________________
વિચારો કોઈની સંપત્તિ નથી. વિચારોને જે ઉત્તમપણે અભિવ્યક્ત કરે તેના જ તે કહેવાતા હોય છે.
તમે જૂઠું બોલો છો એનો મને અફસોસ નથી પણ અફસોસ એ છે કે હવે પછી તમારી વાત સાચી નહિ માની શકું.
ઝરણું જો ખડકોને ખોળે અથડાતું ન હોત તો એનું કોઈ ગીત ન હોત.
જગતમાં જ્ઞાન અને ડહાપણનાં કોઈ વસિયતનામાં થતાં નથી. વાંચનાર ને વિચારનાર કરતાં આચરનાર ઉત્તમ છે.
અનુભવની ઊંચી ટેકરીએ ઊભનારને દૂરદૂરનું દેખાય છે, માટે સંસારના ટાઢા-ઊના વાયરા ખાનાર અનુભવીઓની અવગણના કદી ના કરશો.
સત્કાર્યો કરીએ પણ કર્તાપણાથી અળગા રહીએ. ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. એમાં જરા જેટલી પણ ગફલત પતન કરાવશે.
કેટલાક કહે છે ઘણું પણ કરતા નથી કંઈ. કેટલાક જેટલું કહે છે એટલું કરી બતાવે છે ને કેટલાક કશું કહ્યા વિના માત્ર કર્યા જ કરે છે. આપણે કેવા છીએ?
જ્યારે બે જણ તકરાર કરે છે ત્યારે હંમેશાં બેઉં ખોટા હોય છે.
Jain Education International
૧૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org