Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉપદ્યાત
પરંતુ તેને અંગેની માહીતી સરખી પણ આપણને લગભગ નથી એના જેવું દીલગીરીજનક બીજું શું હેઈ શકે? તીર્થયાત્રા અને પરમાત્મપાસનામાં રસ લેનારા આપણે તીર્થયાત્રા અને પરમાત્મા પાસનાના ખરા માહાભ્યને વિસરી જ ગયા છીએ. એટલે તીર્થયાત્રા અને પરમાત્મા પાસના કરવા છતાં આપણે દિન-પ્રતિદિન જડપ્રાય થતા જઈએ છીએ. આને પરિણામે આજની આપણું તીર્થયાત્રા અથવા પરમાત્મા પાસના કેઈપણ જાતના કળાવિધાનને, વિજ્ઞાનને અથવા પરમાત્મસ્વરૂપને ન અડકતાં મોટે ભાગે રૂઢિરૂપ જ બની રહે છે. આપણે ઈચ્છીશું કે જૈનપ્રજા તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા રહસ્યને સમજે અને પ્રાચીન પવિત્ર ગૌરવભર્યા ધામેનાં દર્શન કરવા ભાગ્યવાનું થાય.
પાંચમા પ્રકરણમાં મથુરાના કંકાલીટીલા ટેકરી પરના મહત્ત્વના શિલાલેખોની નૈધ આપવામાં આવી છે અને તે સાથે વિકમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને પરિચય પણ છે.
છઠ્ઠા પ્રકરણમાં ગુપ્તવંશીય રાજાઓમાં જૈનધર્મ કેવી રીતે દાખલ થયે હતું તેની અને તે સાથે વલ્લભીવંશના ધ્રુવસેનની નેંધ લેવામાં આવી છે.
સાતમા પ્રકરણમાં જૈનસાહિત્ય કે જેમાં મુખ્યત્વે કરીને ચૌદ પૂર્વ અને અગીઆર અંગ, બાર ઉપગ, દસ પન્ના, છ છેદ આગમ, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર એમ પીસ્તાલીસ આગમને સમાવેશ થાય છે તેને અને વલ્લભીમાં પુસ્તક લેખન નિમિત્તે શ્રીમાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય નીચે મળેલી સંઘપરિષદને પરિચય આપે છે.
આ પછી ભદ્રબાહુસ્વામિના નિર્યુક્તિ છે અને તેના રચના કાળને નિર્દેશ વગેરે કરવામાં આવે છે. એ રચનાકાળ અને નિર્યુક્તિકાર ચૌદ પૂર્વધર હોવાની વાત અમારી માન્યતા અને અવલોકન અનુસાર વારતવિક નથી, જેના અનેક પુરાવાઓ વિદ્યમાન છતાં એ વિષયને અમે અહીં ચર્ચતા નથી.
આ સિવાય પ્રસ્તુત પ્રકરણમાં ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાળા, વાચક ઉમાસ્વાતિ અને તેમના તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રંથ, સિદ્ધસેનાચાર્ય અને તેમનાં ન્યાયાવતાર, સન્મતિ વગેરે પ્રકરણ, પાદલિપ્ત અને તેમના તરંગવતી, પ્રશ્નપ્રકાશ, નિર્વાણકલિકા વગેરેની ધ આપી છે.
પ્રસ્તુત પ્રકરણમાં જે યુગના જૈન સાહિત્યની નેંધ કરવામાં આવી છે તે સિવાયનું મૌલિકતાને લગતું બીજું વિપુલ સાહિત્ય હોવા છતાં અહીં રૂપરેખા પૂરતી જે સાહિત્યની નેધ લેવામાં આવી છે તે ઓછી નથી.
છેલ્લા પ્રકરણમાં જૈન મૂર્તિવિષયક અને શિલ્પ અને સ્થાપત્યવિષયક કળાવિધાનો કેવાં આદર્શ હતાં તેમ જ જૈન પ્રજાએ એ કળાવિધાનોને વિકસાવવા માટે કેટલો વેગ આપે છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
ઉપર આપણે ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરી આવ્યા તે ઉપરથી જૈન પ્રજાનું એ યુગમાં દરેક વિષયમાં કેટલું વ્યાપકપણું હતું અને તેની જીવનસરણી કેવી સર્વતમુખી હતી એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org