Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 225
________________ બહુ બહુ દૂર જોઈ શકાતું નથી, બહુ બહુ ઊંચે કૂદી શકાતું નથી, બહુ બહુ લાંબું ચાલી શકાતું નથી, બહુ બહુ ઊંડે ડૂબીને તરી શકાતું નથી, છતાં કેટલાકની મહત્ત્વાકાંક્ષાઓ એટલી હદે વ્યર્થ હોય છે હે પ્રભુ, તું મને મારી ક્ષમતાથી વધારે મોટા સપના દેખાડતો નહીં. - અનુશ્રુતિ પ્રકૃતિને પોતાના રહસ્યો છુપાવવામાં કોઈ રસ નથી, પરંતુ એ ખોટા માણસોના હાથે જઈને ચડે એની એને ચિંતા છે. - ખલિલ જિબ્રાન હે ઈશ્વર, તારી આ ક્રૂર અને ઘાતકી દુનિયામાં જ જો મારે જીવવાનું હતું તો આટલું કોમળ હૃદય તે મને જ શા માટે આપ્યું? - અનુશ્રુતિ જીવનમાં ચોતરફ સંકળાયેલા ઉલ્કાપાતનો કાર્યરત રહી સામનો કરો. સમસ્યાઓથી દૂર ભાગી આત્મવંચના કરવા કરતાં તેનો સામનો કરવામાં એક ઉમદા સંતૃપ્તિ અનુભવાશે. ભગવદ્ ગીતા જીવન વહેતાં ઝરણાં જેવું છે, એ ઉછળે છે, પડે છે, ઢળે, છે, ખડકોમાં પછડાય છે, છતાં મંદમંદ મીઠા ગીતો ગાતું રહે છે. - ખલિલ જિબ્રાન લક્ષ્મી માત્ર વિષ્ણુને જ આધીન નથી. સખત પરિશ્રમ, વિવેકી, ધર્મપાલક, નીતિવાન અને સમયપાલકને પણ આધીન છે. અનુશ્રુતિ Jain Education International ૨૦૦ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232