________________
હોય છે. સુગંધી પદાર્થોની ઈચ્છા કરતો નથી. વાસનાને ઉત્તેજિત કરે તેવા સૌંદર્યોને નિહાળવામાં તેને રુચિ નથી. વળી સ્ત્રીકંઠના મધુરસ્વરોમાં લુબ્ધ થતો નથી. નિર્દોષ ભાવે પદાર્થોને જુએ છે, જાણે છે. અને વિવેકસહ તેનો જરૂરી ઉપભોગ કરે છે, તેમાં પણ આત્માને આગળ રાખે છે, દેહભાવથી ઉપર ઊઠે છે. તે જ સાચો બ્રહ્મચારી છે કે જે કોઈ પણ બહાને ઈદ્રિયોના સ્વચ્છંદને પોષતો નથી. તેથી તે ઈદ્રિયો સ્વયં બ્રહ્મને અનુસરે છે. વિષયોના બોજ રહિત ઈદ્રિયો સાધકને અનુકૂળ થઈને સહયોગ આપે છે. પર્યાપ્ત દેહ-મન અને ઈદ્રિયોના સહયોગ વગર મુક્તિને યોગ્ય સાધના થવી અસંભવ છે, માટે ઈદ્રિયોના મૂળ રહસ્યને જાણવા, સમજવા અને સ્વ-સન્મુખતા પ્રત્યે પ્રેરવા, જેથી વિવશતા ટળી અસંગતાનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે. ઈદ્રિયોને લાડ ન કરવા તેમ તેને દુભવવી પણ નહિ. ફકત તેની શક્તિનો યોગ્ય ઉપયોગ થાય તે જાણવું જરૂરી છે. • રસેન્દ્રિયમાં વિવશતા :
પ્રભુપૂજન સમયે અનંત અવ્યાબાધ સુખને ઈચ્છયા પછી કે અનાહારક પદના ગુણગાન ગાયા પછી કર્મની કેવી બહુલતા છે કે જીવ આહાર ગ્રહણ સમયે આહારના સ્વાદરૂપે પરિણમી જાય છે ? સ્વાદનો જય તે આહારનો જય અર્થાતુ તપ છે, તેવો બોધ શ્રવણ થયા પછી સ્વાદના તીવ્ર સંસ્કારોની નીપજ જીવના પરિણામોને પરાધીન બનાવે છે અને નિત નિત નવીન પદાર્થોનું ગ્રહણ થવા છતાં ઈચ્છાતૃપ્તિ થતી નથી. કહેવત છે કે દસ મણની કોઠી ભરાય પણ આ સવાસેરની કોઠી કયારેય ભરાતી નથી. ભરો ભરો ને ખાલી. જો કે ઔદારિક શરીરને ખોરાક એ જરૂરિયાત મનાઈ છે. શરીર એ ધર્મ સાધનાનું સાધન છે તેનો યથાર્થ નિર્વાહ થવો જરૂરી છે. પણ મોટે ભાગે મનુષ્ય જાણે ખાવા માટે જીવે છે. રસેન્દ્રિય ઘણી બળવાન છે, તેને ભલભલા યોગીઓએ પણ જીતવી દુર્ઘટ માની છે. કર્મ સિદ્ધાંતથી જણાય છે કે જન્માંતરના આંતરા સમયે ક્યારેક કર્મવર્ગણાના આહાર રહિત એકાદ સમય માટે હોય છે. તેથી પોતાનું અનાહારકપણું વિસ્તૃત રહયું છે.
આવું સમજવા છતાં પણ આહાર સમયે વૃત્તિને મિષ્ટાન્ન મળતાં
મધુરપ લાગે છે. ખારા-ખાટા પદાર્થોને ગ્રહણ કરવામાં મોજ આવે છે, અને નવી નવી વૃત્તિઓ ઊઠયા જ કરે છે. તે મળતાં સુખ જણાય છે. તેવી કર્મચેતના અવ્યાબાધ સુખનું વિસ્મરણ કરાવી દે છે અને પર પદાર્થમાં સુખબુદ્ધિ કરાવે છે. તેથી નિજાનંદની મોજ વિસ્મૃત રહે છે. માટે જ્ઞાનીઓએ તપનું વિવિધ અનુષ્ઠાન આપ્યું છે. - ધર્મ ચેતનારૂપ જ્ઞાનધારા તેવી વૃત્તિને મોહજન્ય જાણી દૂર કરે છે. ઉચિત આહારને ગ્રહણ કરે છે, સ્વાદને જાણે છે, પદાર્થને જુએ છે પણ વૃત્તિ તે આકારે પરિણમતી નથી. સાધકને નિત્ય નવીન પદાર્થો મેળવવામાં મોજ આવતી નથી. તે તો વૃત્તિસંક્ષેપી, અને આહાર સંયમી છે. તે જાણે છે કે સ્વાદની લીલાનો વિસ્તાર બાહ્ય ગમે તેટલા હોય તો પણ જીભના ટેરવાથી આગળ તે લીલા સમાપ્ત થઈ જાય છે. જીભ પરથી પાછો નીકળેલો પદાર્થ ફરી કોઈ ગ્રહણ કરતું નથી. તે તરફ દુર્ગચ્છા થાય છે. વળી ગ્રહણ કરેલા પદાર્થોની પાચક પ્રક્રિયા થયે તેમાંથી મળ, મૂત્ર, લોહી, માંસ ઈત્યાદિ નીપજે છે. જેને જોતાં મન આકુળવ્યાકુળ થઈ ઊઠે છે.
માટીમાંથી ઉત્પન્ન થયેલા આ પદાર્થો શરીરરૂપે પરિણમીને પાછા માટીરૂપ થઈ જવાના છે. માટે એમ સમજવું કે શરીર નિભાવવા આહાર છે. કેવળ આહારમાં સુંદર પદાર્થો ખાવામાં ભક્યાભર્યાનો વિવેક ચૂકી જવો તે માનવજીવનની મહત્તા વિસ્તૃત કરવા જેવું છે. માનવનું ઉદર એ ગટર નથી કે તેમાં ગમે તેવા પદાર્થો કે અભક્ષ્ય પદાર્થો ઠાલવ્યા જ કરીએ ! આહારનો સમ્યગુ ઉપયોગ કરવા આત્માર્થીએ નાના પ્રકારના યથાશક્તિ તપ નિયમ ગ્રહણ કરવાં.
માનવશરીરમાં પંચેન્દ્રિયનો મુખ્યત્વે સમાવેશ મુખમંડળમાં થાય છે. બાકીનું શરીર કેવળ સ્પર્શેન્દ્રિયરૂપ છે. આ પાંચે ઈદ્રિયમાં જિહા એક છે અને તેની પાસે કાર્ય બે છે. બીજી ઈદ્રિયો બે છે અને કાર્ય એક છે. જિલ્લા પાસે બે અગત્યનાં ખાતાં છે. આહારમાંથી ઓડકારસંસ્કાર અને સંસ્કાર તેવો ઉચ્ચાર નીકળે છે. આહાર ગ્રહણના સંયમથી વાણીવહનમાં સમતુલા રહે છે.
વાણીનો દુર્વ્યાપાર, નિરર્થક ઉપયોગ, અતિ વાચાળતા કે
૧૨૪
૧૨૫