________________
જે વચનશક્તિથી મહાપુરૂષોનાં ઉમદા ગુણગાન કરી શકાય, પ્રભાવક સ્તોત્રો ગણી શકાય એનાંથી લખલૂટ પુણ્ય વધે. એ વચનક્તિ બીજાને મીઠું લગાડવામાં ગટરમાં ફેંકી રહ્યો છે. આ રીતે પુણ્યશક્તિ અને પુણ્યધન બેયને વેડફી રહ્યો છે.
જગતને સુધારવા જતાં પહેલાં તારા આત્માને સુધાર.
સંસારમાં સૌથી પહેલા જીતવા જેવો કોઈ હોય તો પોતાનો આત્મા છે. એ એવો બળવો કરે છે કે પોતાની સામે કે એને સાતમી નરકમાં લઈ જાય છે અને જો એને જીત્યો હોય તો ચારે ગતિથી પર થઈ પંચમગતિમાં લઈ જાય છે.
બહિરાત્મભાવથી અંતરાત્મભાવમાં આવવું હોય તો કાયાને અને કાયાને લગતી વસ્તુમાં હું અને મારું નાં લેબલ ઉખેડીને આત્માને અને આત્માને લગતી બાબતમાં હું અને મારું નાં લેબલ લગાડવા જોઈએ.
જગતનાં પદાર્થને ઈષ્ટ અનિષ્ટ કરવામાં કાયાની દૃષ્ટિ પોષાય છે.
બહિરાત્મભાવ ઉપર કંટાળો આવે તો અંતરાત્મભાવ ઉપર પ્રેમ થાય.
(અંતરાત્મભાવવાળો બાહ્યની બહુ કવિતા ન ગાય.
(ક્રિયા એ પરિણતી જગાડવાનું ઉત્તમ સાધન છે.
વિધિનું પાલન નથી એટલે અરિહંત ઉપર બહુમાન થતું નથી.
છે.
(૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org