________________
સમાજસેવા વડે, માનપૂજાદિની કામના વડે, એમ અનેક પ્રકારે જીવે સુખની કલ્પનાઓ કરી છે, તે સર્વ મિથ્યામતિની ચાલ છે. આશાતૃષ્ણાની જાળમાં માછલાંની જેમ ફસાઈને જીવ જન્મ-જરા-મરણાદિમાં તરફડીને વિનાશને નોતરે છે. સંસારમાં ચકચૂર જીવને આત્મચેતના જાગૃત થાય તેવા સત્ સાધનો-સત્સંગ આદિની રુચિ થતી નથી. કોઈવાર યોગ મળે તો પણ તે પ્રત્યે પુરુષાર્થ કે ભક્તિ થતી નથી.
મિથ્યાદર્શનમાં ફસાયેલા માનવની હાલત નશાયુક્ત માનવ જેવી હોય છે. એથી એ જ્યારે મોટો મનાય છે કે સાધનસંપન્ન થાય છે ત્યારે લોકોને પોતાની દરેક વસ્તુઓ આંગળી ચીંધીને બતાવે છે. આ મારી પેઢી જેમાં લાખોની લેવડ-દેવડ થાય છે. આ મારા કર્મચારીઓ મારા આંખને ઈશારે ચાલે છે. આ મારી મોટરો પરદેશથી મંગાવી છે કે નવું જ મોડલ છે. આ મારા બંગલા મુંબઈના કલાકારો અને કારીગરોએ બાંધ્યા છે, આ મારા ફરનીચર અને સાધનો પરદેશની ડિઝાઈનથી બનાવ્યા છે. આ મારા વિવિધ ખંડો લાખો રૂપિયાથી સુસજ્જ કર્યા છે. આ ટી.વી. સેટ અને ડીનરસેટ સર્વ અદ્યતન છે. આમ સર્વ તરફ આંગળી ચીંધે છે, પણ રે માનવ ! એકવાર તો તું તારા તરફ એક આંગળી ચીંધ કે હું આ અમૂલ્ય એવો “આત્મા’ માનવદેહે પામ્યો છું, જેની એક પળ પણ કૌસ્તુભમણિથી મહાન છે કારણ કે એ એક પળમાં મિથ્યાત્વનું વેર વમી દેવાની અને સમ્યકત્વનું અમૃતપાન કરવાની તાકાત છે, જે પ્રાપ્ત થયે અનાદિના મારાપણાના સંસારનો છેદ ઊડી જાય છે. પેલી મિથ્થામતિ ભૂલથી એકવાર પણ પોતા પ્રત્યે આંગળી થવા દેતી જ નથી. આમ આત્મચેતના વિસ્તૃત થઈ કર્મચેતના પ્રગટ થતી રહે છે. (૨) અવિરતિ-અસંયમરૂપ કર્મચેતના :
અનાદિના દેહસુખના અભ્યાસથી જીવ ઈન્દ્રિયોના વિષયોમાં રાચે છે, અને તેમ થવું તે સ્વાભાવિક માને છે. જેમ જેમ ઈદ્રિયોની વિશેષતા તેમ તેમ પ્રાણી તેમાં ફસાતો જાય છે અને ઈચ્છાઓની તૃપ્તિ માટે તે અનેક પ્રકારની હિંસાયુક્ત પ્રવૃત્તિ કરે છે. પાપાચારને સેવે છે. કેવળ એક જ ઈદ્રિયની તૃષ્ણા જીવને મૃત્યુને શરણ કરે છે. મન
અને પાંચ ઈદ્રિયોનો અસંયમ, પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને હાલતાં-ચાલતાં નાના-મોટા જીવોની જાણે અજાણે હિંસા થવી, દુ:ખ પહોંચાડવું. વળી અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રા વગેરે અસંયમ છે. પાંચ ઈદ્રિયોના વિષયમાં મનની તન્મયતા તે અસંયમ છે. (૩) પ્રમાદ :
ધર્મ પ્રત્યેની અરુચિ, આત્માદિ તત્ત્વો પ્રત્યેનો અભાવ, પર દ્રવ્યો પ્રત્યે મોહજન્ય મૂછ, બહિર્મુખતા, આળસ, નિંદ્રા વગેરે પ્રમાદ છે. શાસ્ત્રકારોએ ‘પ્રમાદો હિ મૃત્યુ” કહ્યું છે. મહાવીર ભગવાનનો ત્રિકાળી સંદેશ છે. “સમય ગોયમ, મા પમાયએ.” એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો.
ઉપરના પાંચ પ્રકારો જીવનાં કર્મબંધનનાં કારણો છે. સંસારના પરિભ્રમણના હેતુ જીવને સુખ-દુઃખાદિનો અનુભવ કરાવનારાં છે. યોગમાં કંઈક શુભતત્ત્વ છે, પરંતુ બાકીના ચાર તો કેવળ અંધકાર અને અજ્ઞાનરૂપ પ્રકારો છે. તે વડે જીવ જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મચક્રમાં ફસાય છે. સમ્યગુજ્ઞાન રહિત જીવ સ્વજ્ઞાનમય હોતો નથી. આથી તેની સર્વ ક્રિયા અજ્ઞાનવશ હોવાથી પ્રમાદયુક્ત હોય છે. પ્રમાદ એટલે કેવળ નિદ્રા કે આળસ નથી. પ્રમાદ એટલે જ કર્મસત્તાનું પ્રભુત્વ, પરભાવ છે. જીવ તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓ કરતો હોય ત્યારે તે પ્રમાદમાં છે. સાત્વિક પ્રવૃત્તિ દ્વારા સદાચાર સેવે પણ જો ધર્મનો આદર કે શ્રદ્ધા ન હોય તો તે પણ પ્રમાદ ગણાય છે. સદાચાર સાથે આત્મજ્ઞાન હોવું જરૂરી છે. આત્માજ્ઞાની સદાચારી હોય છે. તેનામાં એ ગુણ સ્વાભાવિકપણે હોય છે. ભાવનિદ્રામય પ્રમાદરૂપી શત્રુથી સદા જાગૃત રહેવું. અસવાસના યુક્ત જીવનચર્યા પ્રમાદ છે. પ્રમાદને જ મૃત્યુ કહ્યું છે. (૪) કષાય :
અનંતાનુબંધી અતિ તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો છે. આ તીવ્રતાના રસને શાસ્ત્રકારોએ ચાર માત્રામાં વર્ણવ્યા છે. ચાર કષાયને ચાર માત્રામાં ગણતાં ૧૬ પ્રકારના કષાય છે. સંસારી જીવની
10