________________
દુન્યવી પરિણામોથી જીવ આવૃત્ત થઈ જાય છે. જ્ઞાનથી ઉંચીપદવી ધરાવનારા નવપૂર્વી પણ અહીં ભૂલ ખાઈ જાય છે. માટે કહ્યું છેકે ‘ગુરુગમ લેજો જોડ’
(૨) સમ્યજ્ઞાન : જ્ઞાન એટલે તત્ત્વનો યથાર્થ બોધ, પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. સમ્યગ્દર્શન (શ્રદ્ધા-રૂચિ) ગુણ અને સમ્યજ્ઞાન બંનેની જોડ છતાં સમ્યગ્દર્શનની છાપ પડે ત્યારે જીવનું સમ્યજ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. દૃષ્ટિનો વિપર્યાસ જ્ઞાનને પણ વિપરીતરૂપે પરિણમાવે છે. એટલે સાધક જડ-ચેતનની નિતાંત ભિન્નતાનું ભેદજ્ઞાન કરી શકતો નથી, અને દેહ જીવ એકરૂપે જાણી તે પ્રમાણે પ્રવર્તન કરી જ્ઞાનરૂપ છતાં અજ્ઞાનરૂપે પરિણમન કરી પરિભ્રમણ પામે છે.
જ્ઞાનને સમ્યગ્રૂપ આપનાર જેમ શ્રદ્ધા છે, મિથ્યાભાવ તરફ લઈ જાય તે મિથ્યા શ્રદ્ધા છે. જ્ઞાન જો કેવળ પંડિતાઈ હોય, અ ંમ્ મિશ્રિત હોય તો તે તે જ્ઞાન સમ્યગ્રૂપ રહેતું નથી તેથી તારનારું બનતું નથી. માટે સમ્યગ્ શ્રદ્ધા સહિત જ્ઞાન જ તારનારું બને છે.
(૩) સમ્યચારિત્ર : ચારિત્ર એટલે સર્વવિરતિના-સર્વથા સંસાર વ્યાપારનો ત્યાગ. ત્યાર પછી જીવનું આંતરિકબળ સ્થિરતા પામે છે, પવિત્રતા પામે છે. શુદ્ધ સ્વરૂપનો યથાર્થ અનુભવ કરે છે. આત્માના વીતરાગ ગુણ પૂર્ણકળાએ વિકાસ પામે છે. આ વીતરાગ ભાવની પવિત્રતા વડે સાધક ક્ષયોપશમવાળા દર્શન અને જ્ઞાન ગુણની પણ પૂર્ણતા (ક્ષાયિક) પામે છે. ધર્મનો મૂળ મર્મ આ રીતે પ્રગટ થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં આ ગુણ સ્થાયી છે, કર્માવરણથી આવૃત્ત છે. જીવે સદ્ધર્મ વડે મહાપુરૂષાર્થ વડે તે આવરણનો નાશ કરવાનો છે તે સધર્મથી થઈ શકે છે.
આમ ધર્મ એટલે સ્વભાવની પૂર્ણ શુધ્ધતા, સ્થિરતા, આનંદનો આવિર્ભાવ છે. આ કાળનો માનવી એના સ્વરૂપને અલ્પમતિ વડે
જાણી શકતો નથી. માટે જ્ઞાનીઓએ વીતરાગના વચનની શ્રદ્ધાને મુખ્યતા આપી છે. કાળલબ્ધિ કે ક્ષયોપશમભાવે, જે યોગ્યતા છે તેટલું કાર્ય કરી લેવું જેથી મુક્તિની યાત્રા ચાલુ રહે.
આ માર્ગનું પ્રથમ ચરણ ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્ દર્શનમ્' છે.
૧૨
નવ તત્ત્વએ આત્માની વૈભાવિક અને સ્વાભાવિક અવસ્થાઓ છે. તેમાં આત્માને અચિંત્ય-ચૈતન્ય-શુદ્ધતારૂપે જાણવો, શ્રદ્ધવો તેમાં જ સ્થિર થવું તેનું મૂળ શ્રદ્ધાન છે. “શ્રદ્ધા પરમ દુલ્લહા’” કથંચિત નવ પૂર્વ ભણેલા મહાત્માઓ પણ આ શ્રદ્ધાનરૂપે આત્માને ન જાણે તો તેને અજ્ઞાન કહ્યું છે. માટે ધર્મનું મૂળ રત્નત્રયનો અભેદ પરિણમન છે. તેનો આંશિક આવિર્ભાવ ચોથા ગુણ સ્થાનકે પ્રગટ થાય છે. ચૌદમે પૂર્ણતા પામે છે. તેનું વિશેષ કથન શાસ્ત્રોથી જાણવું.
શુભ ઉપયોગ તે આત્મભાવની નજીકનો ભાવ છે. શુભભાવ વડે મનની શુદ્ધિ થતી રહે છે તેથી પરંપરાએ તે આત્મભાવનું કારણ બને છે. તત્ત્વરૂપે શુદ્ધ ઉપયોગ તે આત્મભાવ છે. તે સહજ પરિણામ છે. તે અનુભવથી સમજાય છે. કોઈ ઈંદ્રિયજન્ય તે પરિણામ નથી. અનંત સુખ અને આનંદ તે આત્મભાવો છે. શાતા વેદનીય-અનુકૂળતામાં જે શાંતિ અને સુખ જણાય છે તે ઈંદ્રિયજન્ય હોવાથી સુખાભાસ છે. લોકવ્યવહારમાં પ્રીતિ-અપ્રીતિ, માન-અપમાન, સુખદ-દુઃખદ સંયોગોમાં તેના ઉદયને જાણી આત્માર્થી સમતાભાવે સમાધાન શોધી સ્વસ્થ રહે છે અને આત્માના ઉપયોગમાં સ્ખલના થાય નહિ તેવા પ્રયત્નમાં રહે છે, તે આત્મભાવની નજીક છે. એવા સતત પુરુષાર્થ વડે તત્ત્વની શ્રદ્ધારૂપે આત્માર્થી પૂર્ણ આત્મસ્વરૂપને પામવા યોગ્ય બને છે. તત્ત્વશ્રદ્ધાના સંસ્કારને દઢ કરતા રહેવું તે ધર્મચેતના છે. તે વડે જીવ જન્મથી ઉત્તમ સંસ્કારોને સેવતો આગળ વધે છે.
આ સમ્યગ્દર્શનનું બીજ સર્વજ્ઞ વીતરાગ દેવમાં, નિગ્રંથમુનિના બોધમાં, અને સર્વજીવમાં સમભાવરૂપ અહિંસા ધર્મમાં રહેલું છે. આવો શુધ્ધ વ્યવહારધર્મ નિશ્ચય ધર્મનું કારણ છે.
૧૩