________________
સાધનાની પદ્ધતિ મૂલ્યાંકનનો જ માર્ગ છે. જ્યાં મતભેદનો પ્રશ્ન છે. ત્યાં હજારો સંપ્રદાય ઊભા થઈ જાય છે.
- યુવાચાર્ય મહાપ્રજ્ઞા
(ભવિષ્ય અને ભૂતકાળ બંનેના પડછાયામાંથી મુક્ત થઈને વર્તમાનનો સંપૂર્ણ સાક્ષાત્કાર એ જ જીવનના નિત્ય આનંદનું રમણીયરૂપ છે.
- અનુશ્રુતિ
ના... નથી જોઈતો મારે ધર્મહીન કરોડપતિને ત્યાં આવતા ભવે જન્મ. ભલે મને મલે કોઈ ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મ જ્યાં ધર્મની રસછોળ ઊડતી હોય.
જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય એનું નામ જિંદગી નથી એને તો માત્ર આયુષ્ય જ કહે છે. આયુષ્ય તો કાગડાંઓ અને કૂતરાંઓને પણ હોય છે. પરંતુ સર્વોત્તમ જીવનરીતિ અને ઉચ્ચતમ મૂલ્યો એ જ જિંદગી છે.
- અનુશ્રુતિ
સત્યનો અર્થ માત્ર સાચું બોલવું તે જ નથી, સૃષ્ટિના અનુપમ સૌંદર્ય અને વિરાટ બ્રહ્માંડની સહોપસ્થિતિમાં સતત વર્તમાનમાં ઝબોળાયેલા રહેવું તે પણ સત્ય છે.
- નિત્યે
અપાર ધનવાન કુબેર પણ જો આવક કરતાં વધારે ખર્ચ કરે તો કંગાળ થઈ જાય છે. ક્ષમતા જેટલું ઉડવામાં જ મજા છે, ક્ષમતા જેટલું જ ડૂબવામાં મજા છે. ક્ષમતાની મર્યાદા ઓળંગાઈ જાય તો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ દરેકનો મહા અનર્થ થઈ જાય છે.
- ચાણક્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org