________________
ચેતનાની ભીતરમાં ખંડ-૧
*
* પ્રાસ્તાવિક :
મોક્ષ પામ્યા. આત્મગુણણનો આવો મહિમા છે. આવા દષ્ટાંતો જજ બને પણ દુનિયામાં હીરાની ખાણ પણ ઓછી જ હોય ને? છતાં તેના અસ્તિત્ત્વનો સ્વીકાર થાય છે.
ધર્મ ધૃ ધાતુ પરથી આવ્યો છે. ધારયિતિ ધર્મ જે દુઃખમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ.
ધર્મ માનવ જીવનનું ઉત્તમ સત્ત્વ અને તત્ત્વ છે જે તેને ધારણ કરે છે, તે સર્વથા સુખદુઃખાદિ વંથી મુક્ત થાય છે, થયા છે, અને થશે. કથંચિત એ ધર્મના ધારણ કરવામાં કોઈ દુઃખ પડે તો પણ તેને ધારણ કરનારનું સત્ત્વ દીપે છે, અને બીજમાંથી થતા મોટા વૃક્ષની જેમ ફેલાય છે.
પૂ. વિનોબાજી કહેતા ધર્મનું આ સત્ત્વ ધરતી પર હશે ત્યાં સુધી માનવના મુખ પર પ્રસન્નતા ઝળકશે.
ધર્મને કોઈ માળખામાં ગોઠવી ન દો, કોઈ ચીલામાં ન ચલાવો, ક્રિયાકાંડરૂપ ન બનાવો, માનવને કે પ્રાણીમાત્રને હાનિરૂપ બને તેવી રૂઢિ ન આપો, કેવળ જીવનની શુદ્ધતા અને સચ્ચાઈ અને તે અનુરૂપ પ્રયોજનોને જીવનનો પ્રાણ બનાવો તો ધર્મ પૂર્ણ સુખરૂપે પ્રગટશે તેમાં નિઃશંક રહેજો.
* ધર્મચેતના : ચેતનાની ભીતરમાં જતાં પહેલાં તેની મૂળ સ્વરૂપમય-સત્તામય ધર્મચેતનાને સમજવી જરૂરી છે. આત્માની આત્મારૂપે, સહજરૂપે, શુદ્ધરૂપે, નિરામયપણે, સ્વાભાવિકપણે વર્તન, પ્રાગટય કે યોગનો વ્યાપાર તે ધર્મચેતના છે; શુદ્ધ ચૈતન્ય સત્તા છે.
શુદ્ધ ચૈતન્યનું બહુમાન કરનાર આત્માના માટે સમસ્ત વિશ્વ માંગલિક બની જવાનું છે.”
ધર્મ એ મહાસત્તા છે, જેની પવિત્રતાને, મૂળ સ્વરૂપને કોઈ વિરલ વ્યક્તિ જ સ્વીકારી શકે છે. ધારણ કરી શકે છે. જેઓએ ધર્મસત્તાનો સ્વીકાર કર્યો, તેઓ વિશ્વને અનોખું સત્ત્વ-તત્ત્વ આપી ગયા. ભલે તેનો સ્વીકાર વિરલ વ્યક્તિઓએ જ કર્યો, છતાં તે મહાસત્તાનો કોઈ નાશ નહિ કરી શકે.
ધર્મ એ જીવનનું ઉત્તમ સત્ત્વ છે. તેના વિવિધ પ્રકારો પ્રયોજનો હવે વિચારીશું. તે સત્ત્વ ત્યાગ, વિરાગ, જ્ઞાન ગુણસંપન્નતા, પ્રેમ જેવી ધરા પર ધારણ થાય છે. સામાન્ય માનવી આવી ધરા સુધી પહોંચતો નથી. જે જીવોએ પહોંચવા પ્રયત્ન કર્યો છતાં ભૂલ ખાઈ ગયા, જન્મ બદલાયો કથંચિત પશુયોનિમાં જાય ત્યારે પણ પેલો સંસ્કાર સાકાર થાય છે.
જેમકે મેઘરજ મુનિ આગળના ભાવમાં હાથીની કાયા છતાં પૂર્વના દયાના સંસ્કાર પામેલા હોવાથી દેહભાવ જતો કર્યો સસલાને બચાવ્યું. દેહભાવ છોડ્યો, આત્માના આનંદને માણ્યો. ફળ સ્વરૂપે બીજા ભવમાં મેઘરજ નામે રામકુમાર થયા. મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયા અને