________________
૮. આવરણયુક્ત કર્મચેતના
જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે; તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !”
- શ્રીમદ્ રામચંદ્ર દેહ બુદ્ધિ જન આત્મને, કરે દેહ સંયુક્ત, આત્મ બુદ્ધિ જન આત્મને, તનથી કરે વિમુક્ત. ૧૩
દેહે આત્મબુદ્ધિથી, સુત દ્વારા કલ્પાય તે સૌ નિજ સંપત્તિ ગણી, હા આ જગત હણાય.” ૧૪
- શ્રી પૂજ્યપાદ સ્વામીકૃત “સમાધિતંત્ર.” ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા ઝાકળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમય ગોયમ મા પમાએ.’ એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યતા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.
• આવરણ શું છે ?
આવરણ એટલે અંતરાય. બાધા, અવરોધ અથવા શક્તિને ઢાંકનાર તત્ત્વો તે આવરણ છે. ફાનસની જ્યોતિ અંદરમાં પ્રગટેલી છે પણ ગોળા પર અભ્યાધિક મેશ લાગવાથી જેમ જ્યોતનો પ્રકાશ પ્રગટ થતો નથી અથવા તે ફાનસમાં જ્યોત હોવા છતાં અન્ય વસ્તુને પ્રગટપણે જોઈ શકાતી નથી તેમ, આત્મ જયોતની આડે અનેક પ્રકારના અહમ્, મોહ, અજ્ઞાન, અબોધતા વગેરે અસ્વાભાવિક આવરણો હોવાથી આત્મશક્તિ પ્રગટ થતી નથી. આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાતાદેષ્ટારૂપ છે. આત્મશક્તિ તે ચેતના છે. તેના જ્ઞાન દર્શનરૂપ બે ઉપયોગ છે, તે જાણવા અને જોવાનું કાર્ય કરે છે. આ ઉપયોગમાં અહંકાર કે રાગાદિની જેટલી મલિનતા તેટલું આવરણ હોય છે. કર્મના સંયોગમાં ચેતના ઉપર મલિનતા આવે છે. આવરણયુકત ચેતના તે કર્મચેતના છે, કર્મચેતનાયુક્ત ઉપયોગથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાતું નથી, તે વિપર્યાસ છે, વિપરીત બુદ્ધિ વડે મિથ્યાભાસ ઊભો થાય છે.
માનવજીવનમાં વ્યાવહારિક-સ્કૂલ જીવનની ઉપરની ભૂમિકાનું એક વિચારશક્તિવાળું ચેતનાનું ક્ષેત્ર છે. અભ્યાસ, અભિરુચિ અને શુદ્ધિ વડે તે ક્ષેત્ર વિકાસ પામે છે. તે વિકાસક્રમ વ્યવહારથી દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ આરાધનાનો છે. અર્થાત શ્રદ્ધા, બોધ અને આચરણરૂપ છે. નિશ્ચયથી તે ત્રણેનું અભેદરૂ૫ આત્માકાર સ્વરૂપ છે. રત્નત્રયની અભેદતા છે.
વર્તમાન અશુદ્ધ દશામાં રહેલા જીવને આવરણયુક્ત થવા માટે આવરણના વિવિધ પાસા સમજવા પડશે. વર્તમાનમાં જીવની દશામાં મલિનતા, સુખ-દુઃખની લાગણીઓ, આશાઓ, તૃષ્ણાઓ, રાગાદિભાવો, માન, મહત્તા વગેરે વિવિધ ભાવો ઊપજવાનું કારણ શું છે ? તે સમજવું જરૂરી છે. જીવનનું ધ્યેય શું છે ? વગેરે તથ્યોને વિચારવા ને સમજવા અનિવાર્ય છે.
૧૫
૧૬૪