________________
ધ્યેય વિનાનું જીવન એટલે નાવિક વિનાનું નાવડું.
| મન તો તન છૂટ્યા પછી પણ સાથે આવવાનું છે માટે એની માવજત કાળજીથી કરજો.
એક સારો વિચાર જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. સારા પુસ્તકોનું વાંચન જીવનનું ઘડતર કરી શકે છે.
સદ્વિચાર અને સત્કર્મને વળગી રહેનાર પણ ગમે એટલાં સંકટ આવે તોય એના મનની શાંતિ જળવાઈ રહે છે.
ઈતિહાસ વાંચીએ તો છીએ, ઘડીશું ક્યારે?
(ખૂબ વાંચ્યુંને ખૂબ વિચાર્યું હવે થોડુંક તો આચરીએ.
ગુમાવેલી સંપત્તિ કદાચ પાછી મળી શકે પણ સમય તો પાછો ન જ મળે.
આત્મનિંદા ને આત્મશ્લાધા, બે ય અઘમ અને અનિચ્છનીય.
પ્રત્યેક પળે તપાસતા રહો.. જીવનની ગાડી વિકાસ તરફ જાય છે કે વિનાશ ભણી?
આંતરિક જીવનનું સૌંદર્ય બ્રાહ્મજીવનની દોડાદોડમાં ખોવાઈ ન જાય એટલું સાચવીએ.
(૨૦૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org