________________
જગતમાં જેટલું બોલાય છે એથી અડધું કામ થતું હોય તો સંસારની સિકલ જ બદલાઈ જાય.
(જેટલું આચરણમાં ઊતર્યું એટલું જ ખપનું.
યુવાન તું લક્ષ્યને વશ ના થઈશ, ને ધાકધમકીથી ડરી ના જઈશે. સત્યને પંથે સ્થિરતાપૂર્વક ચાલ્યો જજે.
જીવનમાં પળે પળે આત્મારામની સલાહ જ લેજો. મનીરામની સલાહ ના લેશો. મનીરામ તો દગાખોર છે.
ઈસ દેશકો દુશ્મનોં સે નહિ, ગદ્દારો સે ખતરા હૈ. ખજાને કો ચોરો સે નહિ, પહેરેદારોં સે ખતરા હૈ.
સુખી થવું છે? - તો હું સુખી બનું એવા હલકા વિચારમાંથી બહાર નીકળો, અને સુખી થઈએ. એ કોચલાને ફોડી નાંખો ને સૌ સુખી બનો એ ભાવનાને હૈયે રાખો.
દુનિયા આખીને છેતરી શકાશે પણ જાતને છેતરી નહિ શકાય.
બીજાને છેતરતાં પહેલા જાતને છેતરવી પડે.
પાપ એટલે સદાચારનાં સંગ્રામમાં હાથે કરીને સ્વીકારેલી હાર.
સુદઢ શરીર, સંવેદનશીલ હૃદય, સ્વસ્થ મન ને ઉદાત્ત અંતરાત્મા આ છે યૌવનનો આદર્શ.
(૨૦૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org