________________
દરેક વસ્તુને ઉજળી બાજુ હોય છે. આપણને તે શોધી કાઢતાં આવડવી જોઈએ.
માત્ર એક વિચાર, એક ઉત્સાહપ્રેરક શબ્દ, એક સ્મિત ઘણો બધો બોજો હળવો કરી નાંખે છે.
પ્રાતઃકાળનો સૂર્ય, મધ્યરાત્રિનો ચંદ્ર અને અમાસના તારા દરેક નિરાશ માણસને હજારો આશાઓ આપી ઉત્સાહ અને ઉમંગ આપે છે. - અનુશ્રુતિ
મનુષ્ય સમાજ બે બાબતો પર નિર્ભર છે. જ્ઞાન અને વિશ્વાસ. વિજ્ઞાન આપણને જ્ઞાનના ક્રમિક વિકાસથી પરિચિત રાખે છે અને ધર્મ આપણને પરસ્પરમાં અને જીવનમાં વિશ્વાસ પ્રેરે છે. પરંતુ વિજ્ઞાન ક્યારેય કેટલાય પ્રયોગો કરીને એ કહી શકશે નહીં કે જીવનનો ઉદેશ્ય શું છે? એ માટે આપણે ધર્મને જ પૂછવું ને અનુસરવું પડશે. - આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જગતમાં જે કંઈ દેખાય છે તે જ છે એવું નથી. દ્રશ્ય જગત કરતાં અનેકગણું વિરાટ અદ્રશ્ય જગત છે. માટે સૃષ્ટિને હંમેશા જે છે એની ભીતર પણ ડોકિયું કરીને જુઓ તો પ્રકૃતિના પરમ રહસ્યોનો ભેદ પામી શકાય. - અનુશ્રુતિ
ફૂલો પ્રકૃતિનું હૃદય છે. ઉન્નત આકાશ એનું મસ્તક અને ધરતી એના ચરણની રજ છે. આપણી આસપાસનાં જગતમાં પરમતત્ત્વ ઉદીપ્ત છે અને વ્યાપ્ત છે. એનો એકાદ ક્ષણનો અહેસાસ પણ ચિરંતન આનંદકારી હોય છે.
- અનુશ્રુતિ
Jain Education International
૧૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org