________________
શત્રુતાના કારણે ઉત્પન્ન થતી આગ એક પક્ષને સંપૂર્ણ નષ્ટ કર્યા વિના શાંત થતી નથી અને આવી આગની વધુમાં વધુ જવાળાઓ નિર્દોષ જીવનને ભસ્મ કરી નાંખે છે, આથી માનવમાત્રએ શત્રુતાથી દૂર રહી, મિત્રભાવ કેળવવો જોઈએ.
- ભગવાન વેદ વ્યાસ)
( સંકટ સમયમાં હિંમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા સમાન છે.
- પ્લોટસ
જ્યારે શ્રદ્ધાનું જળસિંચન થાય છે ત્યારે જ પરિશ્રમનું વૃક્ષ સારાં ફળ આપે છે.
-સુદર્શન
જે માનવી સત્તા, સંપત્તિ અને અહંકારનો બોજ જાતે ફેંકી દે છે, તેને મહાપુરૂષ છે.
- રવીન્દ્રનાથ ટાગોર
(કીડીનો સ્વભાવ તો જુઓ કેટલો સારો છે. રહે છે, રખડે છે, ધૂળમાં
પણ સાકર સિવાય બીજું કાંઈ એને પ્રિય નથી. ધૂળમાં રહીને યે | મીઠાશ-મધુરતા માણવાનું તે આપણને કરવા કહે છે.
- શ્રી રામકૃષ્ણ પરમહંસ
સહનશીલતા એ સંતોષની ચાવી છે.
- મદમેટ
માનવીનો પોતાનો સાચો મિત્ર એની દશેય આંગળીઓ છે. ઈશ્વરે મનુષ્યને બે હાથ એટલા માટે આપ્યા છે કે એક હાથે તે પોતાનું અને બીજા હાથે બીજા માટે પરમાર્થનું કામ કરી શકે.
- રોબર્ટ કેલિઅર
(૧૪૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org