________________
કથંચિત્ ચિત્તને જોડેલું રાખી શકે છે.
દૈહિક કે આરંભિક ક્રિયા કરવા છતાં મન શુભભાવમાં ટકી શકે છે. પરિણામે ચિત્તમાં ન છૂટકે જ તે ક્રિયા કરવાનો કે ફરજરૂપે કરવાનો ભાવ હોવાથી પરિણામમાં વ્યગ્રતા કે તન્મયતા થતી નથી. કૂણાં પરિણામવાળું ચિત્ત આરંભ કે સમારંભ જેવી ક્રિયામાં પણ કર્મબંધનને પાતળા પાડે છે. ધર્મચેતનાયુક્ત સંસ્કારની આ ફલશ્રુતિ
નિયમ અને સત્સંગમાં દઢ રહી વ્યાપાર-વ્યવહારથી મદ્દ અંશે નિવૃત્ત થઈ પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે. ત્યાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં સમયનો શક્ય તેટલો પ્રમાદ રહિત સઉપયોગ કરે છે.
કોઈ સત્ સાધનના નિમિત્ત યોગે જીવને કર્મની શ્રૃંખલાના દુષ્પરિણામનો બોધ થઈ જાય અને જીવ શુભ પરિણામની યુક્તિને યોજે તો અખંડ તેલની ધારાની જેમ ચાલતી કર્મધારા કયાંક અટકે છે અને કર્મધારા જ્યાં અટકે ત્યાં ધર્મધારા તેનું સ્થાન લેવાની જ છે. જીવની બે જ અવસ્થા છે. ક્યાં તો તે અજ્ઞાનરૂપ કર્મવશ રહે અથવા જ્ઞાનવશ ધર્મયુક્ત રહે. એક વાર ધર્મધારા ચાલુ થઈ કે તેને ટકાવવા ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સદ્ગુરુશ્રવણ જેવા સત્ નિમિત્તો સેવવાં પડે છે. અને તો તે ધર્મધારા ક્રમે કરી અપ્રમત્ત દશાને પામી અખંડિતપણે જ્ઞાનધ્યાનરૂપ વહે છે.
કર્મધારાના પ્રવાહ માટે બુદ્ધિપૂર્વકનો પ્રયાસ કયારેક જ કરવો પડે છે. પ્રાયે દીર્ઘકાલનો અભ્યાસ હોવાથી તે ધારા વહેતી જ રહે છે. તેથી તત્ત્વના અભ્યાસ વડે ધર્મચેતના જાગૃત કરવી આવશ્યક છે કારણ કે અનાભ્યાસને કારણે ઉપયોગ દૈહિક ક્રિયારૂપે થઈ જાય છે.
“દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.'
- શ્રીમદ્ રાજચંદ્રજી પદ. ચેતનાના ઉપયોગ વડે સક્રિયા થાય છે અને જણાય છે તેથી એમ લાગે છે કે દેહ જીવ એક જ છે અને જીવ આ સર્વનો કર્તા છે. અર્થાત્ જ્યાં સુધી તે, તે ક્રિયામાં તદાકાર થાય છે ત્યાં સુધી કર્તાપણું નિર્માણ થાય છે. કેટલાંક કાર્યમાં ઉપયોગની અનિવાર્યતા સિવાય અભ્યાસ વડે દૈહિક ક્રિયા શક્ય છે. એવી ક્રિયાઓમાં પ્રયાસ વડે ઉપયોગને શુભભાવમાં ટકાવી શકાય છે. જેમ કે કોઈ ગૃહિણી રોટલી વણે કે કપડાં ધૂએ ત્યારે મંત્રાદિ કે સત્પુરુષોની કથાના ચિંતનમાં
પ્રારંભની શુભ ક્રિયાના શુભભાવો રસાઈને શુદ્ધ બનતા જાય છે. તે ધર્મચેતનાનું લક્ષણ છે. ધર્મજિજ્ઞાસાનું તે આત્મબળ છે. • ધર્મ જિજ્ઞાસા :
મનુષ્ય માત્ર સૃષ્ટિ મંડળમાં સુખની આશા, અભિલાષા, આકાંક્ષા અને અપેક્ષા સહિત જીવે છે. અને તેથી ભૌતિક જગતમાં તેની પૂર્તિ માટે અહર્નિશ દોડયા જ કરે છે. કોઈને પૂછો કે ક્યાં દોડો છો ? કેમ દોડો છો ? તો કહેશે ખબર નથી.
વિદ્યાર્થીને પૂછો, કે તું શું કરવા દોડે છે? તો ઉત્તર હશે કે હું ભણીને અમુક થઈશ, ખૂબ કમાઈશ અને સુખી થઈશ. વ્યાપારીનો ઉત્તર હશે કે સંપત્તિવાન બનીશ કે મોટો બનીશ અને સુખી થઈશ, ત્યાગીને પૂછીએ તો ઉત્તર હશે કે ત્યાગ વડે આ લોકમાં માનાદિ મળશે, પરલોકમાં સુખ મળશે. અને ત્યાગી પણ સવારથી સાંજ સુધી કેટલાં મંદિર ઊભાં કર્યા? કેટલાં સ્થાન ઊભાં કર્યા? કેટલા શિષ્ય બન્યા? આવી દોડમાં હશે. આમ સંસારનાં સુખનો અર્થી અને મોક્ષનાં સુખનો અર્થી બન્ને દોડયા જ કરે છે. છતાં તે સુખ પામતો જણાતો નથી.
“દોડતા દોડતા દોડિયો જેતી મનની રે દોડ જિનેસર, પ્રેમ પ્રતીત વિચારો, ટૂંડી ગુરુગમ લેજો રે જોડ જિનેસર
ધર્મ જિનેસર ગાઉં રંગશું.”
- શ્રી આનંદધનજી કૃત શ્રી જિનસ્તવન આમ પ્રાણી માત્ર સંજ્ઞાબળ, બુદ્ધિ બળે અને મનના બળે દોડયા જ કરે છે. ધર્મ પામવા પણ દોડયા કરે છે.
FO