________________
ઘણું દોડીને પણ અંતે જીવને સુખ જ જોઈએ છે. તે સુખ ધર્મ વગર પ્રાપ્ત થાય તેમ નથી. આ ધર્મ એટલે આત્માનો પરિચય કરવો કે જે દેહવ્યાપી અણુરેણુમાં વ્યાપ્ત છે અતિ નિકટ છે. તેને બહાર શોધવો તે વ્યર્થ છે. તેને શોધવા ગુરુ વિનય, ઉપાસના અને આજ્ઞા જરૂરી છે. તેવી ભૂમિકા માટે સૌ પ્રથમ ધર્મજિજ્ઞાસાની અત્યંત આવશ્યકતા છે. ધર્મપ્રાપ્તિનું તે એક સોપાન છે.
ભગવાન શ્રી મહાવીરના કથન અનુસાર શ્રી આચાર્યોએ મનુષ્યોને ઉપદેશ આપ્યો છે કે ભવ્યો ! સર્વ કાળે ચાર વસ્તુઓ દુર્લભ છે. મનુષ્યત્વ, સગુરુ, સતુશાસ્ત્ર અને શ્રદ્ધા કે સંયમ. આપણને માનવદેહ તો મળ્યો છે અને ધારો કે પુણ્યયોગે સતુશાસ્ત્ર વગેરે પણ આછા પાતળા યોગાનુયોગે મળ્યા હોય છતાં જો ધર્મજિજ્ઞાસા ન હોય અને તે પણ તીવ્ર ઉત્કટ કે સદા જલતી ન હોય તો મળેલો યોગ પણ નિષ્ફળ જવા સંભવ છે. તીવ્ર ધર્મજિજ્ઞાસા વગર ધર્મભાવના ટકતી નથી. ઉત્કટ જિજ્ઞાસા વગર અંતર્મુખતા સંભવ નથી અને જિજ્ઞાસાની
જ્યોત જલતી ન રહે તો પ્રમાદ છૂટતો નથી, કે કષાયની મંદતા થતી નથી. અને એમ થયા વગર આત્મસ્વરૂપ કે આત્મધર્મ પામવો અસંભવિત છે. • ધર્મ-પ્રૌઢતા : - આત્માર્થી જ્ઞાનવૃદ્ધની જેમ હવે ધર્મારાધનમાં પ્રૌઢતા ધારણ કરે છે. આવશ્યકતા મુજબ આહાર-વિહાર નિદ્રા આદિ પ્રયોજન રાખી શેષ સમય કેવળ આત્મારાધનમાં ગાળે છે. તેના અંતરંગની વૃદ્ધિ, ગુણસમૃદ્ધિ અને જ્ઞાનાદિની રિદ્ધિ તો જ્ઞાની જ જાણી અને સમજી શકે તેવી અદ્ભુત હોય છે.
આવી અંતરયાત્રાની ફળશ્રુતિ પછી એ ધર્મારાધનની આગળની યાત્રા કેવી હોય તેની આપણે ભાવના કરીને પ્રેરણા મેળવવી. જ્ઞાનસહ ત્યાગ અને વૈરાગ્ય દશામાં આગળ વધતો તે જીવ હવે મુનિદશાના ભાવને પ્રાપ્ત કરી, પંચ મહાવ્રતાદિ અને યમનિયમનું પાલન કરી, યતિધર્મને આરાધી અંતે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરૂપ આત્મભાવમાં લીન થાય છે તે જીવનની ધન્યતા છે.
હિતશિક્ષા :
સાવધાન ! તાલપૂટ વિષ કરતાં ય ભયંકર દુષ્ટ મનોવૃત્તિ જીવનને તો ખારું ઝેર બનાવી જ દેશે પરંતુ મોતને ય વિષાદભર્યું બનાવી દેશે. સાધનાના જીવનમાં જે આત્માઓ “સ્વ” ને બદલે “પર”ને કેન્દ્ર બનાવીને બેઠા એ આત્માઓ સાધનાના જીવનની સફળતાથી લાખો યોજન દૂર ફેંકાઈ ગયા ! પરના વિષે મનોવૃત્તિ કેન્દ્રિત રાખવામાં સદ્ગતિ ય નહિ તો પરમગતિ તો ક્યાંથી જ થાય ? હા “પર” ને તમારે અપનાવવા જ હોય તો જુદી રીતે અપનાવો. દોષો તમારા જુઓ...ગુણો પરના જુઓ...કઠોરતા જાત પર કેળવો...કરુણા બીજા પર રાખો...જાતમાં સાંકડા બનો... પર પ્રત્યે ઉદાર બનો... તમે કરેલા ઉપકારોને ભૂલી જાઓ..બીજાના ઉપકારને યાદ રાખો... બસ, પછી કાંઈ દુર્લભ નથી...
આવી મનોવૃત્તિ કેળવ્યા વિના સાધનાના જીવનની મસ્તીનો કોઈ અનુભવ નહિ થાય... અને એકવાર પણ જો આવી મનોવૃત્તિ કેળવાઈ જશે તો બહિર્ભાવો તરફ અભાવ પેદા થયા વિના નહિ રહે... બસ, પેદા થયેલો એ અભાવ આંતર જગતના અત્યાર સુધી બીડાયેલા જ રહેલા સુખના તમામ કારો ખોલી નાખવામાં ભારે સહાયક બનશે !
તો મળેલી તમામ શક્તિઓનો સદુપયોગ કરવાની કળાને હસ્તગત કરી લો... એ નહિ થાય તો આ ઉત્તમ જીવન પણ આપણા માટે તો પશુના જીવન કરતાં ય બદતર પુરવાર થશે... માનવ પાસે તો દુર્ગધ ફેલાવતા ખાતરમાંથી ય સુગંધીદાર પુષ્પો પેદા કરવાની કળા છે. બસ, એ કળાને શક્તિના તમામ ક્ષેત્રમાં ઉપયોગી બનાવવાની છે.
“યાદ રાખજો, આ બધું ત્યાં સુધી જ શકય છે જ્યાં સુધી શરીર-ઈન્દ્રિયો-અંગોપાંગ વગેરે સ્વસ્થ છે ! એમાં જરાક પણ ગરબડ થઈ એટલે મામલો હાથમાંથી ગયો સમજ્જો ! શાસ્ત્રકારો શરીરને રોગોનું ઘર કહે છે તો આ સંસારને દુ:ખોનું ઘર કહે છે ! શરીર કેમ નિરોગી રહે છે એ આશ્ચર્ય છે !.. સંસાર શી રીતે મજેથી ચાલે છે એ આશ્ચર્ય છે ! ગમે ત્યારે ગમે તેવી જગ્યાએ આ સંસાર પોતાનો