________________
આવે છે. તે ગુણજન્ય પરિણામ તે પર્યાય છે. આત્મા અનંત ધર્મવાળો છે. સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ તે પર્યાય છે. તે પર્યાયો પણ અનંત છે, તે પળેપળે ઊપજે છે અને શમે છે. પાણીના તરંગની જેમ સમજવું. હવા આદિના નિમિત્તે પાણીના તરંગો ઊપજે છે અને શમે છે.
પુદ્ગલ જડને જડના પર્યાય હોય છે. આત્મામાં ચેતનાદિ અનંતગુણ છે. પુદ્ગલને રૂપાદિ અનંતગુણો હોય છે આત્માના જ્ઞાનદર્શનરૂપ પર્યાય છે અને પુદ્ગલને વર્ણ રૂપાદિ પર્યાયો છે આત્મા ચેતનશક્તિ વડે જણાય છે, પુગલ રૂપાદિથી જણાય છે. બંનેના શક્તિરૂપી પર્યાયો બંને દ્રવ્યમાં વ્યાપ્ત રહે છે અને નિજ દ્રવ્યમાં રહીને ભિન્ન-ભિન્ન સ્વરૂપે પરિણમે છે. ૦ અંતર્મુખ ચેતના :
અંતમુર્ખ ચેતનાને ધર્મ-ચેતના કહીશું. જેટલી જેટલી રાગાદિની મંદતા તેટલી શુદ્ધિ. ક્રમે ક્રમે ચેતનશક્તિ સ્વરૂપમાં જ સ્થિર થવા માંડે તો કર્મ-ચેતના ક્રમે ક્રમે વિનષ્ટ થાય છે અને ધર્મચેતના પ્રગટતી રહે છે. તે પ્રજ્ઞાવંત હોવાથી જીવના કથળતા પરિણામો કે વૃત્તિ સમયે હાજર રહી જીવને તેના સ્વરૂપ ભણી લઈ જવા તત્પર હોય છે. પ્રજ્ઞાનું સ્વરૂપ જ એવું છે કે તે સ્વરૂપ દર્શનનું સ્મરણ જાળવી રાખે છે. સંસારમાં વસતા ધર્મી જીવ-જ્ઞાનીના રાગાદિ આત્યંતિક ભાવે વિરામ પામ્યા હોતા નથી. ભૂમિકાનુસાર તેવા નિમિત્તો હોય છે. છતાં ધર્મચેતના જેની પ્રગટતી રહે છે તેવા પ્રજ્ઞાવંત જીવો સંસારના ઉદયને-પ્રારબ્ધને સમભાવે અને યથાર્થ પણે જીવીને પૂરું કરે છે. વળી વિકાસક્રમને સાધતા તે જીવોની ચેતના શુદ્ધ થતી રહે છે. • ધર્મચેતનાની અભિવ્યક્તિ :
ધર્મરૂપચેતના જ્યારે આત્મભાવમાં રમણ કરે છે ત્યારે આનંદરૂપ હોય છે અને જ્યારે બાહ્ય નિમિત્તમાં વર્તે છે ત્યારે સમતાદિ ગુણોરૂપે હોય છે. રાગાદિની મંદતા, કષાયની ઉપશાંતતા, અને આવરણની અલ્પતા હોય છે. ગૃહસ્થ જ્ઞાનીથી માંડીને અપ્રમત્તદશાયુક્ત મુનિમાં આ પર્યાયની યથાપદવી સ્થિરતા અને શુદ્ધતા હોય છે. પૂર્ણજ્ઞાન
કેવળજ્ઞાનમાં આ પર્યાયની પૂર્ણ નિર્મળતા હોય છે. અને સહજ સ્થિરતા હોય છે. આમ સંસારી અને સિદ્ધને નિજી પર્યાય પરિણામ પામ્યા કરે છે. સંસારીને કષાયનો રસ હોવાથી પર્યાયરૂપ ચેતનાશક્તિ કર્મસંયોગ પામે છે અને સિદ્ધની પર્યાય અત્યંત નિર્મળ હોવાથી ત્યાં કર્મરજો ચોટવાનો આધાર નથી, તેથી તે જીવો સદા મુક્ત હોય છે.
બહિર્મુખ મલિન પર્યાયના પરિણામવશ જીવ સંસારમાં જન્મમરણના ફેરા ફર્યા કરે છે. દુઃખ સહીને વિશુદ્ધ થતો મનુષ્યપણાને પામે છે. ત્યાં બાહ્યથી રોગ, શોક, દુઃખ, મૃત્યુ જેવા પ્રસંગોએ સંતાપ પામી કંઈક વિચારતો થાય છે. અથવા કોઈ સન્મિત્ર, સગુણશ્રવણ, સન્શાસ્ત્ર કે સત્સમાગમે તેના ભાવમાં કોઈ ઝબકારો થાય છે કે
હું કોણ છું? શું કરી રહ્યો છું? મનુષ્યદેહની સાર્થકતા શી છે? સંસાર શું છે? અને મુક્તિ શું છે? આત્માનું સ્વરૂપ શું છે ?
સત્સંગ અને પ્રસંગમાં આમ વિચારતો થાય છે, વળી પાછો સંસારના પ્રવાહમાં તણાય છે. દૂધનો ઊભરો આવે તેમ ભાવના રહે છે અને ઊભરો શમતાં આવી વિચારણા શમે છે. પણ સત્સંગનો રંગ લાગ્યો છે તેથી અવકાશે સન્મિત્ર સાથે પાછો સશુરુની નિશ્રાએ બોધ પ્રાપ્ત કરે છે. પુનઃ પુનઃ આવા સત્યોગથી જીવ પ્રેરણા પામીને ધર્માભિમુખ થતો જાય છે. • હું આત્મા છું તેવી સભાનતા :
પૂર્વ સાધનાના બળે અને ઉદ્યમ દ્વારા સંસ્કાર દેઢ થતા જાય છે. તે જીવ ગૃહસ્થ ધર્મને નિભાવે છે પણ આત્મપરિણામે “હું આત્મા છું” તેનું રટણ કર્યા કરે છે, અને અવકાશ પ્રાપ્ત કરીને પરમાત્મા સાથે પ્રીતિ કરી લે છે. એ પ્રીતિ વડે આત્માના આવરણને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કર્મ-ચેતનાવશ પરાધીનતા ઘટતી જાય છે. અને ધર્મ ચેતનારૂપ સ્વાધીનતા વધતી જાય છે આમ કર્મદલ નાશ પામતું જાય છે અને ધર્મની રાશિ વિકસતી જાય છે.
ધર્મ ચેતનાના વિકાસ સાથે બોધરૂપ થયેલા ઉપયોગનો જ્ઞાનરૂપ ક્ષયોપશમ (શક્તિ) વિકાસ પામે છે. આથી પદાર્થો પ્રત્યે નીરખવાનીજોવાની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન સર્જાય છે. પ્રથમની દૃષ્ટિ જે કોઈ