા તે સ્વબોધ છે. તે એક સિક્કાની બે બાજુ છે.
હાથી સ્પર્શ-કામ સુખની અભિલાષાથી ફસાય છે અને મૃત્યુને નોતરે છે.
માછલી આંકડામાં ભરવેલા ખાદ્ય પદાર્થને મેળવવા આંકડા કે જાળમાં ફસાઈને મૃત્યુને શરણ થાય છે.
ભ્રમર પરાગની ગંધથી લલચાઈને તેના પર બેઠો જ રહે છે અને કમળ બિડાતા મૃત્યુ ખડું થાય છે તો ય તે વિષયને છોડી શકતો નથી.
પતંગિયું દિવાની જ્યોતમાં લપટાઈને મૃત્યુ પામે છે.
હરણ શિકારીના વાદ્યના સૂરીલા અવાજના શ્રવણના લોભનો ભોગ બનીને મૃત્યુને પામે છે.
૧૨૦
• માનવીની ભૌતિક સુખની દોડ :
આ જીવો એક જ ઈદ્રિયના વિષયોની આસક્તિમાં મૃત્યુને વશ થાય છે. માનવ બુદ્ધિશાળી પ્રાણી છે. વળી, સંજ્ઞાબળ, મનની અભિલાષા, વિષયાસક્તિ વિશેષ હોય છે. ત્યારે પાંચે ઈદ્રિયોના ભોગને એક સાથે ભોગવવા ઈચ્છે છે તેની શું દશા થશે ?
આજની આધુનિક સામગ્રી ધરાવતા માનવે ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકી છે અને પાંચ વિષયમાં લુબ્ધ બની જીવનને જ હોડમાં મૂકી દીધું છે. ઉદાહરણથી વિચારીએ કે એક ગૃહસ્થ તેના ટેબલ પર ડનલોપપીલોની ખુરશી પર જમવા બેઠો છે. ખુરશીનો સુંવાળો સ્પર્શ તેને સુખ આપે છે. પછી થાળીમાં વિવિધ રસયુક્ત પદાર્થો મુખમાં મૂકી સ્વાદને માણે છે. તેમાં તો વળી એક સાથે રસના સ્પર્શને વિવિધતા અને પદાર્થોની તીવ્ર ગંધને માણે છે. સામે સ્વપત્નીને નિહાળે છે. વળી ટી.વી. જેવા સાધનોમાં ચક્ષુઈદ્રિયનું સુખ માણે છે, અને તેમાં ગવાતા ગાયિકાના ગીતોને સાંભળીને ખુશ થાય છે. એને એમ થતું હશે કે કદાચ છઠ્ઠી ઈદ્રિય હોત તો કેવું સુખ મેળવી શકાત? આમ સાધનો અને તેમાં રમમાણ રહેવાની વૃત્તિમાં માનવજીવનની ઉત્તમ વસ્તુઓ જ્ઞાનાદિને વિસ્તૃત કરે છે, છતાં તે તેમ માને છે કે તે સુખ ભોગવી રહ્યો છે.
અશુભ વિલાસોને વાણી વિલાસો,
કાયાક્રૂડ ક્રનાર, ઇંદ્રિયોની પ્રભુ વાસના ભૂંડી,
લપટાયો તારણહાર. જ્ઞાનીના આવા વચનોનો મર્મ તેમની નિશ્રા અને સેવા વડે જ પ્રાપ્ય છે. તે સિવાય કર્મરૂપ ચેતના જીવને કેવા પ્રકારે વિવશ કરે છે તે જોઈએ. તે વિવશતા ન હોય તો ઈદ્રિયોની એક એવી ગતિ છે કે જે આત્મશક્તિને અનુસરે છે. એટલે દોષ ઈદ્રિયોનો નથી પણ આસક્તિનો છે.
સ્પર્શેન્દ્રિયની વિવશતા : સંસારી જીવ તો વિષયોને વશ છે. પણ સાધકને, મુમુક્ષુને કે
૧૨ ૧