________________
૦ આવરણની વિશેષ સમજ :
આવરણ કહેતાં કર્યાવરણ સમજવું. જગતની તમામ વિચિત્રતા આ કર્મસિદ્ધાંતથી સમજાય છે. જગતની રચનાને વિવિધ પાસાઓથી વિચારતાં એક વાત સ્પષ્ટ થાય છે કે એક ગૂઢ તત્ત્વ જગતમાં વ્યાપેલું છે. જૈન પરંપરામાં તેને કર્મની ગતિ, કર્મ સિદ્ધાંત કે કર્મબંધન કહે છે. તેની અનંત પ્રકૃતિ છે. તે પ્રકૃતિ આત્માના ચેતનપ્રદેશ સાથે સાંયોગિક બને છે, તે કર્મ ચેતના છે. પ્રાણીમાત્ર અનાદિથી કર્મબંધનયુક્ત હોય છે. જીવના અધ્યવસાય-પરિણામ વિશેષથી પુગલ પરમાણુઓનો પૂંજ (સ્કંધ) જીવના સંયોગમાં આવે છે. અને તે વિવિધરૂપે ફળ આપે છે. આ ઘણી સૂક્ષ્મ ક્રિયા છે. ચર્મચક્ષુગમ્ય નથી પણ જ્ઞાનઅનુભવગમ્ય છે. શાસ્ત્ર પ્રમાણથી તે સમજી શકાય છે.
સંસારી જીવ પળે પળે મનાદિ ત્રિયોગ અને ભાવ-ઉપયોગ વડે વિષય-કષાયરૂપ પરિણામો જાણે અજાણે સંસ્કારવશ કર્યા જ કરે છે. અર્થાતુ થયા જ કરે છે. તેથી જીવ પળે પળે કર્મવર્ગણાઓ ગ્રહણ કરે છે. જૂના કર્મપૂજોને છોડે છે અને નવા ગ્રહણ કરે છે. આમ કર્મવર્ગણાનું ગ્રહણ થવું તે જ કર્મબંધન છે. તેના શુભ અશુભ બે પ્રકારો છે. • ચેતનાને જડ કર્મનો સંયોગ કેવી રીતે થાય છે ?
જેમ કોઈ મનુષ્ય અમુક આહાર ગ્રહણ કર્યો, આહારપદાર્થોને કોઈ ભાવ નથી કે પોતાએ કેવી રીતે પરિણમવું. છતાં આહાર હોજરીમાં ગયા પછી તેમાં અમુક રસો ભળે છે અને એક રાસાયણિક ક્રિયા સ્વયં થયા કરે છે. કોઈ પદાર્થને પેટમાં કોઈ યંત્ર મૂકી વલોવવું પડતું નથી, છતાં તે પદાર્થો સ્વયં ક્રિયા વડે પરિણમ્યા પછી તેમાંથી લોહી, માંસ, મજજા, હાડકાં ઈત્યાદિ પ્રકારે સપ્તધાતુરૂપ બની જાય છે. તે પ્રમાણે નિમિત્ત મળે રાગાદિ મલિનભાવ થતાંની સાથે કર્મરજ આત્મપ્રદેશોના સંયોગોમાં આવે છે અને જેવા ભાવ, અને જેવી માત્રા હોય તે તે પ્રકૃતિ પ્રમાણે પરિણમે છે; જડ એવા કર્મ સ્પર્ધકોમાં (કર્મ વર્ગણા) એવી શક્તિ છે. આ કર્મવર્ગણા એ જ કર્મ આવરણ છે.
- આત્માનું લક્ષણ ચેતના છે, તે કર્મવર્ગણાના સંયોગમાં આવવાથી પર્યાયમાં, ઉપયોગમાં, પરિણામમાં વિકાર થાય છે, પરંતુ આત્મા
પોતે તે રૂપે પરિણમી જતો નથી અને જડ કર્મો ચેતનરૂપે પરિણમી શકતાં નથી. કર્મો માત્ર મેશની જેમ આવરણ રૂપે રહે છે. રાગાદિ ભાવોનો જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ જીવ નિરાવરણ થતો જાય છે. કર્મ પુદ્ગલપરમાણુઓ જડ છે પરંતુ ક્રિયાશીલ હોવાથી તે કર્મફળના આપનારાં કહેવાય છે, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. • શુભાશુભ કર્મનું સ્વરૂપ :
શુભકર્મનું ફળ સુખ-શાતારૂપ હોય છે અને અશુભકાર્યનું ફળ દુઃખદાયી કે પ્રતિકૂળ હોય છે. સદેવ, સત્વગુરુની શ્રદ્ધા, ભક્તિ અને વિનયથી, સધર્મ આરાધનથી, ધર્મસાધનાથી, સુકૃત્યથી, દાન, દયા, અહિંસાદિ આચાર, પરોપકાર વૃત્તિ જેવા શુભભાવના નિમિત્તથી શુભ કર્મબંધ થાય છે અને અસતુદેવ, ગુરુ ધર્મની ઉપાસના અને અવિવેકથી અધર્માચારણથી, દુષ્કૃત્યથી કે અશુભભાવથી અશુભ કર્મબંધ થાય છે. આ બંને ભાવો ત્યાજ્ય છે. જે જીવ બંને ભાવથી ઉપર ઊઠી શુદ્ધધર્મને, આત્મધર્મને આરાધે છે તે નિજસ્વરૂપને પામીને કર્મબંધનથી મુક્ત થાય છે. તે જ નિરાવરણ અવસ્થા છે. ૦ કમવિરણના પ્રકારો :
જીવની સંખ્યા અનંત છે, તેની પ્રકૃતિ અનંત પ્રકારની છે, તેમ કર્મઆવરણ પણ અનંત પ્રકારનાં છે. શાસ્ત્રમાં, સવિસ્તર સૈદ્ધાંતિક અભ્યાસ વડે સરળતાથી તે સમજાય છે. અત્રે તેની સામાન્ય અને સરળ રજૂઆત કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં અનંત પ્રકારની કર્મપ્રકૃતિના મુખ્યપણે આઠ પ્રકાર દર્શાવ્યા છે. જીવના તીવ્ર-મંદ કષાય અને શુભાશુભ ભાવ વડે ગ્રહણ થયેલા કર્મપુગલ પરમાણુઓનો પૂંજ આ આઠ વિભાગમાં સ્વયં વહેંચાઈ જાય છે, અને પ્રકૃતિ અનુસાર ફળ આપે છે. વળી શુભભાવ અને કષાયની મંદતા વડે કે તપાદિ સંયમ વડે વિશુદ્ધિ થતી રહે છે.
જૈન પરંપરામાં આઠ કર્મઆવરણ પ્રકૃતિના વળી બે ભેદ છે. ઘાતકર્મ અને અઘાતી કર્મ.
૧. ઘાતકર્મ : જે આત્માના જ્ઞાનાદિગુણોનો ઘાત કરે છે,
૧૬૬
૧૬૭