________________
સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
- રામકૃષ્ણ પરમહંસ
આપણને ગ્રહણ કરવામાં મૃત્યુ પણ મગરૂર બને એવું કંઈક કરીએ. આ કામ અઘરું છે પણ કરવા જેવું છે.
આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે. પણ હંમેશની બેદરકારી એ ગુનો જ છે.
ખોટા રંગો વધુ ચમકે છે, એવું જ ખોટા માણસોનું છે.
આખી દુનિયાનો ભાર માથા પર ન રાખો. જરા હસો, દુનિયા જરૂર હળવી થઈ જશે.
(વીતરાગની સેવા એ વિષયોની સેવાની પ્રતિસ્પર્ધી છે.
દુનિયાનાં દુઃખો આત્માને વધારે ઉપકારક બને છે કેમ કે ભગવાનને ભૂલાવનાર તત્ત્વોથી એ દૂર રાખે છે.
દ્રવ્ય સ્તવ કરતાં ભાવ સ્તવ વધારે ઉત્કૃષ્ટ છે કારણ કે દ્રવ્યસ્તવ કરતો હોય પણ આજ્ઞાને વિરાધના કરતો હોય તો તરવાને બદલે ડૂબી જાય છે.
અનુમોદના એ સુકૃતનું બીજ છે.
ખાવાની ભૂખ વારંવાર ખાવાથી નથી મટતી પણ છોડવાથી મટે છે.
(૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org