________________
જીવની કષાયયુક્ત ચેતના મલિન થતી જ રહે છે, તેના ચાર પ્રકાર છે. તેની બધી જ પ્રકૃતિ પાપરૂપ છે.
ર. અઘાતી કર્મ : જે આત્મગુણનો ઘાત કરતાં નથી પણ ઘાતીકર્મની સાથે એકમેક જેવાં રહે છે. ઘાતી કર્મોનો નાશ થયા પછી આયુષ્યકાળ સુધી જીવની સાથે અત્યંત શુભપણે રહે છે અને આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં નિયમથી છૂટી જાય છે. તેના ચાર પ્રકાર છે. તેના શુભાશુભ બે ભેદ છે.
૭ ચાર ઘાતીકર્મનું સરળ અર્થઘટન :
૧. જ્ઞાનાવરણ ૨. દર્શનાવરણ ૩. મોહનીય ૪, અંતરાય ૧. જ્ઞાનાવરણ શું છે ?
જ્ઞાન તે આત્માનો ગુણ છે, તેને પ્રગટ થવા ન દે તે જ્ઞાનાવરણ કહેવાય છે. રાત્રિના અંધકારમાં જેમ વસ્તુ યથાર્યપણે જણાતી નથી તેમ જ્ઞાન વગર જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન થતું નથી. દેહ જડ છે, આત્મા-ચેતન છે તેનો સવિવેક થતો નથી.
જગતના પદાર્થોનું હેય-ત્યાજ્ય, ઉપાદેય અને જ્ઞેયનું યથાર્થપણું સમજાતું નથી.
જીવ શું, જીવન શું, જડ શું, જડતા શું તેનો બોધ પ્રાપ્ત થતો
નથી.
સત્શાસ્રશ્રવણ, સદ્ગુરુશ્રવણ કે સત્સંગમાં ઉદ્યમ થતો નથી. અભ્યાસની અભિરુચિ થતી નથી. લૌકિકપણે વ્યવહારજ્ઞાન કે અભ્યાસમાં પણ મંદતા રહે છે, બુદ્ધિની તીક્ષ્ણતા હોતી નથી, મન અને ઈંદ્રિયોની શક્તિમાં મંદતા હોય છે. વ્યાવહારિક બુદ્ધિબળથી મહાન શોધ કરે, કોમ્પ્યુટર જેવાં સાધનો ઉત્પન્ન કરે તો પણ તેમાં સ્વરૂપજ્ઞાનની યથાર્થતા હોતી નથી. વળી તે સાધનો ભૌતિકપણે ઉપયોગી હોવાથી તેમાં આત્મ-વિકાસ કે કલ્યાણ સધાતું નથી. તે જ્ઞાન એક આત્મજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાનરૂપ મનાયું છે.
ઉપમા : મનુષ્ય સૂર્યપ્રકાશના નિમિત્તથી આંખ વડે પદાર્થને જોવાની જાણવાની શક્તિ ધરાવતો હોય છતાં તે આંખે પાટા બાંધીને રાખે તો તેને વસ્તુનું દર્શન થતું નથી, તે છતી આંખે અંધ કહેવાય છે,
૧૬૮
તે પ્રમાણે જીવમાં જ્ઞાનશક્તિ છે, છતાં પોતે અજ્ઞાનવશ પોતાના જ્ઞાનગુણને જાણતો નથી, સ્વરૂપને જાણતો નથી તે જીવ જ્ઞાનાવરણયુક્ત
હોય છે.
જ્ઞાનાવરણનું કારણ ઃ પોતે આત્મસ્વરૂપ છે તેનો અનિર્ણય, જ્ઞાન ગુણ પ્રગટવામાં નિમિત્તોની અવગણના કરવી. અર્થાત્ જ્ઞાનીજનોની, જ્ઞાનના સાધનોની તથા ધર્મશાસ્ત્રોની અવગણના કરવી, તે પ્રત્યે દ્વેષભાવ રાખવો, યથાશક્તિ જ્ઞાનારાધન ન કરે, જ્ઞાનદાન ન કરે, કે શક્તિને ગોપવે, પ્રમાદને સેવે તો આત્માનો જ્ઞાન ગુણ ઢંકાય છે તે જ્ઞાનાવરણનાં કારણો છે.
૭ જ્ઞાનાવરણ દૂર કરવાના ઉપાયો :
કોઈ મકાનમાં જેમ દરવાજાથી આવ-જા કરી શકાય છે, દરવાજો બંધ થતાં પ્રવેશ થઈ શકતો નથી તેમ જ્ઞાનાવરણનાં જે જે કારણો છે, તેને બંધ કરવા. તેને તે તે પ્રકારે દૂર કરાય છે. આત્મશ્રદ્ધા, જ્ઞાનીનો આદર, જ્ઞાનનાં સાધનોનો આદર, જ્ઞાનીજનો પાસેથી યથાર્થ બોધ પ્રાપ્ત કરી અપ્રમાદી થવું, જ્ઞાનદાન વગેરે સુકૃત્યો કરવાં, જિનાજ્ઞાનું પાલન કરવું, દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મ આરાધન કરવું. સામાન્યપણે જ્ઞાનનાં સાધનોની જાળવણી કરવી. જેમ કે શાસ્ત્ર આસન, ચરવળો, માળા, સાપડો, વગેરેને યથાર્થ સ્થાને રાખી વિવેકથી ઉપયોગ કરવો, ભોંય જમીન પર કે પગ પર ન રાખવાં, થૂંક વગેરે ન લાગે તેમ ઉપયોગ કરવો, પછાડીને મૂકવાં નહિ. ચિત્રપટ, મૂર્તિ કે પૂજાના સાધનોની શુદ્ધિ જાળવવી, યોગ્ય સમયે પૂજા કે અભ્યાસ કરવો, ગૃહસ્થે મનથી, તનથી અને વચનથી સર્વ સાધનોની શુદ્ધિ જાળવવી. હું સ્વયં પૂર્ણજ્ઞાન સ્વરૂપ છું તે શ્રદ્ધા દૃઢ કરી અજ્ઞાન મુક્ત થવું. અન્ય સાધકની પૂજા-ભક્તિ કે અભ્યાસની અવગણના ના કરવી. દ્વેષ ન કરવો, પોતાનાં જ્ઞાનનો કે સાધનોનો ગર્વ ન કરવો. આ રીતે જ્ઞાનાવરણ કર્મનો પૂર્ણપણે ક્ષય થતાં જ્ઞાન પ્રગટે છે.
ન
ર. દર્શનાવરણ શું છે ?
મન અને ઈંદ્રિયો દ્વારા થતું પદાર્થનું જે સામાન્ય જ્ઞાન, કે અવલોકન તે દર્શન છે, જ્ઞાન તે જ વસ્તુને વિશેષ પણે જણાવે છે.
૧૬૯