________________
જે માણસ કોઈનોય બોજો હલકો કરે છે તે નકામો નથી.
વાતો કરવી એના કરતાં મૌન રહેવું એ પણ એક બળ કેળવવા જેવું છે.
સાપ અને માણસમાં શો ફેર? સાપ પેટે ચાલે છે, માણસ પગ પર ટટ્ટાર રહીને ચાલે છે. પણ આ દેખાય છે જે માણસ મનથી પેટે ચાલે છે તેનું શું?
નબળાં વિચારો જ માણસને નબળો બનાવે છે. વિચારોની દ્રઢતા એ જ પુરૂષત્વ અને પુરૂષત્વવાળો માણસ ધારે તે કરી શકે છે.
આપણે જેને સાચું ને શુભ માનીએ તે જ કરવામાં આપણું સુખ છે, આપણી શાંતિ છે, નહિ કે બીજા કહે કે કરે તે કરવામાં.
જે અંતરમાં ખરેખર સ્વચ્છ છે તે બહાર અસ્વચ્છ હોઈ જ ન શકે.
વધુ સુવિધાઓ એટલે સુખ એ માન્યતા ભ્રામક છે. સુખ ઊંડાણથી અનુભવવાની, સરળતાથી માણવાની, મુક્તપણે વિચારવાની અને ઉપયોગી થવાની ક્ષમતામાંથી જન્મે છે.
આપણી અંદર જ એવો આનંદ હોઈ શકે છે જે કોઈ આદતોથી ભાંગી પડતો નથી, એવી એક સભરતા હોઈ શકે છે જેને બહારની સમૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી.
માણસ મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેને સૌથી વિશેષ જરૂર હોય છે કોઈની સહૃદયતાની.
Jain Education International
૧૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org