________________
જે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે એને ક્યારેય ઊંઘની ગોળીની જરૂર પડતી નથી.
એવી કોઈ આવતીકાલ છે નહિ કે જેમાં આપણે શાંતિમાં હોઈશું આપણે તો આ ક્ષણે જ વ્યવસ્થિત થવાનું છે.
ધન મેળવવું મુશ્કેલ છે, તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે અને તેને યોગ્ય રીતે વાપરવું સૌથી વધુ મુશ્કેલ છે.
જીભથી કરેલો ઘા તલવારના ઘા કરતાં વધુ કપરો છે. તલવાર માત્ર શરીરને અસર કરે છે પણ જીભનો ઘા તો અંતરાત્માને પણ.
- પાયથાગોરસ
બીજા લોકો મને ન જાણે તેની મને પરવા નથી પણ હું મારી જાતને ન જાણું એ અસહ્ય છે.
- કોન્ફયુશિયસ
કોઈ તમારા માટે ફૂલ લઈને આવશે એની રાહ જોઈને બેસી રહેવા કરતાં તમારો પોતાનો જ બગીચો શા માટે નથી બનાવતા?
જીભ ત્રણ ઈંચ જેટલી જ લાંબી છે પણ એ છ ફૂટના માણસને મારી નાંખે છે.
- જાપાની કહેવત
એક હાથે દ્યો અને બીજા હાથે લ્યો.
મન મનુષ્યને બહાર લઈ જાય છે, મૌન મનુષ્યને અંદર લઈ જાય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org