________________
વેડફી નાંખશો તો તાજું ફૂલ પણ સુંઘાયા વિના જ ચીમળાઈ જશે.
- એમર્સન
-
સૌંદર્યનો અર્થ માત્ર સુંદરતા નથી. સત્ય, નીતિ અને ધર્મ પણ પૃથ્વી પરનું અનુપમ સૌંદર્ય છે. સૌંદર્યને અખંડ દ્રષ્ટિએ અનુપાન કરતાં શીખવું જોઈએ. - અનુશ્રુતિ
.
હિંસાનો અર્થ માત્ર હત્યા નથી, બીજાના આત્માને દુઃખ પહોંચે તેવું વર્તન કરવું એ પણ હિંસા છે. અહિંસક મનુષ્ય એને કહેવાય જે ક્યારેય કોઈને ય દુઃખ પહોંચાડતો નથી. અહિંસાનો આ જ આદર્શ છે. . વિનોબા ભાવે
-
ધર્મ ગમે તે હોય પરંતુ એનાથી ઊંચો ધર્મ છે આપદ્ધર્મ. દરેક મનુષ્ય જે આપદ્ધર્મનું પાલન કરે, પોતાના કર્તવ્યો પરત્વે નિષ્ઠા દાખવે તો આજે ઘોંઘાટભર્યું લાગતું જગત આપોઆપ સંગીતમય થઈ જાય. - ટોલ્સટોય
સંસારને સાગર સાથે સરખાવવામાં આવે છે કારણ કે તેમાં ઉંડે ઉંડે માટી, કાંઠે વિષાદના ખડકો, પેટાળમાં અનેક વિચારોના મત્સ્યો અને ઈચ્છાઓના તોતિંગ મોજાઓ ઉછળે છે અને એટલે જ સાગર કરતાં સંસાર સાગર પાર કરવો કઠિન છે. - અનુશ્રુતિ
ભૂલનો સ્વીકાર કરવો તે ઝાડુથી સફાઈ કરવા સમાન છે. જેનાથી ગંદકીનું નામો-નિશાન સુદ્ધા રહેતું નથી.
મહાત્મા ગાંધી
સ્પષ્ટ હેતું નહિ હોય તો જીવન અર્થહીન અને દુઃખી બની જશે.
Jain Education International
૧૮૫
For Personal & Private Use Only
www.jainelibrary.org