________________
તેથી દર્શનને સામાન્ય ઉપયોગ કહે છે, દર્શનની શક્તિના આવરણને દર્શનાવરણ કહેવામાં આવે છે.
પદાર્થને મન વડે સમજાય નહિ, ચક્ષુ વડે જણાય નહિ, કે અન્ય ઈંદ્રિયોની શક્તિને આવરણ આવે તે દર્શનાવરણ. નિદ્રા જેવા મંદતીવ્ર પ્રમાદ સર્વે દર્શનાવરણના ભેદો છે. નિદ્રાએ શાતાનું ચિન્હ હોવા છતાં તે દશામાં આત્મશક્તિ સુષુપ્ત થવાથી તેને દર્શનાવરણ કહે છે. તે પ્રમાણે સ્વપ્ર વિષે પણ જાણવું.
ઉપમા : કોઈ યાચક દરબારમાં રાજાના દર્શનની અભિલાષામાં ઉભો છે, રાજા દરબારમાં બિરાજે છે. યાચકની ઈચ્છા-શક્તિ દર્શનની છે પણ દરવાન તેને પ્રવેશ કરવા દેતો નથી તેમ આત્મની દર્શન શક્તિ હોવા છતાં જીવ આવરણને કારણે આત્મરાજાને જાણી શકતો નથી.
૭ દર્શનાવરણનાં કારણો :
દર્શનાવરણનું કારણ જ્ઞાનાવરણને લગતું છે. જ્ઞાનની અરુચિ, આત્મા તથા પરમ તત્ત્વનું અજ્ઞાન, અશ્રદ્ધા વગેરે. દર્શનાવરણ દૂર કરવાના ઉપાય ઃ
જ્ઞાનાવરણને દૂર કરવાના ઉપાયને જાણી લેવા.
જ્ઞાન-દર્શન ચેતનાના બે ઉપયોગ હોવાથી તેનાં કારણો મળતાં
છે.
સૈદ્ધાંતિક રીતે દર્શનાવરણના નવ પ્રકારો છે તેના અભ્યાસ માટે કર્મગ્રંથ જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. આવા અભ્યાસ વડે તત્ત્વદૃષ્ટિ વિકસે છે અને આત્મશક્તિ પણ વિકસે છે. ૩. મોહનીય કર્માવરણ :
મોહનીય કર્મ એટલે મોહરૂપ મહાન યોદ્ધો. તે બધાં જ કર્મોનું મૂળ છે. ક્રમમાં ચોથે સ્થાને છે પણ જીવને બાંધવામાં-વશ કરવામાં અગ્રસ્થાને છે. મોહ મરાયો કે મૃત્યુ મરાયું સમજો.
ઉપમા ઃ નશાયુક્ત જીવની જેમ મોહવશ જીવ કષાય સેવે છે. મિથ્યામતિ આચરે છે, અસંયમ આચરે છે અશુભયોગમાં પ્રવર્તે છે અને પ્રમાદવશ પરભાવને સેવે છે.
૧૭૦
આ મોહનીય કર્મના બે પ્રકાર છે.
(૧) દર્શનમોહ-દૃષ્ટિનું કે સમજનું, વિપર્યયપણું. આત્મભાવથી નિરાળો, અને દેહભાવથી નજીક રહેવાની વૃત્તિ, વિપરીત શ્રદ્ધાન અર્થાત્ સદેવગુરુધર્મની શ્રદ્ધામાં મિથ્યાભાવ, મિશ્રભાવ હોય છે. સદ્ભાવ થાય તોય કંઈ શંકા રહે છે.
(ર) ચારિત્રમોહ : રાગાદિ કષાયની મુખ્યતા, જેમાં ક્રોધાદિ અને નો-કષાયરૂપ હાસ્યાદિનો સમાવેશ થાય છે. દર્શનમોહના વિપર્યાસ અને ચારિત્રમોહના કષાયભાવ વડે અનાદિથી સંસારવાસ રહ્યો છે અને તેના ઉદયે વળી જીવ તેમ જ વર્તે છે.
ઉપમા : દારૂ પીધેલ નશાયુક્ત માનવ વિવેક શૂન્ય થઈ જગતમાં પ્રવર્તે છે. તેમ મોહવશ જીવ જગતમાં વિષય-કષાયને આધીન પ્રવર્તે છે. ભૂમિકા પ્રમાણે કષાયોની મંદતા કે તીવ્રતા હોય છે. મોહનીય કર્મ હણવાથી અન્ય ત્રણ ઘાતીકર્મ પણ વિનષ્ટ થતાં જાય છે. તેનું જોર ઘટતું જાય છે.
૭ દર્શનમોહનીય કર્મના ઉપાર્જનનું કારણ :
સર્વજ્ઞ જ્ઞાની કે કેવળી પુરુષોનો અવર્ણવાદ કરવા સત્શાસ્ત્ર પ્રત્યે હીનભાવ. સંયમ-નિયમાદિ પ્રત્યે નિરર્થકતા સેવવી, ધર્મ પ્રત્યે અભાવ સેવવો, ધર્મના સિદ્ધાંતોને અસત્ય કહેવા, સંત જનો, સાધુસાધ્વીઓ પ્રત્યે અસદ્ભાવ કેળવવો અને નિંદા વગેરે કરવા, તત્ત્વની અશ્રદ્ધા વગેરે છે.
૧. ચારિત્ર મોહનીય કર્મ ઉપાર્જનનું કારણ :
ક્રોધાદિ કષાયવશ વર્તવું અને પ્રવર્તવું, અન્યને કષાયના નિમિત્ત બનવું, ક્રોધાદિ કરવા અને અન્યને ક્રોધાદિ ઊપજે તેવું કાર્ય કરવું અન્યનો ઉપહાસ કરવો, અસંયમ કેળવવો અને કામવાસનામાં ઉત્તેજિત રહેવું. જગતના પદાર્થો સાથે રાગાદિમાં તન્મય રહેવું. સ્વરૂપનું અજ્ઞાન છે.
૨. ઉપાય ઃ
જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનો, જ્ઞાનનો આદર કરવો, સંયમના નિયમો પાળવા, ધર્મશ્રદ્ધા રાખવી, સાધુ-સાધ્વી વગેરેની સેવા ઈત્યાદિ
૧૭૧