Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 201
________________ વિરાગ્યમાં એક જ વાર નિર્ણય કરવાનો હોય છે. સંસારમાં વારંવાર નિર્ણયો કરવાના હોય છે. વૈરાગ્ય તેના પ્રથમ પગલે જ કઠિન છે, જ્યારે સંસાર દરેક પગલે આકરો છે. છતાંય એવા અત્યંત દ્વિધાયુક્ત અને મુંઝવણભર્યા સંસારમાં જેઓ નિષ્કલંક રીતે જીવી શકે છે, તેઓ ધન્ય છે. - અનુશ્રુતિ દુન્યવી સંબંધોની, ધન-દોલતની કીર્તિ અપકીર્તિની અને દેહની નશ્વરતાનું ભાન જેટલું વધુ ઉગ્ર, તેટલો વેરાગ્ય વધુ દ્રઢ થાય અને જેટલોવૈરાગ્યવધુદ્રઢ તેટલો આત્મજ્ઞાનનો પ્રકાશ વધુ નજીક તેમજ વધુ ઉજ્જવળ, એ પાયા પર જ ધર્મની ઈમારત ઉભી રહે છે. તાપને તપમાં પલટી શકે તે જ્ઞાની. ધર્મના રહસ્યને તે પામી શકે. - અનિરુદ્ધ ગુરૂના ચરણોમાં અડધું સ્વર્ગ, માતાપિતાના ચરણોમાં પૂર્ણ સ્વર્ગ અને દેવોના ચરણોમાં સવાયું સ્વર્ગ છુપાયેલું છે. (ઊંચી મતી, ઊંચી કૃતિ, ઊંચા વિચારો જ્યાં હશે તે ઘર તણાં સી. માનવી સર્વત્ર મંગલમય થશે. (ખરેખર મકાનને ઘર નથી કહેવાતું, ગૃહિણીને જ ઘર કહેવાય છે. જે ઘરમાં ગૃહિણી નથી તે ઘર વન જેવું જ છે. - વેદ વ્યાસ (સંસ્કાર સૌથી વધુ મહત્ત્વની ચીજ છે. શિક્ષણ-કલા-વિજ્ઞાન અને બહાદુરી આ બધું જ હોય પણ જો સંસ્કાર ન હોય તો શૂન્ય. - અનુશ્રુતિ (૧૮૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232