Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 228
________________ જ્યાં શબ્દોનો અંત આવે છે ત્યાં સ્વરનો પ્રારંભ થાય છે. જે વાત શબ્દમાં અધૂરી રહે છે તે સંગીતમાં પૂર્ણ થાય છે. હૃદયની ભાષા માત્ર સંગીત જ જાણે છે, કલાનો આ એક જ પ્રકાર પૃથ્વી અને સ્વર્ગ બંનેના સૌંદર્યનું ગાન કરે છે. - અનુશ્રુતિ જીવનમાં દરેકે દરેક ક્ષેત્રોમાં કે જીવનના પ્રશ્નોને સહેલાઈથી અને તે સાચી રીતે હલ કરવા કોઈપણ વિદ્યાર્થી માટે શિક્ષણ જ એટલું મહત્ત્વનું સાધન છે કે વિદ્યાર્થીની દરેકે દરેક ક્ષમતાને તીવ્ર બનાવે. - મહાત્મા ગાંધીજી સાચું બોલવાના હજાર ફાયદાઓ છે, પણ એમાં સૌથી મોટો ફાયદો એ છે કે આપણે ક્યારે કોને શું કહ્યું એ યાદ રાખવાની જરૂર નથી. - અનુશ્રુતિ. જેમ ચોતરફનું બધું જ જળ વર્ષાકાળે સમેટાઈને આપોઆપ તળાવમાં આવી જાય છે, તે જ રીતે સજ્જન થવાનો નિર્ણય કરનાર પાસે આપોઆપ સદ્ગણો વહેતા આવે છે.. - રામચરિત માનસા ધીરજ એક એવો ગુણ છે જે પોતની સાથે અન્ય અનેક ગુણોને ખેંચી લાવે છે. ઉતાવળ એક એવો અવગુણ છે જે પોતાની સાથે અનેક ગુણોને ખેંચી જાય છે. - અનુશ્રુતિ જીવનને બહુ જટિલ રીતે સમજવાની જરૂર નથી, એને બાળકની મુગ્ધતાથી કે ફૂલોના હાસ્યથી કે ખુલ્લા આકાશની નિખાલસતાથી માણી લેવાની જરૂર છે. - અનુશ્રુતિ (૨૧) ૨૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232