________________
જીવન એટલે માણસનો પોતાની સામેનોને આસપાસની પરિસ્થિતિ સામેનો અવિરત સંગ્રામ.
પદ, પૈસો - પ્રતિષ્ઠા કે વિષયવાસના દ્વારા કદી કોઈને ય શાંતિ કે તૃપ્તિ મળી શકતી નથી.
સાકર અંધારામાં ખાઈએ તોય મોઢું મીઠું થાય, સત્કર્મ અજાણતાં કરીએ તોય મીઠાં ફળ મળે.
આજે જરૂર છે, સંઘશક્તિની – યુવાશક્તિ સંગઠિત બને તો તે અંધકારને અબઘડી ઉજાસમાં પલટાવી દે છે.
દઢ સંકલ્પ કરો, સ્થિર પગલાં ભરો, માંગશો તે દોડતું આવશે.
યુવાન- તારા જીવન પ્રત્યે જ આટલી બધી બેદરકારી? સુવર્ણકાળ સરી જઈ રહ્યો છે. આજે જ સાબદો થઈ જા..
રજાના દિવસનો ઉપયોગ કોઈ અસહાયની આંખનાં આંસુ લૂછવામાં, કોઈ સ્વજન-વિહોણાના સ્વજન થવામાં, કોઈ હતાશને હૈયાધરપત દેવામાં કરજો.
શ્રદ્ધા પ્રાર્થના પ્રેરે છે. પ્રાર્થના હૃદય વિશુદ્ધ કરે છે. પવિત્ર હૃદયમાં પરમતત્ત્વનો અજવાસ પ્રસરે છે અને એમ જિંદગી પ્રસન્નતાથી છલકી ઉઠે છે.
- અનુશ્રુતિ
દુઃખનું ઓસડ દહાડા નહિ, પણ ડહાપણ છે.
(૨૦૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org