________________
ઈન્દ્રિયોનું દમન માનવીને પોતાની અંદરના વૈભવ તરફ લઈ જાય છે. જ્યાં પ્રેમનું અવિચલ સામ્રાજ્ય છે. ત્યાં માનવીની શૂન્યતા ભરાઈ જાય છે.
હાસ્યથી આંખોનું તેજ વધે છે, છાતી પહોળી થાય છે, તંદુરસ્તી સુધરે છે. વિનોદી દાક્તર દવાની ગોળીઓ કરતાં વધારે અસરકારક નીવડે છે.
સાચો ધર્મ આનંદપૂર્ણ છે. ઈશુ ખ્રિસ્ત કે બીજા કોઈ ધર્મ ઉપદેશકોએ એરંડિયું પીધું હોય એવું મોં કરીને બેસવાનું કહ્યું નથી.
તમારા ઓરડાની દિવાલ પર દુઃખી અને નિરાશાવાદી ચિત્રો ન ટાંગો. હતાશા અને નિરાશાવાદી લોકોથી દૂર રહો.
વસ્તુની ઉજળી બાજુ સામે જ જુઓ. ઉજળી બાજુ ન હોય તો એને ઘસીઘસીને ઉજળી બનાવો.
નોકરીને કે ધંધાને ઓફિસે જ રાખવાની ટેવ પાડો તેને કદી ઘરે ન લાવશો.
શ્રેષ્ઠ માટે જ, પૂર્ણ માટે જ મથો. ક્યારેય પણ સેકન્ડ બેસ્ટથી સંતોષ ન પામો.
ઊંડા વિચાર અને સખત મહેનત સિવાય કશું જ નક્કર૫ણે સિદ્ધ થતું નથી.
Jain Education International
૧૮૯
For Personal & Private Use Only
www.jainelibrary.org