________________
જેઓ પૃથ્વી ઉપર થુંકતા હોય કે અપશબ્દો બોલતાં હોય તેમના હે રામ! તારે હોઠ કાપી લેવા. - અગ્નિ પુરાણ
બાળકો સાથે દિવસમાં થોડીવાર પણ હસતાં રમતાં આવડે તો આપણામાં રહેલી હિંસકતા તબક્કાવાર નામશેષ થઈ જાય. પ્રકૃતિના પ્રફુલ્લિત અને ઉજાસભર્યા રૂપનું પ્રતીક છે - દરેક શિશુ.
- અનુશ્રુતિ
જેનું મન પ્રાણીમાત્ર પર દયા કરવાથી રાજી થઈ જાય છે, એને જ્ઞાન અને મોક્ષ મેળવવાની કે લાંબી લાંબી જટા ધારણ કરવાની કે શરીર પર રાખ લગાવવાની શી જરૂર છે. - ચાણક્ય
ફૂલોને ધારી ધારીને જોઈ જુઓ, કદાચ એમાં તમારું હૃદય હશે. પવનના સૂસવાટાને કાન દઈને સાંભળો, કદાચ એમાં અનાદિ સૂર હશે. હેતાળ સ્નેહીના હાથમાં હાથ મુકી જુઓ કદાચ એમાં ભવોભવનાં સંઘર્ષમાં સાથ આપનારી હૂંફ હશે. - અનુશ્રુતિ.
પૃથ્વી પર દરેક નવું જન્મતું બાળક એ વાતની ખાતરી કરાવે છે કે ઈશ્વરે હજુ મનુષ્યમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. પ્રકૃતિને હજુ આશા છે કે મનુષ્ય આ સમગ્ર બ્રહ્માંડનો અધિષ્ઠાતા બનીને સર્વોપરિ સુખની ચિરંતન સ્થાપના કરશે. - રવીન્દ્રનાથ ટાગોર
દાન દેવાની ટેવ, મધુર વાણી, બહાદુરી અને વિદ્વતા આ બધુ ગુણો સ્વાભાવિક હોય છે, સ્વભાવથી જ હોય છે, કદાચ કોઈક ઈચ્છે કે હું આ ગુણોને અભ્યાસ કરીને પ્રાપ્ત કરી લઉં તો એ ક્યારેય શક્ય નથી.
- ચાણક્ય
(૧૮૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org