________________
હોવાથી કંઈક મર્યાદા રહે છે તો પણ વૈરાગ્યનું કારણ જવલ્લે જ હોય છે. ચાર દિવસમાં સર્વ દુઃખ ભૂલી સૌ પોતાના દૈહિક સુખમાં સરી પડે છે. જનાર જમ્યો જ ન હતો અને રહેનાર જાણે જવાનો નથી. મૃત્યુ કોઈ મિત્ર હોય, સાંસારિક સુખ જાણે સહોદર બંધુ હોય અને દોષયુક્ત ક્રિયાઓ જાણે પ્રિયા હોય તેમ જીવ નિરાંતે તેમાં નિર્ભય થઈને રહે છે.
જેણે ધર્મ તત્ત્વનો સ્વીકાર કર્યો છે તે મહાનુભાવો સંસારની આવશ્યક ક્રિયાઓ કરી લે છે અને પોતાના વ્યાપાર-વ્યવસાયમાં ધર્મની નીતિ વડે નિર્વાહ કરે છે. તેના વર્તનમાં, વાણીમાં ધર્મપ્રિયતામાંથી રચાયેલી સમતા, સત્યતા, ઉદારતા, સંતોષ આદિ નીતરતાં રહે છે. તે આ ચાર પ્રકારના પ્રયોજનને બરાબર સમજે છે, અને ઉપયોગજાગૃતિ રાખે છે. એવા સજજનો ધર્મને આગળ રાખી અર્થઉપાર્જન કરે છે તેથી તેના અર્થઉપાર્જનમાં પણ દોષની મંદતા રહે છે. તેનું ધન પણ સહેજે સત્કર્મમાં વપરાય છે અને તે જીવ પુણ્યને આચરતો આગળના ભાવિને ઉજ્જવળ કરે છે.
ચાર પુરુષાર્થમાંથી મોક્ષનું લક્ષ્ય રહે તો ધર્મપરાયણતા આવે. અર્થને એ પ્રકારે સેવવો જોઈએ કે ધર્મ સન્મુખતા આવે અને કામની પીડા શમી જાય. મોક્ષપ્રાપ્તિ ધર્મ વડે થાય છે. કામની પ્રાપ્તિ અર્થ વડે થાય છે. આ દરેક પુરુષાર્થનું ઔચિત્ય સમજવું ગૃહસ્થ જરૂરી છે. • ધર્મ, અર્થ કામ અને મોક્ષના ક્રમનું રહસ્ય :
ગૃહસ્થ, માનવતા અને આત્મભાવને પ્રધાન રાખી અર્થ ઉપાર્જન કરે અને કામના સેવે તો તેની અર્થ-લોલુપતા કે કામ-લોલુપતા મંદ રહે. કારણ કે દરેક સાંસારિક પ્રસંગો, વ્યવહાર અને વ્યાપારમાં ધર્મ તે એની ઢાલ હોય છે, તેથી તે મર્યાદા ઓળંગી શકે જ નહિ.
જેમકે ગૃહસ્થ વ્યાપાર કરે છે તો તેનો ધર્મ ગ્રાહકને સારો માલ આપવો, છેતરવા નહિ. માલ લે કે ના લે પ્રેમપૂર્વક વાત કરવી અને આવકાર કે વિદાય આપવી. વ્યાપાર એના પ્રારબ્ધ પ્રમાણે ચાલવાનો છે તેવી તેને નિઃશંકતા છે. તત્ત્વષ્ટિ પ્રધાન હોવાથી તેને એમ ભાસતું જ નથી કે કોઈને છેતરવાથી બે પૈસા વધુ કમાઈ લઉં, અથવા સરકારને
છેતરીને વધુ નાણાં ભેગા કરીને સાધન સમૃદ્ધિ વધારીને સુખી થાઉં. તેના સુખની વ્યાખ્યા છે સંતોષ, સમાનતા અને નિશ્ચિતતા ધર્મપ્રેમી જીવનું આ લક્ષણ છે. ધર્મને મુખ્ય રાખીને ઉપાર્જન કરેલું ધન દુર્બુદ્ધિ થવા દેતું નથી, અને પ્રાયે સાચા ધર્મીને ત્યાં દરિદ્રતા ડોકાતી નથી. અશુભયોગે એવું બને તો ય ધર્મી તેમાં દુઃખ માનતો નથી અને ઉચિત ઉપાય યોજે છે અને સજનતાને સેવે છે. • સજજનતા શું છે ?
ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રકારો સેવતાં પહેલાં સજ્જન બનો. અર્થાત સજ્જનતા ધર્મનું એક વ્યવહારિક મૂળભૂત અંગ છે. સજ્જનતા વડે ગૃહસ્થ શ્રેષ્ઠિ ગણાય છે. સજ્જનતા વડે સંત શિરોમણી બને છે. • સજન પહેલાં બનો પછી સાધુ :
સજ્જન બનવા માટે બીજું કંઈ નહિ તો દઢ સંકલ્પ તો હોવો જોઈએ. શ્રાવક અને સાધુ બનવાની તો વાત ઘણી દૂરની છે. સજ્જન બનવાની વાત મહત્ત્વપૂર્ણ છે. સજ્જન બન્યા વિના શ્રાવક નથી બનાતું. સજ્જન બન્યા વિના સાધુ નથી બનાતું. હા, આજકાલ સજજનતા વિનાના શ્રાવકો તથા સાધુ જોવા મળશે. કારણે સંઘ અને સમાજમાં ભક્ત શ્રાવકો અને સાધુઓનું જ મૂલ્યાંકન છે ! સજ્જનતાના અભાવમાં પણ સમાજ સાધુઓ અને શ્રાવકોને સન્માન આપે છે. આથી શ્રાવક બની જવું, સાધુ બની જવું આજકાલ ઘણું સરળ બની ગયું છે. સજ્જનતા વિના, શિષ્ટતા વિના, શિષ્ટતાના પક્ષપાત વિના ધાર્મિક કે આધ્યાત્મિક બની શકાતું નથી. માનવતા વિનાનો માણસ કેવો? પરંતુ આજકાલ માનવતા વિના પણ માણસ ગણાય છે. સજ્જનતા વગરનાને પણ સજ્જન માનવામાં આવે છે. સાધુતા વગરનાને સાધુ માનવામાં આવે છે. આવી દુનિયામાં જીવવું અને શિષ્ટતા-સજ્જનતા મેળવવી એ કેટલું મુશ્કેલ કામ છે? છતાં પણ, દઢ સંકલ્પથી હું સર્જન બની શકું છું. આવા સકંલ્પ સાથે તમે સજ્જનોના સદાચરણની પ્રશંસા કરવી શરૂ કરી દો.”
(જીવનજ્યોત જગાવો. ધર્મબિન્દુ ગ્રંથને આધારે. પન્યાસ પ્રવરશ્રી ભદ્રગુપ્તવિજયજી).
૩૪