________________
પામે તેને ત્યજીને તમે સંસારવૃદ્ધિ કરી રહ્યા છો.''
તેજીને ટકોરો. આ વચનોનું શ્રવણ થતાં જ સાધુ ગણિકાનો ઉપકાર માની ત્યાંથી નીકળ્યા અને સીધા ગુરુના ચરણે જઈ બેઠા. સંયમ સેવેલો હતો. સંસ્કાર બચ્યા હતા, તેથી પ્રાયશ્ચિત અને કડક સંયમના પાલનથી સાધુ ઊગરી ગયા.
૭ હિતશિક્ષા :
સંન્યાસી કે સાધુ જેવા પ્રમાદવશ જીવનદર્શન ચૂકી જાય છે, ત્યારે સંસારી જીવ તો મોહની પકડમાં પૂરો ફસાયો છે. તેને એમ લાગે છે કે સંસારમાં દુઃખ હોય તે સંયમ લે. પાચનશક્તિ બરાબર ન હોય તે ઉપવાસ કરે કે વૃત્તિનો સંયમ રાખે, સ્ત્રી ન મળતી હોય તે બ્રહ્મવ્રત પાળે, આંખનું દરદ હોય તે સિનેમા નાટક ના જુએ, બધિર હોય તો ગાન-વાદન ના સાંભળે, કાલ કોને દીઠી છે ? ખાઓ, પીવો, હરો, ફરો, લહેર કરો, સુખ ભોગવો. જવાની (યુવાની) છે તે વાત સાચી, પણ જવાની જવાની ખરી કે નહિ ? ના તો કહી શકાય તેમ નથી. હા તો કહેવી જ પડશે. માટે બાપુ, જરા વેગ મંદ કરો, ગૃહસ્થ છું, સાધનસંપન્ન છું, તંદુરસ્ત છું. સ્ત્રી-પુત્રાદિ પરિવાર છે. ભગવાન મહાવીર કે બુદ્ધને તારાં કરતાં પણ અઢળક સમૃદ્ધિ-ઐશ્ચર્ય મળ્યું હતું, તેમણે શા માટે તે સર્વ ત્યજ્યું ? તેમણે સાચા સુખને પ્રાપ્ત કરી જગત માટે પણ તે જ તત્ત્વ દર્શાવ્યું. તેનો વિચાર કરી જરા ધીમો પડ અને વિચાર કે ધર્મ ધારણ કર્યા વગર સુખને ટકાવી શકાય તેમ નથી. સુખ પછી દુઃખ ડોકાયા કરે છે. સાચું સુખ તો ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
શ્રી યોગેન્દ્વમુનિકૃત ‘યોગસાર’માં કથન છે કે
*મન ન ઘટે આયુ ઘટે, ઘટે ન ઈચ્છા મોહ, આત્મહિત સ્ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯ જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મલીન, શીઘ્ર મળે નિર્વાણ પદ, ધરે ના દેહ ન મન.' ૫૦ મનને જીતવાની દુર્ઘટતા જ એવી છે કે ઘણીવાર કાંઠે આવેલી નાવ ડૂબે તેમ કર્મસત્તામાં પડેલી જરા શી વૃત્તિ અજાગૃત દશામાં
જીવને ઊંડી ખીણમાં ફેંકી દે છે.
...
૧૪૨
૬. કષાયરૂપ કર્મચેતનાનાં પરિબળો
૭ કષાય શું છે ?
કષાય શબ્દ ઘણો માર્મિક છે. તેની વ્યાખ્યામાં સંસારનું સ્વરૂપ સમાઈ જાય છે. જીવને સંસારમાં બાંધી રાખે તે કષાય છે. તેની રમતનાં ઘણાં પાનાં છે. તેમાં મોહ તેનો રાજા છે, અને તેના ચાર સેનાપતિઓ તે ક્રોધ, માન, માયા, લોભ છે. આ દરેક પ્રકારો તીવ્ર મંદતાની અનુસારે ચાર પ્રકારના છે અને એ સોળની મંડળી છે. તે દરેકની સાથે સહાયક નવ નોકષાય જેવા ઉપસેનાપતિઓ છે તે પેલી મંડળીમાં સામેલ થઈ જાય છે. તે આ પ્રમાણે છે, હાસ્ય, રતિ, અરિત, શોક, ભય, દુર્ગંચ્છા, સ્ત્રી, પુરુષ અને નપુસંકમાં કામનાવૃત્તિ (નવ નોકષાય).
આ કષાયો જીવનું વિભાવિક રૂપ છે. કર્મબંધનનાં પાંચ કારણોમાં કષાયનું સ્થાન મોખરે છે. કષાયરૂપી રસ ભળવાથી કર્મની ગાંઠ નિકાચિત બને છે. ક્રોધ અને માન તે દ્વેષના પેટા વિભાગો છે, માયા અને લોભ રાગના પેટા વિભાગો છે. આ દરેક પરિણામો કષાયયુક્ત
રસવાળા હોવાથી બંધનને તીવ્રપણે ગ્રહણ કરી લે છે. કષાયને ચિકાશની કે રસની ઉપમા આપવામાં આવી છે. રસ વગરનાં કર્મો રેતીનાં લાડુની જેમ કે પત્તાનાં મહેલની જેમ થોડાં જ સમયમાં નાશ પામે છે. આથી કષાયભાવથી મુક્ત થવા જ્ઞાનીઓએ ખાસ ઉપદેશ આપ્યો છે. કષાય એ અસંયમ છે. જીવના શુભ સંકલ્પોનો ભૂકો બોલાવવામાં કષાયનું પ્રાબલ્ય છે.
વિષયરૂપ કર્મચેતનાને ઉત્તેજિત કરનાર-સાથ આપનાર કષાય છે. કષાયના શાસ્ત્રોક્ત પ્રકારોનો અભ્યાસ કર્મગ્રંથ કે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથોમાંથી કરવો, જેથી તત્ત્વદૃષ્ટિનો વિકાસ થાય છે અને કષાયની મંદતા થાય છે. મિથ્યાત્વ-મિથ્યામતિ કષાયથી જીવે છે અને કષાય મિથ્યાત્વથી જીવે છે. તે બંને જીવભાવમાં રમત રમે છે. આ જ કારણે અજ્ઞાનવશ જીવ પોતાનું હિત ચૂકી જાય છે.
“આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહિ,
૧૪૩