________________
યથાપદવી ભૂમિકાએ આ કષાયોની મંદતા થાય છે. જેમ કે શ્રાવક સમક્તિ પામે ત્યારે પ્રથમની તીવ્ર માત્રા ઘટે છે. મુનિને ચોથા પ્રકારનો અતિમંદ કષાય દસમા ગુણસ્થાનકના અંત સુધી પ્રાઃયે હોય છે.
આ ઉપરાંત આ ચાર કષાયના પૂરક બીજા નવ કષાય છે તે હાસ્ય, રતિ-રાગ, અરતિ-દ્વેષ, ભય, શોક, ઘૃણા, સ્ત્રીકામવૃત્તિ, પુરુષકામવૃત્તિ, નપુંસકને બંને પ્રકારની કામવૃત્તિ હોય છે. જેની વિગત અગાઉ પ્રસ્તુત થઈ છે. આ કષાયો વડે કર્મબંધનની પ્રબળતા થાય
છે. કર્મ નિકાચિત બંધાય છે. તેનો વિસ્તાર અગાઉ વર્ણવ્યો છે. (૫) યોગરૂપી કર્મચેતના :
યોગ એટલે મન, વચન, કાયાની શક્તિ-પ્રવૃત્તિ. આ યોગના શુભ-અશુભ બે વ્યાપાર છે. મન જ્યારે બાહ્ય વિષયોમાં તૃષ્ણામય
થઈને માઠાં પરિણામો કર્યા કરે છે ત્યારે તેમાં ચંચળતા વધી જાય છે. વચન વડે મિથ્યા પ્રલાપ કરે, અસત્ય વાણી ઉચ્ચારે, ઉગ્રતા પ્રગટ કરે, કે તેનો પરમાર્થમાં ઉપયોગ ન કરે ત્યારે તેમાં ચંચળતા હોય છે. શરીર વડે નિરર્થક હલનચલન કરે, તેની સ્થિરતા કે સાત્વિક્તા ન કેળવે, દેહબુદ્ધિ રાખે કે દેહનું મમત્વ રાખે ત્યારે ચંચળતા હોય છે. આમ ત્રણે યોગની ચંચળતા થતાં આત્મપ્રદેશોમાં કંપન થાય છે અને તે કંપન થતાં જ કર્મ૨જો તેની પ્રકૃતિ પ્રમાણે આત્મપ્રદેશોના સંયોગમાં આવી એક આવરણ ઊભું કરે છે, અને પ્રકૃતિ તથા પ્રદેશબંધ ઉત્પન્ન કરે છે. તેમાં કષાયની મહોર વાગે છે ત્યારે તે કર્મબંધ રસ અને સ્થિતિવાળા થાય છે. જ્ઞાન વડે મનનો સંયમ થાય છે, મૌન વડે વાણીનો સંયમ થાય છે. તપાદિ વડે શરીરનો સંયમ થાય છે, આમ થવાથી ચંચળતા શમે છે.
મન, વચન, કાયાની સાથે ઉપયોગનું જોડાવું તે શક્તિને યોગ કહે છે. તેના નિમિત્તથી આત્મપ્રદેશો પરિસ્પંદિત થાય છે. તે સમયે ઉપયોગમાં જે ભાવો-ઉત્પન્ન થાય તે પ્રમાણે કર્મરજો સંયોગમાં આવી જીવના પરિણામો કષાયો કે શુભાશુભ ભાવ પ્રમાણે પરિણમે છે, એ પ્રકારે કર્મબંધન થાય છે.
૧૬૨
♦ પુણ્યોદયનું કલોરોફોર્મ :
દુઃખ અને પાપથી ખદબદતા સંસારથી વૈરાગ્ય કેમ પેદા નથી થતો કારણ કે આપણે બધાએ પુણ્યોદય નામનું કલોરોફોર્મ સૂંઘી લીધું છે. અને ભાન ગુમાવી દીધું છે.
એટલે આપણે એમ જ માનીએ છીએ કે આવું સુખ કાયમ રહેવાનું છે અને આખા જગતમાં કયાંય દુઃખ હસ્તી ધરાવતું નથી. પુણ્યને ભોગવી નાંખવું એ જુદી વાત છે પણ પુણ્યનો નશો ચડી જવો એ તો ખૂબ જ ભયંકર વાત છે.
અરે ! જે આત્માઓને પુણ્યનો ઉદયકાળ હોતો નથી તે દુઃખી આત્માઓ સંસારથી વિરક્ત થઈ શકતા નથી કેમ કે તેને આવતી
કાલના પુણ્યોદયની બહુ મોટી આશા હોય છે. તેઓ ઝાંઝવાનાં જળ જેવા પુણ્યોદય પાછળ ખુવાર થાય છે, પણ આ દુઃખી સંસાર છોડવા કદાપિ તૈયાર નથી. જ્ઞાની જ ક્ષણની રાહ જોયા વગર પુણ્યને પડકાર આપી શાશ્વત સુખને પંથે પડે છે. પાપોદયમાં જીવનો એવો પરમાર્થ પુરુષાર્થ જ ઉપડતો નથી.
♦ હિતશિક્ષા :
મિથ્યામતિવશ જીવ બહારના પથારામાં ખોવાઈ જાય છે, લૂંટાઈ જાય છે. ચેતનાની ધારા ખંડ-ખંડ થઈ જાય છે. આયુષ્ય ઘટતું જાય, પણ મોહ-પાપ બુદ્ધિ ઘટતી નથી. વાસ્તવિક રીતે બાહ્ય સાધનો તેને બાધક નથી, પરંતુ અંતરની વાસનાઓ, આશાઓ વિપરીતપણું તેને બાધક છે. જીવ સાવધાન થાય, સંયમને આચરે, જ્ઞાન પામે તો બાહ્ય નિમિત્તો દૂર થઈ જાય છે.
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે; ઔષધિવિષે કરું યત્ન પણ, ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. ૧૬ - શ્રી રત્નાકરપચ્ચીસી ‘જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે. અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં પણ જ્યાં
૧૬૩