________________
પ્રસ્તાવના વિક્રમ સંવત ૨૦૦૩, ધર્મ સં. ૨૪ પિષ સુદિ ૧૧ના મેં “વૈશાલી' નામના એક પુસ્તકની હિન્દી ભાષામાં રચના કરી હતી. જેના પ્રગટ થતાં સાક્ષરો, ઐતિહાસિક અને અષકાએ એને આદર પૂર્વક વાંચી અને વખાણી પણ. પરંતુ કેટલાક રૂઢિ પૂજાકાએ એની સમાલોચના કરી અને એક ભલા સાધુએ “ક્ષત્રિય-કુંડ નામનું પુસ્તક પણ એની વિરુદ્ધમાં લખીને સંવત્ ૨૦૦૬માં મહા સુદિ ૧૧ના જન પ્રાચ્યવિદ્યાભવન અમદાવાદથી પ્રકટ કર્યું. જે મને તે જ વર્ષમાં મારા આગર (માલવા) ના ચતુર્માસમાં મળ્યું હતું. મેં તેનું સાંગોપાંગ અવલોકન કર્યું અને મને તેમની બાલિશતા ઉપર દયા આવી. મારે તરત જ તેનો પ્રતિવાદ કરવા જોઈતા હતું. પરંતુ કેટલાક અનિવાર્ય કારણને લીધે હું તેને ઉત્તર ન આપી શક્યા. જ્યારે બીજી તરફ વિહારને કારણે જરૂરી સાધને મેળવવામાં પણ અડચણ આવવા લાગી. અને જેમ જેમ હું એ પુસ્તક વાંચતે ગયે અને એમાં આપેલી નવી નવી દલીલ અને કલ્પનાઓને વિચાર કરતે ગયે, તેમ તેમ મને એમ પણ લાગ્યું કે-સંસારમાં સમય સમય ઉપર એવા એવા પણ લેખકે પાકે છે, જે આગળ પાછળ કઈ પણ જાતને વિચાર કર્યા વિના, પિતાની યેગ્યતાને તપસ્યા વિના જમ આવે તેમ લખવા લાગી જાય છે. એમના મનમાં એવી ભાવના હોય છે કે અમે પણ વહેતી ગંગામાં ડુબકી મારી લઇએ, એતિહાસિક બની જઈ એ, અને પોતાના નામને વિખ્યાત કરી લઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com