________________
પદાર્થ પ્રત્યેનાં મમત્વાદિ પરિણામ પામતાં નથી.
અનંત જ્ઞાનાદિ આત્માના શુદ્ધ પર્યાયો છે. તે નિર્વિકારી ઉપયોગ છે, તેને ધર્મચેતના કહીશું. ઉપયોગની શુદ્ધતા તે આત્મચેતનાનું સર્વ
છે.
છે. આ ઉપયોગ સ્વ-પર પ્રકાશક એટલે પોતાને અને પરને જાણવાવાળો છે. આત્માની સ્વસંવેદનશીલતા આ ઉપયોગના આધારે અનુભવાય છે. જીવમાત્રમાં જ્ઞાનરૂપ ચેતના-શક્તિ સ્વ-શરીર પ્રમાણ વ્યાપ્ત હોય છે, છતાં બોધજન્ય ક્રિયાની સમાનતા હોતી નથી. ઈદ્રિયાદિના વિકાસક્રમ પ્રમાણે તે બોધરૂપ ઉપયોગમાં તીવ્રતા મંદતા હોય છે. કીડીની અને મનુષ્યની સંવેદનામાં અંતર હોય છે તે રીતે અન્ય પ્રકારોમાં સમજવું, ઉપયોગ શું છે ? ઉપયોગો લક્ષણમ્' “અર્થગ્રહણના વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર.” ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
• તત્ત્વાર્થસૂત્ર, અ. ૨. સૂ. ૮. “જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે તે અનાદિસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાત્વિક દૃષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઈદ્રિયો દ્વારા થતું નથી પરંતુ સ્વસંવેદનથી પ્રત્યક્ષ તથા અનુમાનાદિથી કરી શકાય છે. એમ હોવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માનો પરિચય કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્યmય છે અને ઉપયોગ લક્ષણ જાણવાનો ઉપાય છે. જગત અનેક જડચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તો ઉપયોગ દ્વારા થઈ શકે છે. કેમકે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે. જ્યારે જડમાં તે બિલકુલ હોતો નથી.
આત્મચેતનાના દર્શન-જ્ઞાનરૂપ બે ઉપયોગ છે. આત્મતત્ત્વ અચળ, ધ્રુવ, નિત્ય છે, તેનું તત્ત્વરૂપે ટકીને પરિણમન થાય છે. તેનો સર્વ વ્યાપાર ચેતનાલક્ષી છે. તેના દર્શન-જ્ઞાનરૂપી ઉપયોગ તે ચાલક બળ છે. તે જોવા-જાણવાની ક્રિયા કરે છે. શક્તિ અનુસાર પદાર્થના સ્વરૂપને જાણે છે. જુએ છે. જો પર્યાયમાં સંસ્કારયુક્ત વિકાર ન હોય તો
તત્ત્વદૃષ્ટિએ-સિદ્ધાંતરૂપે ઉપયોગ દર્શન અને જ્ઞાન બે પ્રકારે છે. દર્શન ઉપયોગ સામાન્ય હોવાથી નિરાકાર છે અને જ્ઞાન ઉપયોગ સ્પષ્ટ અને વિશેષ હોવાથી સાકાર છે. મતિજ્ઞાનાદિ વડે અર્થાતું મન અને ઈદ્રિયો વડે, શાસ્ત્ર વડે કે પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાનમાં સ્પષ્ટરૂપે પદાર્થનું-વસ્તુનું સ્વરૂપ જણાવું તે સાકાર જ્ઞાન ઉપયોગ છે. ચહ્યું કે અચક્ષુ વડે તથા અતીન્દ્રિય દર્શન શક્તિ વડે વસ્તુનો સામાન્ય બોધ થયો તે નિરાકારદર્શન ઉપયોગ છે. એવું વિધાન છે કે કેવળજ્ઞાનીને દર્શન-જ્ઞાન-ઉપયોગ યુગપતું હોય છે. સંસારીને એક સમયે એક ઉપયોગ હોય છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્માની અવસ્થારૂપે ઉપયોગના ત્રણ પ્રકાર છે.
૧. અશુભ, ર. શુભ, ૩. શુદ્ધ.
સંસારી જીવોને અશુભ કે શુભ બે ઉપયોગ હોય છે. સમ્યજ્ઞાની, કે મુનિજનોને શુભ તથા શુદ્ધ ઉપયોગ હોય છે. કેવળજ્ઞાની તથા સિદ્ધજીવોનો ઉપયોગ શુદ્ધપણે વર્તે છે. • પર્યાય શું છે ?
જ્ઞાનદર્શનરૂપ ઉપયોગના નિરંતર વહેતા પ્રવાહનું મૂળ સ્થાન ચેતના શક્તિ છે. તે ઉપયોગને પર્યાય' કહેવામાં આવે છે. પળે પળે પલટાતી પર્યાય દ્વારા આત્મા સુખદુઃખાદિનું વેદન કરે છે, તે બહિર્મુખ અવસ્થા છે. આનંદ અંતર્ગત સુખાદિના પ્રવાહો તે અંતર્મુખ પર્યાય છે. આ પર્યાય ગમે તે એકરૂપે પ્રવર્તે છે. બાહ્યરૂપે તે વિકારી હોય છે, આત્મસ્વરૂપે શુદ્ધ હોય છે. એક એક પર્યાયમાં અનંત શક્તિ વ્યાપ્ત છે. તેનો વિસ્ફોટ બે પ્રકારે થાય છે. વિભાવરૂપે કે સ્વભાવરૂપે. આત્મદ્રવ્યમાંથી વહેતી આ શક્તિરૂપી પર્યાય આત્મભાવમાં ઝૂકેલી રહે તો મુક્તિનું કારણ બને છે. પર્યાય સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે.
આત્મા અનંત ગુણ-પર્યાયી છે, તેની શક્તિને ગુણ કહેવામાં
૨૫