________________
કરવાં, અને સર્વ સાધનોની નિંદા ન કરવી, તત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી, સંયમ, ત્યાગ અને પંચાચારને પાળવા.
વિપર્યાસ બુદ્ધિને ત્યજવી, કષાયની મંદતા, કષાયજન્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું, સંયમને આચરવો, શીલવાન રહેવું, અન્યને દુઃખ ઊપજે તેવી પ્રવૃત્તિ જાણે અજાણે કે હસવામાં પણ ન કરવી. ૪. અંતરાય કર્મ :
આ કર્મ જીવની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવા દેતું નથી. વ્યવહારથી તો સાંસારિક સુખનાં સાધનો પ્રાપ્ત થતાં નથી અને આધ્યાત્મિકપણે દાનાદિ કરી શકતો નથી કે આત્મધર્મના પુરુષાર્થમાં ઈચ્છે તો ય સંયમાદિ પાળી શકતો નથી, પુરુષાર્થ કરી શકતો નથી. પ્રકાર :
અંતરાય પાંચ પ્રકારે છે. દાનનો, અર્થાદિ લાભનો, ભોગ ઉપભોગનાં સાધનોનો અને શક્તિની અભિવ્યક્તિનો અંતરાય. • ઉપમા :
અંતરાયકર્મ ભંડારી જેવું છે. રાજા યાચકને દાન આપવા ઈચ્છે છે પરંતુ ભંડારી આપતો નથી. સામગ્રી હોવા છતાં ભંડારીના નિમિત્તથી વસ્તુ મેળવવાનો અંતરાય રહે છે. ૦ અંતરાયકર્મના બંધનું કારણ ?
દાનાદિ સેવવા નહીં, અને જે દાનાદિમાં પ્રવૃત્ત હોય તેને રોકવા. અન્યને ભોગાદિનાં સાધનોમાં અંતરાય કરવો. વ્રતાદિમાં શક્તિને ગોપવવી. આત્મશક્તિનું દુર્લક્ષ છે. • ઉપાય :
દાન કરવું. અન્યને અનુમોદન આપવું, કોઈના લાભને હાનિ ન પહોંચાડવી, વ્રતાદિમાં-આત્મપુરુષાર્થમાં શકિતને પૂર્ણપણે વિકસાવવી. • ચાર આઘાતી કર્મોનું સ્વરૂપ : (૫) વેદનીય કમવરણ :
શરીરની અંતરંગ અને બાહ્ય અનુકૂળતા તંદુરસ્તી તે શાતા વેદનીય (સુખરૂ૫) કર્મ છે અને રોગાદિ પ્રતિકૂળતાને અશાતા (દુઃખરૂપ)
વેદનીય કર્મ કહેવામાં આવે છે.
ઉપમા તરવારની ધાર પર મધુબિંદુ લગાવ્યું હોય ત્યારે તેનો સ્વાદ લેતાં મધુરતા મળે અને જીભને કપાવવાનું દુઃખ લાગે તેમ બે પ્રકારે સુખ-શાતા અને દુઃખ-અશાતા છે. • શાતા-વેદનીય કર્મની ઉત્પત્તિનું કારણ :
અહિંસાવ્રતમાં પ્રવૃત થવું. પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા દાખવવી. દાન-દયાદિ પરોપકારનાં સત્કાર્યો, વ્રત-સંયમ પાળવાં. ક્રોધાદિનું શમન કરવું. સંતોષ અને સમભાવ રાખવા. • અશાતા વેદનીય કર્મનું કારણ ?
હિંસાયુક્ત કર્મો કરવાં. કોઈ પણ જીવને મારવું, દુઃખ આપવું, નિર્ધ્વસ પરિણામો કરવાં, ક્રોધ-અસંતોષ આદિને આધીન થવું, અન્યને પીડારૂપ હોવા છતાં અધિક કાર્ય કરાવવું આદિ દરેક પ્રકારની પ્રતિકૂળતા ઉપજાવવી તે અશાતા વેદનીય કર્મનું કારણ છે. (૬) નામકર્મ :
આ કર્મ વડે જીવ ચાર ગતિરૂપ વિવિધ ગતિમાં ભ્રમણ કરે છે. નામકર્મની પ્રકૃતિની ઘણી વિવિધતા છે. આ પ્રકૃતિના શુભાશુભ યોગ પ્રમાણે જીવને શરીરનું સૂક્ષ્મ કે સ્થૂલ બંધારણ, તેની સર્વક્રિયા બાહ્ય રીતે યશ-અપયશાદિથી માંડીને છેક ઉત્તમ તીર્થકર નામ કર્મનું ઉપાર્જન થાય છે. આ કર્મના ઉદયથી જીવ મોહવશ સુખ દુઃખ માને છે. તે શુભ-અશુભ બે પ્રકારે છે. ૦ ઉપમા :
| ચિત્રકાર જેવું ચિત્ર દોરે તેવું તે દૃશ્યમાન થાય છે તેમ જીવના શુભાશુભભાવ વડે નામકર્મ આકાર પામે છે. અશુભ નામ કર્મ :
અશુભનામકર્મ વડે તિર્યંચ અને નારક ગતિ પ્રાપ્ત થાય છે. અશુભ નામકર્મના ઉપાર્જનનું કારણ :
મન આદિ યોગો વડે છળ-પ્રપંચ કરવા, કુટિલતા સેવવી, અન્ય વ્યક્તિઓમાં વિખવાદ કરાવવો, કે કુમાર્ગે દોરવા. હિંસક પ્રવૃતિઓ કરવી તે છે.
૧૭૨
૧૭૩