________________
મનનો બધો મેલ ધોવાઈ જાય ત્યારે જ ઈશ્વરનાં દર્શન થાય છે.
- રામકૃષ્ણ પરમહંસ
જીવનમાં બીજાનું સારું ન થાય તો કાંઈ નહિ, પરંતુ બીજાનું ખરાબ ન કરાય તો પણ ઘણું છે.
ઈશ્વર નિરાકાર છે પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અનુસાર . પોતાની શક્તિથી જુદા જુદા રૂપો ધારણ કરે છે.
- દયાનંદ સરસ્વતી
મારા હાથપગ હું ચલાવું, મારું કામ હું કરું, મારું જીવન હું જીવું, બીજાઓનું દોરેલું ચાલે એ બાળક, પવનની લહેરથી ઉડે ને બેસે એ સુકું પાંદડું, બીજાને તાલે નાચે એ મદારીનું માંકડું, માનવીને એ ન શોભે.
- ફાધર વાલેસ
સાસુ અને વહુ બંનેમાંથી કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. કારણ કે જે ક્ષણે એક સ્ત્રી વહુ બની તે જ ક્ષણે એ સ્ત્રી સાસુ બની. વહુ ન હતી ત્યારે સાસુ પણ ન હતી. નાના મોટાનો ભેદ માનીને જે સંઘર્ષ થતો હોય છે તે મિથ્યા છે, સમાનતાનો ભાવ જ બધા પારિવારિક સંઘર્ષનો ઉકેલ છે.
- શ્રી ડોંગરેજી મહારાજ
સરળતાથી જીવવામાં, સરળતાથી બોલવામાં, સરળતાથી વિચારવામાં ધર્મ, વિદ્યા અને ચારિત્ર્યનો વિજય છે.
- ફાધર વાલેસ
(
૪
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org