________________
તદાકાર થાય છે કે અનંતોકાળ તે કર્મરૂપ વૃત્તિઓને જ પોતાનું સ્વરૂપ જાણી ભૂલાવામાં પડે છે, તેને માનવજન્મ મળવા છતાં યોગ્ય સદ્ગુરુ ન મળે તો માર્ગ મળતો નથી. સંસારના પ્રવેશદ્વારની આજુબાજુ આંટા ફેરા-પરિભ્રમણ કર્યા જ કરે છે, આજ સુધી તે બહાર નીકળવા પામ્યો નથી. ઉંદર ફૂંકી ફંકીને કરડે તેમ મન વિષયોનું આકર્ષણ આપી સુખનો ભાસ ઊભો કરી જીવને ફોલી ખાય છે.
એકવાર એક સાધુ એક નગરમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં તેમના કાનમાં મધુર અવાજના ગુંજારવનો સ્પર્શ થયો. પ્રથમ તો સંયમના સંસ્કારે એ શ્રવણ પ્રત્યેથી મનને પાછું ખેંચી લીધું અને ઝડપથી પોતાને સ્થાને પહોંચી ગયા. વૃત્તિનું વર્તુળ, મોહનીય કર્મના, ચારિત્ર મોહનીયના ખાતાનું કાર્ય ઘણું જોરદાર હોય છે. વૃત્તિ વ્યક્ત થાય તો જીવ તેમાં તદાકાર થઈ જાય અને જો વૃત્તિનું દમન થાય તો તેનો વિકલ્પ લાંબો કાળ ચાલે છે. સાધુએ તો દઢ નિશ્ચય કર્યો કે કાલે એ દિશા તરફ જવું જ નહિ. છતાં થોડી થોડી વારે પેલા ગીતનો ગુંજારવ સંભળાયા જ કરે.
બીજે દિવસે નગરમાં જતાં તો સાધુએ દિશા બદલી નાંખી, પણ પાછા વળતાં વૃત્તિએ પગને આ દિશામાં દોર્યા. એ જ સુંદર ગીત, કંઠ અને આલાપ સાધુએ વિચાર કર્યો, આપણે કયાં ખાસ સાંભળવાના પ્રયોજનથી આવ્યા છીએ. આતો સહેજે સહેજે શ્રવણ થાય છે, આમ ત્યાં થોડીવાર ઊભા રહીને ગીત સાંભળી રાજી થયા. બે ચાર દિવસ આવો પ્રકાર આવ્યો. ગીતશ્રવણમાં સાધુ તો લીન થઈ જતાં, એમ કરતાં એક દિવસ તો એ સુંદર આવાસના પગથિયા ચઢી ગયા. - હવે આ તો રાજગણિકાનો આવાસ તેમાં કમી શું હોય? ગાયિકાને દાસીએ સમાચાર આપ્યા કે કોઈ સાધુ પધાર્યા છે, ગાયિકા સુસંસ્કારી હતી, તેણે સાધુનું સન્માન કર્યું, અને બેઠક આપી, શી આજ્ઞા છે ? એમ પૂછયું. સાધુએ તેના ગીત અને કંઠની પ્રશંસા કરી, અને પોતાની સાંભળવાની ઈચ્છા દર્શાવી, ગાયિકાનો જે ક્રમ હતો તે પ્રમાણે ગાયનવાદન થયા. સાધુનો હવે ત્યાં રોજે આવવાનો ક્રમ થઈ ગયો. વળી ગરમીના દિવસો શરૂ થયા, એથી ગાયિકાએ સાધુને ભિક્ષાની અનુકૂળતા
કરી આપી, પછી સાધુની વૃત્તિઓ આગળ વધતી ગઈ. અને મનબુદ્ધિની છલના ચાલી કે આ તો કેવળ શ્રવણનો આનંદ છે. પછી સાધુએ સંકોચ ત્યજી દીધો. સન્માન મળ્યું, ભીક્ષા મળી, એટલે વિચાર્યું કે સાંજે જંગલની ઝૂંપડીમાં પાછા જવાની શું જરૂર છે. આવાસની સાથે મોટું ઉપવન છે તેમાં જ રાત ગાળવી, એ ગોઠવણ પણ થઈ ગઈ. હવે સાધુ તો ગાયિકાના રૂપમાં, નૃત્યમાં, મેવા-મિઠાઈમાં, હાવભાવમાં, શ્રવણમાં બરાબર તદાકાર થઈ ગયા છે. ગાયિકા-પોતાનાં અંતરમાં વિચારતી હતી કે સાધુને સમય આવે સાધુતાનું મૂલ્ય સમજાવવું છે. તેથી ધીરજ રાખી સાધુની સેવા કરી લેતી.
સમય વણથંભ્યો પસાર થઈ રહ્યો છે. ઠંડીના દિવસોનો પ્રારંભ થયો છે. એકવાર ગાયિકા રાજદરબારમાં નૃત્ય કરીને મોડી રાત્રે પાછી ફરી છે. થાક અને ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યુ છે. સાધુ તો તેની રાહ જોતા અપલક નેત્રે બેઠા હતા. દાસી સગડીમાં તાપ કરી ગાયિકા પાસે મૂકી ગઈ. ગાયિકા પોતાની સુંદર બેઠક પર આરામથી પડી છે, ત્યાં સાડીનો છેડો સગડીમાં પડયો અને બળવા લાગ્યો. સાધુ એ સેવાની તકનો લાભ લેવા, પોતાના ઉમળકાને રોકી ન શકયા. તરત જ ઊભા થઈ સાડીને મસળવા લાગ્યા અને બોલ્યા કે,
અરે ! આ કિમંતી સાડી બળી રહી છે.” તોય ગાયિકાનું રૂંવાડું ફરક્યું નહિ. સાધુના હાથ પણ દાઝી ગયા. ત્યારે ગાયિકાએ એક માર્મિક સ્મિત કર્યું. આ જોઈને સાધુને આશ્ચર્ય થયું, ગાયિકાએ તેનો પ્રત્યુતર આપ્યો કે,
“હે સાધુ મહારાજ ! આ સાડીની કિંમત બે-પાંચ હજારની હશે. તે બળીને ખાખ થઈ જશે તોય રાજ્યના ખજાનામાંથી તેવી બેપાંચ સાડીઓ મેળવતાં વાર નહિ લાગે, પણ તમારા આ સંયમની કિંમત કેટલી તે તો કહો ! તે ક્યા રાજના ખજાનામાંથી મળશે ! આપ એમ મધુર કંઠમાં મોહ પામીને કેટલાય મહિનાઓથી આપના સંયમનું મૂલ્ય વેડફી રહયા છો, જે કંઠની વૃદ્ધાવસ્થા થતાં કોઈ કિંમત રહેવાની નથી, શરીર છૂટતાં એ શરીર સાથે કંઠ પણ રાખ થવાનો છે, તેમાં લુબ્ધ બની આપે પ્રભુનો માર્ગ ત્યજી દીધો છે. આપે જે સંયમ ગ્રહણ કર્યો છે તેનું મૂલ્ય મોહના જોરે જતું કર્યું છે. જે સંયમ વડે જીવ મોક્ષ
૧૪c
૧૪૧